
ગુજરાતમાં કોરોનાના નવા કેસો 2 હજારની નીચે નોંધાયા છે. 24 કલાકમાં 1,646 નવા કેસ નોંધાયા છે. કોરોનાના કેસોમાં ક્રમશ ઘટાડો નોંધાયો છે. સતત બીજા દિવસે કોરોનાના નવા કેસ 2000ની નીચે નોંધાયા છે. 3,955 દર્દીઓએ કોરોનાને માત આપી છે. કોરોનાથી 24 કલાકમાં 20 દર્દીઓના મૃત્યુ થયાં છે. રાજ્યમાં રિકવરી રેટ 97.80 ટકા નોંધાયો છે.