
ફિલ્મો
વિશે મારું જ્ઞાન એટલે બસ કોણ હીરો છે અને કોણ હિરોઈન છે એટલું જ. સામાન્ય પ્રેક્ષકની જેમ હું પણ ફિલ્મો વિશે એટલું જ જાણતી હતી.
એક ફિલ્મ પાછળ કેટલા બધાં લોકોની મહેનત હોય છે એ તો અભિષેકની
પત્ની બની એ પછી જ
ખબર પડી. ફિલ્મો જોવાનો નજરિયો કેવી રીતે બદલાયો એ વિશે માંડીને
વાત કરે છે જાણીતા ફિલ્મ સર્જક અભિષેક જૈનના પત્ની શૈલી.
સ્માઈલ
ડિઝાઈનર ડેન્ટીસ્ટ આમ તો અભિષેક જૈનના ચહેરા પરના સ્માઈલને જોવા માટે હંમેશાં આતુર હોય છે. પતિના કામનું અને નામનું જેમને ગૌરવ છે, ફિલ્મો પાછળ ક્રેઝી પતિની ક્રિએટીવિટીને પૂરેપૂરું સમજીને કોઈ જ ફરિયાદ ન
કરવી એ પણ સર્જકના
સાથીદાર તરીકે દાદ માગી લે તેવું વર્તન છે. ‘કેવી રીતે જઈશ’, ‘બે યાર’ અને ‘રોંગ સાઈડ રાજુ’ આ ત્રણ ફિલ્મોના
ટાઈટલ અને એ ફિલ્મની સફળતા
અભિષેક જૈન સાથે જોડાયેલી છે. પહેલી ફિલ્મ માટે જેમને ફાયનાન્સર શોધવા માટે પણ ફાંફાં હતા એ અભિષેક જૈને
ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નવો પ્રાણ પૂર્યો છે. કેડિયું, ચોરણી અને ગામડાના બેકગ્રાઉન્ડમાંથી ગુજરાતી ફિલ્મોને અર્બન હવા આપનાર અભિષેક જૈન છે. ‘કેવી રીતે જઈશ’ અને ‘બે યાર’ આ બે ગુજરાતી
ફિલ્મોની સફળતા બાદ આજે સવાસોથી વધુ અર્બન ગુજરાતી ફિલ્મો બની રહી છે એવું કહીએ તો વધુ પડતું નથી.
ગુજરાતી
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક તાજી હવા લાવનાર અભિષેક જૈનના જીવનસંગીની વ્યવસાયે દાંતોના ડૉક્ટર છે. સ્માઈલ ડિઝાઈનરનું ભણેલાં શૈલી જૈન કહે છે, ‘જો તમે તમારું હાસ્ય– સ્માઈલ બરોબર ન કરી શકો
તો તમારે કંઈક છૂપાવવું પડે.’ પોતાના કર્મ અને જિંદગીની ફિલોસોફીને જુદી જ શૈલીથી જોતાં
શૈલી જૈન માટે પતિની ક્રિએટીવિટીને પૂરો અવકાશ આપવો એ જ સૌથી
મહત્ત્વનું છે.
આ
યુગલના એરેન્જડ મેરેજ છે. પરિવારજનોએ પહેલી મુલાકાત ગોઠવી ત્યારે અભિષેક જૈન રેડિયો મિર્ચી પર ‘પુરાની જિન્સ’ નામનો એક શૉ કરતા હતા. રેડિયો જોકી સિન્સીયર અને ડિસિપ્લીન્ડ ન હોય એવા
વિચારથી એકાદ મુલાકાત તો શૈલીબહેને ટાળવાની કોશિશ કરી. પણ એ સમયગાળામાં એમનાં
મમ્મી–પપ્પા મુરતિયા મતલબ કે અભિષેક જૈનને મળી આવ્યાં અને ભાવિ જમાઈથી બંને બહુ જ પ્રભાવિત થઈ
ગયા.
ડૉક્ટર
શૈલી જૈન કહે છે, ‘અમારી પહેલી મુલાકાત સમયે મને અંદાજ ન હતો કે
અભિષેક સાથે તરત જ ક્લિક થઈ
જશે. ઔપચારિક વાતો પછી બંને પોતપોતાના શોખ અને વિચારો વિશે વાતો કરવા લાગ્યા. એમણે તો પહેલી જ
મુલાકાતમાં કહી દીધું હતું કે મારે ફિલ્મો બનાવવી છે. મારો પહેલો પ્રેમ ફિલ્મો છે. વાતોવાતોમાં દોઢ કલાક વીતી ગયો. ઘરના લોકોને અમારી લાંબી મુલાકાત અંગે સવાલો થયાં અને દોઢ કલાક પછી અમે બંનેએ એકબીજાના જીવનસાથી બનવાનું નક્કી કર્યું છે એ નિર્ણય સૌને
સંભળાવ્યો ત્યારે બધાં બહુ રાજી થયા. મને એમ હતું કે, આ ફક્ત વાતો
કરે છે. અંતે તો એ એનાં પપ્પા
સાથે બિઝનેસમાં જ જોડાવાનો છે.
