71

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં કિશોરી ઉપર ગેંગરેપ ગુજારવામાં આવ્યો હતો. 8 નરાધમે 16 વર્ષની કિશોરી પર પાશવી કૃત્ય આચર્યું હતું. કિશોરી સાથે મિત્રતા ધરાવતા શખ્સે બાઇક પર ફરવા લઈ જવાના બહાને ખેતરમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. કાવતરૂ રચી પૈસાની લાલચ આપી અન્ય 7 મિત્રને બોલાવી હેવાનિયતની હદ વટાવી હતી. સગીરાના મિત્ર સહિત 8 શખ્સે બાળકી ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. ઘટનાની જાણ પોલીસને કરાતા DYSP કક્ષાના અધિકારીઓને તપાસ સોંપવામાં આવી છે.
સમગ્ર ઘટના મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં ઝઘડીયા તાલુકાના એક ગામની ગરીબ પરિવારની કિશોરી સાથે વિશાલ ચંદ્રેશ વસાવા નામના યુવકે મિત્રતા કરી હતી. પરિચિત હોવાના કારણે કિશોરી વિશાલ પર વિશ્વાસ કરતી હતી. 16 ફેબ્રુઆરીની રાતે વિશાલ પીડિતાને ફરવા લઈ જવાની લાલચ આપી હતી. સાથે જ આર્થિક મદદની તૈયારી પણ દર્શાવી હતી. જો કે કિશોરી આ નરાધમના બદઈરાદાથી અજાણ હતી અને વિશાલ સાથે બાઈક ઉપર બેસી ગઈ. વિશાલ કાવતરાના ભાગરૂપે કિશોરીને એક સીમના ખેતરમાં લઈ ગયો જ્યાં તેના પર પાશવી કૃત્ય આચર્યું હતું.
બાળકી સાથે હીન કૃત્ય આચર્યા બાદ વિશાલે તેના અન્ય 7 મિત્રોને ખેતરમાં બોલાવ્યા હતા. અને વિશાલના તમામ મિત્રોએ પણ સગીરા પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. સામૂહિક દુષ્કર્મ આચરી તમામ આરોપીઓએ કિશોરીને સ્થળ પરથી ભગાડી મૂકી હતી.
સામૂહિક દુષ્કૃર્મનો ભોગ બનેલી પીડિતા તેના ઘરે પહોંચતા તેની બદતર હાલત જોઈને તેના માતા-પિતા સ્તબ્ધ થઈ ગયા હતા. સગીરાએ સમગ્ર આપવીતી તેના પરિવારને કહેતા માતા- પિતાએ સ્થાનિક અગ્રણીઓને તેમની દીકરી સાથે બનેલી ઘટના અંગે જાણ કરી. અને પોલીસ સ્ટેશનમાં નરાધમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે સમગ્ર ઘટના અંગે ઉચ્ચ અધિકારોઓેએ તાત્કાલિક ગુનો નોંધવા તજવીજ શરૂ કરાઈ હતી.
સામુહિક બળાત્કારના ગુનામાં સંડોવાયેલા નરાધમો વિશાલ ચંદ્રેશ વસાવા, કમલેશ ચંદ્રેશ વસાવા, કાર્તિક પ્રવીણ વસાવા, મનોજ મુકેશ વસાવા, ભાવિન સુરેશ વસાવા,અક્ષય રાજુ વસાવા,મેહુલ કલ્પેશ પટેલ,શાહિલ શબ્બીર મોગલ સામે ઝઘડિયા પોલીસે સામુહિક દુષ્કર્મ, પોકસો સહિતનો ગુનો નોંધી તમામ આરોપીઓને ઝડપી પાડવા DYSP કક્ષાના અધિકારીઓને તપાસ સોંપવામાં આવી છે. ઝઘડીયા પોલીસ સ્ટેશનમાં ઇપીકો કલમ 363,366, 376 (D) ,114 અને પોક્સો એક્ટ અને એટ્રોસિટી એક્ટ હેઠળ 8 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. ઘટનાની ગંભીરતા પારખી DYSP કક્ષાના અધિકારીને તપાસ સોંપવામાં આવી છે. કિશોરીની તબીબી તપાસ સાથે વધુ પુરાવા એકત્રિત કરવા ફોરેન્સિક એક્સપર્ટની પણ મદદ લેવામાં આવી છે.