
આજકાલ રાજ્યમાં છેતરપિંડીના કિસ્સાઓ સતત સામે આવી
રહ્યા છે, ત્યારે વડોદરામાં જીરુંના વેપારીને લાખો રૂપિયાનો ચૂનો લગાવવાની ઘટના સામે
આવી છે. હરિયાણાની ટ્રેડિંગ કંપની શ્રી શ્યામ એન્ટરપ્રાઇઝના સંચાલકોએ
વડોદરાના જીરુંના વેપારી પાસે 21હજાર કિલો જીરુંનો મોટો ઓર્ડર આપી પાર્ટ પેમેન્ટ ચૂકવી
વિશ્વાસમાં લીધા બાદ પૈસા ન આપી છેતરપિંડી કરી હતી, અને આ મામલો પોલીસ સ્ટેશન
સુધી પહોચ્યો હતો. જેમાં કંપનીના માલિક,પરચેઝ મેનેજર, એક્સઝ્યુકીટિવ ઓફિસર સહિત ચાર સામે 31.64 લાખ રૂપિયાની છેતરપિંડીનો
ગુનો દાખલ થયો છે. આ કેસમાં શ્રી શ્યામ એન્ટરપ્રાઇઝે અનેક વેપારીઓ અને કંપનીઓ સાથે ઠગાઈ કરી
હોવાનો ખુલાસો થયો છે.