પણ અભિષેક એની વાતને વળગી રહ્યાં અને ફિલ્મો બનાવવાની એમની વાતને સાબિત કરીને બતાવી.’
શૈલીબહેન
કહે છે, ‘બંને તરફથી હા આવી પછી તો અમારી મુલાકાતોનો દોર વધતો ચાલ્યો. એક દિવસ એમણે પોતાની લખેલી કવિતાને રેકોર્ડ કરીને મને ઓડિયો ક્લિપ મોકલી. ક્રિએટીવ વ્યક્તિ એટલે એના સરપ્રાઈઝ પણ જબરા ક્રિએટીવ હોય. મને વિચાર સુદ્ધાં ન આવે એવા
એવા ગતકડાં એમની પાસે હોય. ખૂબ જ રોમેન્ટિક પર્સનાલિટી
છે અભિષેક. એમના કામની વાત આવે એટલે એ બહુ જ
કડક અને જરા સરખું નબળું ન ચલાવી લે
એવા છે. એક યાદગાર પ્રસંગ તમને કહું. સગાઈ અને લગ્નના ગાળા વચ્ચે ‘કેવી રીતે જઈશ’ ફિલ્મનું શૂટિંગ ચાલતું હતું. નક્કી કરેલા એક દિવસે હું સેટ ઉપર ગઈ. શૂટિંગ કેવી રીતે
ચાલે છે એ જોયું. એક સીનનું
શૂટિંગ ચાલતું હતું. જેવું અભિષેકે એક્શન કહ્યું કે, પિન ડ્રોપ સાયલન્સ થઈ ગયું. કલાકારો એમનો સીન ભજવવા લાગ્યા. એવામાં શૂટિંગ જોવા આવેલાં મિત્રોમાંથી કોઈ એકે થોડો સંવાદ કર્યો. અવાજ આવ્યો કે તરત જ અભિષેકે પોતાના
હાથમાં રહેલી શૂટિંગના સીન નંબરની નોંધણી માટેની પ્લેટ હોય એનો છૂટ્ટો ઘા કર્યો. ગુસ્સામાં લાલધૂમ થઈ ગયા અને સેટ ઉપર થોડીવાર ટેન્શનનું વાતાવરણ થઈ ગયું.
આજે
આ વાત યાદ
કરીને હસતાં શૈલીબહેન વાતને આગળ વધારે છે કે, મને એમ થયું કે, આ માણસનો ગુસ્સો
આટલો બધો છે તો લગ્ન પછી મારું શું થશે?’
અભિષેક
જૈન પત્નીના કામને પણ ક્રિએટીવ વર્ક જ ગણે છે.
એ કહે છે,
‘શૈલી સ્માઈલ ડિઝાઈનર છે. એમાં તમારી કલા જ તમારે બતાવવાની
છે.’
શૈલી
જૈનનો જન્મ કર્ણાટકમાં થયો છે. જો કે અમદાવાદ સાથે નાતો બહુ જ જૂનો છે.
એમણે મેંગલોરથી ડેન્ટીસટ્રીનું ભણીને અભ્યાસના ભાગરૂપે ઇન્ટર્નશીપ અમદાવાદમાં કરી હતી. બંને અલગ– અલગ ક્ષેત્રની તેમજ જુદાં– જુદાં શોખ ધરાવતી વ્યક્તિ હોવા છતાં તેઓ એકમેકનાં કામને બંને બહુ જ આદરપૂર્વક જુએ
છે. શૈલીએ હવે પોતાના શોખ અને મનને પતિના કામ અને ક્રિએટીવિટી સાથે ઢાળી દીધાં છે.
શૈલી
કહે છે, ‘અભિષેક સાથે લગ્ન થયાં એ પહેલાં ફિલ્મો
જોવાનો મારો નજરિયો જ જુદો હતો.
