33

‘કાચા બાદામ’ ગીત અત્યારે સતત ચર્ચામાં રહ્યું છે અને આ ગીત થી નામના કમાયેલા ભુવન બદ્યાકર માર્ગ અકસ્માતમાં ઘાયલ થયો છે. સોમવારે ભુવન બદ્યાકર કાર ચલાવતા શીખી રહ્યો હતો અને તે જ સમયે અકસ્માત થયો હતો.
અકસ્માતમાં ઘાયલ ભુવનને નજીકની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર, ભુવન બદ્યાકરને છાતી સહીત શરીરના ઘણા ભાગોમાં ઈજાઓ થઈ છે. ભુવને હાલમાં જ સેકન્ડ હેન્ડ કાર ખરીદી છે અને તે તેને ચલાવવાનું શીખી રહ્યો હતો. પશ્ચિમ બંગાળના એક ગામમાં મગફળી વેચનાર ભુવન બદ્યાકર તેના ગીત કચ્ચા બદામથી સતત ચર્ચામાં છે. સેલેબ્સથી લઈને સામાન્ય લોકો સુધી સોશિયલ મીડિયા પર આ ગીત પર જોરદાર ધૂમ મચાવી રહી છે.
સોશિયલ મીડિયાથી ચમક્યો ભુવન
પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લાના એક નાનકડા ગામમાં પોતાના પરિવાર સાથે રહેતો ભુવન બદ્યાકર રાતોરાત એટલો પ્રખ્યાત થઈ ગયો કે જાણે લોટરી લાગી. ભુવન મગફળી વેચવા માટે અને ગ્રાહકોને આકર્ષવા માટે ”કાચા બાદામ” ગીત ગાતો હતો. એક દિવસ તેના ગીતનો વિડીયો સોશિયલ મીડિયા પર આવ્યો અને થોડા જ દિવસોમાં આ વાયરલ વિડીયોએ ભુવનને સ્ટાર બનાવી દીધો અને એક મ્યુઝિક કંપનીએ ભુવન બદ્યાકરને લાખો રૂપિયા આપ્યા હતા અને તેનો વીડિયો પણ બહાર પાડ્યો હતો. સોશિયલ મીડિયામાં કેટલી શક્તિ છે, તે ભુવનને જોઈને સરળતાથી સમજી શકાય છે.