51
કર્ણાટક કોલજમાં થયેલા હિજાબ વિવાદના પડઘા દેશભરમાં પડી રહ્યાં છે. મુસ્લિમ મહિલાઓ તથા છોકરીઓના હિજાબ પહેરવાને લઈને દેશમાં ચર્ચા ચાલી રહી છે. આ સવાલ પર દલીલો વધતી જાય છે. દેશભરમાં આજકાલ મુસ્લિમ મહિલાઓના પારંપરિક પોશાકનો મુદ્દો ઉકળતો છે. હાલમાં આ મુદ્દો કર્ણાટક હાઇકોર્ટમાં વિચારાધીન છે.
હિજાબ વિવાદ ગુજરાત સુધી પહોંચ્યો
ત્યારે આ હિજાબ વિવાદ ગુજરાત સુધી પહોંચ્યો હતો. સુરતની પી.પી.સવાણી શાળામાં આજે કેટલીક વિદ્યાર્થીનીઓ હિજાબ પહેરીને આવતા વિવાદ સર્જાયો હતો. પી.પી સવાણી સ્કૂલમાં પ્રખરતા શોધ કસોટી દરમ્યાન કેટલીક વિદ્યાર્થીનીઓ હિજાબ પહેરીને આવી હતી. હિંદુ વિસ્તારની શાળામાં હિજાબ પહેરીને વિદ્યાર્થીનીઓ આવતા સ્થાનિક રહેવાસી અને હિંદુ સંગઠનોમાં રોષ જોવા મળ્યો હતો. હિન્દુ સંગઠનના આગેવાનો શાળાની બહાર એકઠાં થયાં હતાં. હિંદુ સંગઠનના કાર્યકરો શાળામાં પહોંચતા સુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
કર્ણાટક હાઈકોર્ટમાં મામલો વિચારાધીન છે
ઉલ્લેખનીય છે કે કર્ણાટકની એક કોલેજ દ્વારા મુસ્લિમ યુવતીઓને હિજાબ પહેરવા ના પાડવામાં આવી હતી. જેનો તેમણે વિરોધ કર્યો સાથે જ તેમણે આ મુદ્દે ધાર્મિક સ્વતંત્રતાની વાત કરી હતી.પરંતુ હિજાબના વિરોધમાં અમુક લોકોએ ભગવા અને શાલ પહેરવાનું શરૂ કર્યું જેના કારણે વિવાદ વધુ વકર્યો અને મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. કર્ણાટકમાં અલ્પસંખ્યક કલ્યાણ વિભાગે આદેશ ન મળે ત્યા સુધી દરેક સ્કૂલોનાં વિદ્યાર્થીઓ હિજાબ, ભગવો, સ્કાર્ફ અને ધાર્મિક ઝંડા તેમજ ધાર્મિક પ્રતીકવાળા ચિહ્ન પહેરવા પર રોક લગાવી દીધી છે. અલ્પસંખ્યક વિભાગે ગુરુવારે મોડી સાંજે આ મામલે સર્ક્યુલર પણ જાહેર કર્યો છે. જેના કર્ણાટક હાઈકોર્ટનો અંતિમ આદેશ ન આવે ત્યાં સુધી હિજાબ, બુરખા અને ભગવા પર પ્રતિબંધ લગાવામાં આવ્યો છે.
ભગવા તેમજ ધાર્મિક વસ્ત્રો પહેરવા પર પ્રતિબંધ
કર્ણાટકમાં હિજાબ વિવાદને લઈને હાઈકોર્ટમાં સુનાવણી ચાલુ છે. કોર્ટ દ્વારા અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી હિજાબ અને ભગવા તેમજ ધાર્મિક વસ્ત્રો પહેરવા પર પ્રતિબંધ લગાવામાં આવ્યો છે. તેમ છતાં ઘણા બધી જગ્યાએ હિજાબના સમર્થનમાં ધરણા પ્રદર્શન જેવી ઘટનાઓ સામે આવી રહી છે