અભિષેક ફિલ્મો બનાવે છે એ પછી મને
ખબર પડી કે, સેંકડો લોકોની કલાકોની મહેનત અને કેટકેટલુંય કામ, સ્ટોરી, કાસ્ટીંગ, સ્ક્રિપ્ટ રાઈટીંગ, ડાયલોગ્સ, શૂટિંગ, પ્રોડક્શન, ફાયનાન્સર, પોસ્ટ પ્રોડક્શન, સ્ક્રીનિંગ… આ અને આવા
અનેક પડાવમાંથી ફિલ્મ પસાર થઈને ઓડિયન્સ સુધી પહોંચે છે. બહુ જ મહેનતનું કામ
છે. સાથોસાથ એક જ વસ્તુ આવડે
તો ચાલે એવું નથી આ કામ. આ મલ્ટી
ટાસ્કીંગ જોબ છે. વ્યક્તિએ એનું એક સપનું સાકાર કરવા માટે એક નહીં અનેક ઘોડા પર સવારી કરીને કામ પાર પાડે છે. આ બધું જોયું
પછી મને થયું કે, જીવનસાથીનો સપોર્ટ આ કામ કરનાર
વ્યક્તિ માટે સૌથી વધુ મહત્ત્વનો છે. જો હું પૂરેપૂરો સાથ આપીશ તો અભિષેક મારા ટેન્શન વગર સરળતાથી કામ કરી શકશે. ફિલ્મ ઓડિયન્સ સુધી પહોંચે ત્યાં સુધીના તમામ તબક્કાઓ વિશે મેં જાણ્યું અને સમજ્યું.
‘કેવી
રીતે જઈશ’ ફિલ્મ તૈયાર થઈ રહી હતી ત્યારે અભિષેક જબરદસ્ત ટેન્શનમાં રહેતાં. ફિલ્મના એડિટિંગ સમયે ઘણીવાર હું એમની સાથે બેઠી છું. ફિલ્મ તૈયાર થાય એટલે એમનું પહેલું ઓડિયન્સ હું. કેવી રીતે જઈશ ફિલ્મ મને એમણે બતાવી. એક સીન જોતાં જોતાં મારી આંખો ભીની થઈ ગઈ. મને રડતી જોઈને અભિષેક ખડખડાટ હસવા લાગ્યાં. મને કહ્યું કે, તને સ્પર્શી એટલે પ્રેક્ષકોને ગમશે જ. ‘કેવી રીતે જઈશ’ ફિલ્મ જોઈને મારો એમના પ્રત્યેનો આદર વધી ગયો. મારી જિંદગીની પહેલી વહેલી ગુજરાતી ફિલ્મ મેં એ જોયેલી અને
અત્યાર સુધીમાં ‘કેવી રીતે જઈશ’ મેં પાંચ વાર જોઈ છે. ‘બે યાર’ સૌથી વધુ નવ વખત જોઈ છે. ‘રોંગ સાઈડ રાજુ’ પણ અનેક વખત જોઈ છે. દર વખતે એક જ ફિલ્મ મને
અનેક એંગલથી ગમી છે અને પતિની ક્રિએટીવિટી તથા વિઝન પ્રત્યે મને બહુ ગૌરવ થયું છે.
‘કેવી
રીતે જઈશ’ રિલીઝ થવાના પંદરેક દિવસ પહેલાંની વાત છે. ફિલ્મ લોકોને પસંદ આવશે કે કેમ? પોતાની કરિયર હવે આગળ ક્યાં જશે? એક કરતા વધુ સવાલોએ એમની નીંદર ઉડાવી દીધી હતી. એક રાત્રે એ આમથી તેમ
ચક્કર લગાવતા હતાં. એમને મારી પાસે બોલાવ્યાં. જરા નજીક જઈને બેઠી. એમનો હાથ મારા હાથમાં લીધો. સહેજ હળવા સ્પર્શ સાથે એ હાથને હું
પંપાળવા માંડી અને કહ્યું, તમે આટલી બધી મહેનત કરી છે. દિલને સ્પર્શી જાય એવી ફિલ્મ બની છે. મારું અંતર કહે છે કે, તમારી કરિયરનો ટર્નિંગ પોઈન્ટ આવી રહ્યો છે. મારી ગટફિલીંગ કહે છે કે, બધું સવળું જ પાર પડશે.
તમે કર્મ કરી લીધું, તનતોડ અને જીવ લગાવીને મહેનત કરી છે. હવે, ભગવાન પર છોડી દો. ઓડિયન્સ તમને આ મહેનતનું ફળ
ચોક્કસ આપશે. ફિલ્મ રિલીઝ થતાં પહેલાંનો એમના અંતરનો અજંપો જાણે મને ઘેરી વળતો હોય એવું લાગતું હતું. ફિલ્મ લોકોએ બહુ વખાણી ત્યારે મારી આંખોમાં હર્ષના આંસુ હતાં. જાણે એ આંસુવાળી આંખો
અભિષેકને કહેતી હતી કે, જો હું નહોતી કહેતી….’
