Download Apps
Home » શબ્દોની બારાખડી આ યુગલને સદી ગઈ છે

શબ્દોની બારાખડી આ યુગલને સદી ગઈ છે

ગુજરાતી
સાહિત્ય અને લેખનની દુનિયાના લગભગ દરેક ગુજરાતી ભાષાના જાણકાર માટે રઈશ મનીઆર નામ અજાણ્યું નથી. ઉમદા, સહજ અને સરળ વ્યક્તિત્વના માલિક એવા રઈશભાઈ સફળ ડૉક્ટરની સાથોસાથ સફળ લેખકકવિનાટ્યકાર પણ છે. કોઈ કાર્યક્રમનું સંચાલન કરવાનું હોય તો ઓડિયન્સને સતત જકડી રાખે અને પકડી રાખે એવું એન્કરીંગ કરી જાણે.
અમદાવાદમાં અધીર અમદાવાદીની બુક ચીઝ ઢેબરાં બુકના લોન્ચના કાર્યક્રમ નિર્ધારિત સમય કરતાં દસેક મિનિટ મોડો થાય એમ હતો. દસ મિનિટમાં
પોતાની સુરતી લહેકાની કવિતાનું પઠન કરીને ઓડિયન્સને તરબોળ કરી દીધું હતું. સંચાલન પણ એવું કરી જાણે કે, જાણે શબ્દો સ્વંય એમની જીભથી સરી પડતાં હોય. કાવ્ય પઠન કરે તો એક એક પંક્તિએ લોકો દાદ દેવાનું ચૂકે. અને પેશન્ટસને
કાઉન્સેલીંગ કે સારવાર પણ એવી કરી જાણતા કે, આજેય લોકો એમના સાલસ વ્યક્તિત્વના દાખલા આપે. એક સાથે અનેક આવડત ધરાવતા ડૉક્ટરે ત્રણ
વર્ષ પહેલાં શબ્દોની દુનિયામાં ધબકવા માટે પોતાની પ્રેક્ટિસ છોડી દીધી. પોતાની જિંદગીના કંઈક અલગ નિયમો
યુગલે બનાવ્યાં છે. યુગલત્વનું ઐક્ય
આંખોને ટાઢક આપે તેવું છે. અમીબેન પણ વ્યવસાયે પિડીયાટ્રીશિયન રહી ચૂક્યા છે. પણ તેઓએ પતિની દુનિયાને પોતાની પાંખોમાં
સમાવી લીધી છે. અમીનજર
કદાચ પતિના શબ્દોમાં રઈશ થઈને ધબકે છે

અગાઉ નવગુજરાત સમયદૈનિકમાં અને હવે દિવ્ય ભાસ્કર દૈનિકમાંપરસ્પરઅનેવાતનું વતેસર બે કૉલમ
તથાસંદેશદૈનિકમાં એકસમયે પીરસાતી અરસપરસની એકેડમીસાપ્તાહિક ત્રણ કૉલમ દ્વારા વાચકો રઈશ મનીઆરની કલમથી પરિચિત છે. તેમણે પંદર નાટકો લખ્યાં છે, તેમના 19 પુસ્તકો પ્રકાશિત થયાં છે. ‘બાળ ઉછેરની બારાખડીઅનેઆપણે બાળકોને શા માટે ભણાવીએ છીએ બે પુસ્તકોની
પંદરથી વધુ આવૃત્તિ પ્રકાશિત થઈ ચૂકી છે. 19 પુસ્તકોમાં ચાર કાવ્ય સંગ્રહ, બાળકો અને તેમની સાયકોલોજી વિશેના ત્રણ, હાસ્યના બે, મરીઝની બાયોગ્રાફી તથા ગુલઝાર, જાવેદ અખ્તર, સાહિર લુધિયાનવી, કૈફી આઝમી જેવા દિગ્ગજ સર્જકોની ચૂંટેલી કૃતિઓનો અનુવાદ આમ અનેક પુસ્તકોથી શબ્દોની દુનિયામાં ડૉક્ટર રઈશ મનીઆરનો વૈભવ છે
સર્જ્યન અને સર્જકની ક્રિએટીવીટીને ખીલવા માટે માહોલ પૂરો પાડે છે, સપોર્ટ પૂરો પાડે છે એવાં ડૉક્ટર અમીબહેને વાતચીતનો દાબડો ખુલ્લો મૂક્યો છે.