બીજા
બધાં ધૂની લોકોની જેમ ફિલ્મો સાથે જોડાયેલો જીવ પારિવારિક સંબંધોમાં પત્નીની સાથે ઓછો જાય છે. શૈલી કહે છે, ‘શરુઆતમાં મને બહુ ઓછું આવી જતું. પણ પહેલી ફિલ્મ રિલીઝ થઈ ગઈ પછી હું બિન્ધાસ્ત કહી શકું છું કે, એ શૂટમાં કે
ફિલ્મના કામમાં વ્યસ્ત છે. વળી, એ એની સ્ક્રિપ્ટ
કે ફિલ્મોના વિચારોમાં મગ્ન હોય ત્યારે જરા પણ છેડવાના નહીં. ધૂની જીવનસાથીની અનેક વાસ્તવિકતાને મેં પચાવી લીધી છે. મને એ ગમે છે.
પસંદ છે પછી કોઈ સમસ્યા થવાનો સવાલ જ નથી આવતો.
એમનું ફિલ્મો પ્રત્યેનું સમર્પણ મોટું છે આથી જ કોઈ ખાસ
અપેક્ષાઓ રાખતી જ નથી.’
શૈલી
કહે છે, ‘ગમતું કામ કરીએ ત્યારે જ આપણે સૌથી
બેસ્ટ આપી શકીએ છીએ હું આ વાતમાં માનું
છું. એટલે જ અભિષેક એમનું
ગમતું કામ કરે છે જેમાં મારાં કોઈપણ પ્રકારના ટેન્શન વગર એ એમાં બેસ્ટ
આપી શકે છે. પરફેક્શનના આગ્રહી એવા અભિષેક ઘણી વખત ફિલ્મ કેવી બનશે કે ફિલ્મનો આઈડિયા શું છે, કેવો છે એ વર્ણન કરે.
કોઈ વખત આ સેશન લાંબુ
ચાલે અને આખા દિવસનો થાક સવાર હોય તો મને ઝોકું આવી જાય… ત્યારે થોડી ફની સિચ્યુએશન થઈ જાય. અભિષેક જરાપણ અકળાયા વિના પરિસ્થિતિને સંભાળી લે. અત્યંત વ્યસ્ત રહેવા છતાંય હી ઈઝ કેરિંગ હસબન્ડ. અમે એક દીકરાના માતા–પિતા બન્યા. મારી પ્રેગનેન્સી વખતના મૂડ સ્વિંગ્સથી માંડીને તમામ વાતો માટે એમણે પોતાની પ્રાયોરિટીઝ બદલી નાખી છે. કોઈવાર મને પેઈન્ટીંગ કરવાનું મન થાય, તો કોઈવાર સુડોકુ રમવાનું મન થાય, કોઈ વખત એમ થાય તે અમુક જ પ્રકારનું મ્યુઝિક
સાંભળું… આ અને આવી
કેટકેટલીય વાતો સાકાર કરીને અભિષેકે મને હંમેશાં લાડકી રાખી છે. ગુજરાતી ફિલ્મોની દુનિયામાં એક ક્રાંતિ લઈ આવનાર વ્યક્તિ આટલી સહજ અને સરળ પણ હોય શકે એ
મારા માટે તો કલ્પના બહારની જ વાત છે.
અખબારોમાં
લેખ આવે કે એમની મુલાકાત આવે ત્યારે મને બહુ પ્રાઉડ ફીલ થાય. એવોર્ડ્ઝ મળે કે તેમના કામની નોંધ લેવાય, લોકો વખાણ કરે ત્યારે એમનાં જીવનસાથી તરીકે જાણે હું હવામાં ઉડતી હોઉં એવું લાગે. જો કે, ઘણીવાર રુટીન લાઈફમાં કોઈ મસ્ત લાઈન બોલે ત્યારે હું ઈમ્પ્રેસ થઈ જાઉં. પછી તરત જ મીઠો ઝઘડો
કરીને કહું કે, આ ફિલ્મ માટેનો
ડાયલોગ છે કે મને ખુશ કરવા માટેનો?
અભિષેકનું
એક સપનું છે કે, એક એવી ફિલ્મ બનાવવી છે કે જે એમનું સૌથી બેસ્ટ ક્રિએશન હોય. એ ઘણીવખત એવું
બોલે કે, બસ એ ફિલ્મ બની
જાયને પછી… બસ એ પછી એ
કંઈ નથી બોલી શકતા. મને પણ એમનું એ એક ફિલ્મનું
સપનું સાકાર થવાની રાહ છે…’
ડોક્ટર
અને ડિરેક્ટરની આ જોડી એકમેકનાં
અંતરને બખૂબી જીવી જાણે છે.