અમીબહેન
આમ તો બહુ અંતર્મુખી વ્યક્તિત્વ
છે. બહુ થોડાં શબ્દોમાં પોતાની વાત આટોપે છે. મોટાભાગના સવાલોનો જવાબ એમણે મેઇલથી આપવાનો
પસંદ કર્યો છે. કહે છે,
આમ તો રઈશ અને હું હમઉમ્ર. અમે સુરતની મેડિકલ કૉલેજમાં સાથે રેસિડેન્સી કરતા. પહેલા તો માત્ર દોસ્તી હતી. રેસીડેન્સીમાં સામાન્ય રીતે રજા મળે, પણ સોમથી
શુક્ર એને રિહર્સલમાં કે એના ક્રિએટીવ કામમાં બાધા આવે
માટે એનું કામ હું માથે લઈ લેતી અને એને જવા માટે અનુકૂળતા કરી આપતી. તેના બદલામાં રઈશ મને શનિરવિ મારા ઘરે (આણંદકણજરી) જવા માટે અનુકૂળતા કરી આપતો. એકમેકને સગવડ
કરી આપતાં એમાં ઘરના લોકોને
અમારાં બંને વચ્ચે દોસ્તી કરતાં વિશેષ કંઈક છે એની ખબર પડી ગઈ. અમે સહપાઠી અને મિત્રોમાંથી આજીવન મિત્રો બની ગયાં.

રઈશને
એના ડૉક્ટરની ઉપાધિનો જરાપણ મોહ નથી. કેટલીય વખત તો એની બાયલાઈનમાં ડૉક્ટર લખાવે
નહીં. જો કેમને
ડૉક્ટર રઈશ કરતાં કવિ રઈશ વધુ ગમે હોંપ્રણયના શરુઆતના દિવસોમાં એક  બે
કવિતાઓ લખી હતી પણ એની ક્રિએટીવીટીમાં આમેય રોમેન્ટીસિઝમને બહુ સ્થાન નથી. જો કે, કોઈ ફિલ્મ માટે રોમેન્ટિક ગીત લખવાનું હોય તો લખે. પણ અમસ્તુ મારાં માટે રોમેન્ટિક કદી લખે.’

રઈશભાઈ
અનેક ક્ષેત્રોમાં સારી પકડ ધરાવે છે. પણ અમીબહેનની નજરે જોઈએ તો કહે છે,
એણે પ્રેક્ટિસ ખૂબ સફળતાપૂર્વક અને દિલથી કરી પણ માત્ર ડોક્ટર
બનવા માટે સર્જાયો નહોતો. વળી ડોક્ટર થયો પહેલાં કવિ
હતો . મારો અને એનો પહેલો પરિચય પણ ક્રિએટીવ વાતોમાંથી
થયો હતો.
મને લાગે છે કે લોકો પણ એને કવિ તરીકે વધુ ઓળખે
છે. એટલે સુધી કે ક્યાંય નામ છપાવવાનું હોય તો પોતાના નામની
આગળ ડોક્ટરનું લટકણિયું લગાડતો નથી. પરંતુ ડોક્ટર તરીકે આજેય હજુ એને એના દર્દીઓદર્દીઓની મમ્મીઓ અને દાદીઓ! આદર સાથે યાદ કરે છે.’ 


યુગલે 29 વર્ષના સહજીવનમાં
એકબીજાં સાથે 54થી વધુ વેકેશન ગાળ્યાં છે. બંને વચ્ચે પતિપત્નીના સંબંધથી ઉપર મિત્રતા જેવો આત્મીય અને બૌદ્ધિક સંબંધ છે એવું સ્પષ્ટ જણાઈ આવે. સતત સાથે રહેવાને કારણે બંનેએ એકબીજાંને પ્રેમપત્રો નથી લખ્યાં પણ રઈશભાઈના શબ્દેશબ્દના સાક્ષી અમીબહેન રહે છે. હા, રઈશભાઈના શબ્દોના સર્જનના પહેલાં વાચક અને ટીકાકાર પણ અમીબહેન છે.


વાતનો ઉલ્લેખ થયો કે, રઈશભાઈ બોલી ઉઠ્યાં, ‘અમી મારી ક્રિએટીવીટીની કઠોર ટીકાકાર છે અને કડક રીતે ટીકાને વળગી
રહે. મોટાભાગે સાચી હોય
અને વાર્તા કે લઘુ નવલ લખી હોય અને જો એમાં એને મજા આવી હોય
તો મારી આગળ બે વાર લખાવડાવે. એને સંતોષ થાય ત્યાં
સુધી મારી નવલિકા, વાર્તા કે લઘુ નવલ ઓકે થાય. ‘માતૃભારતીપરલિખિતંગ લાવણ્યા
અનેશબ્દ સૃષ્ટિમાંડૂબકીખોર કૃતિ વખતે અમીની
કડકાઈને પ્રેમથી
સ્વીકારી વાતમાં બે
મત નથી.

અમીબેન
કહે છે, ‘શરુઆતના ગાળામાં હું એનું લખાણ વાંચીને સજેશન નહોતી કરતી. બાદમાં રસથી વાંચી, ગમ્યું કે ગમ્યું
શેર કરતી. જો કે હવે એની ક્રિએટીવીટીનો વ્યાપ પણ ઘણો વધી ગયો છે. છતાંય એનું દરેક  નાટક,
સ્ક્રિપ્ટ, કૉલમથી માંડીને કવિતા પણ અચૂક વાંચું, મારી નોંધ કરું છું અને ઘણોખરો મેઇલ વ્યવહાર
હું સંભાળું છું.’

રઈશભાઈ
કહે છે, ‘ મેઇલ
નહીં તમામ આર્થિક
વ્યવહાર પણ સંભાળે છે. સો રુપિયાથી ઉપરનો ખર્ચ કરવાનો આવે ત્યારે અમીને હું કહું થોડાં રુપિયા આપને વાપરવા….’ એક સહજ હાસ્ય વાતાવરણમાં પથરાઈ ગયું.

લેખક
કવિને માહોલ કેવોક જોઈએ?

અમીબેન
ફટાક દઈને કહે છે, ‘એને મારા હાથની લીલી ચા, આદુ અને ફૂદીનાવાળી ચા અને શાંતિ જોઈએ. બંને સારા એવા પ્રમાણમાં જોઈએ. જો કે, અમારાં ઘરની આસપાસ પાર્ટી પ્લોટ્સ આવેલાં છે. કોઈ વખત ત્યાં મ્યુઝિકલ નાઈટ્સ કે ગરબા હોય ત્યારે રઈશનું લખવાનું અટકી જાય. જો કે, સવારે આઠથી
બપોરે એક વાગ્યા સુધીમાં લખવાનું કામ
પસંદ કરે છે. અમારા ઘરમાં લેખન માટે અલગ રૂમ છે. એનો દરવાજો અટકાવી રાખું. જે કંઈ પણ લખવાનું હોય મને મોટાભાગે
ખબર હોય. એટલે ક્યારે
એને ડિસ્ટર્બ કરવો કે ક્યારે બારણાંને ટકોરા પણ મારવા એનું
હું બખૂબી ધ્યાન રાખું છું. વળી, બને ત્યાં સુધી બપોરે એક વાગ્યા સુધી ફોનના જવાબ પણ હું આપું.’

પોતાની
વ્યક્તિ વિશે વાતો કરતાં કરતાં અમીબહેન ખોવાઈ જાય છે. કહે છે,
રઈશ માત્ર શબ્દોનો સાધક નથી. એક સાથે
અનેક આવડતો ધરાવતું વ્યક્તિત્વ છે. બહુ સારો કોમ્યુનિકેટર છે, પોતાની વાતને બહુ સરળતાથી બીજાને સમજાવી શકે. ગૂંચવાયેલા અનેક મુદ્દાઓ એની આવડતને કારણે
સુલઝતાં જોયા છે. બહુ સારો
ટીચર છે. ગઝલના છંદ પણ શીખવી શકે અને બાળકોને સમાજવિદ્યા જેવો વિષય પણ રસપૂર્વક ભણાવી શકે. અમારા ઘરનું ઈન્ટીરિયર કરવાનું હોય કે એના દરેક કાર્યક્રમની સ્ટેજ ડિઝાઈન અને બેઝિક બેનર ડિઝાઈન પણ બનાવવાની હોય પોતાની રીતે
તમામ
ચીજો હેન્ડલ કરી જાણે. પોતાને પરર્ફોર્મ કરવાનું હોય છતાં એનું તમામ ધ્યાન બાકીની વ્યવસ્થા પર પણ હોય. ગમે તેટલી તણાવભરી પરિસ્થિતિ હોય, પ્રેશરમાં કામ કર્યું હોય તો પણ જ્યારે એના હાથમાં માઈક આવે ત્યારે મંચ પર એના હાજરજવાબીપણાં સાથે એકદમ ફ્રેશ
હોય એની ખૂબી
છેશરૂઆતના
વર્ષોમાં ક્યારેક કોઈ બેદરકારી દેખાતી તો થોડો અકળાઈ
જતો પણ છેલ્લા દાયકામાં મેં એને બહુ ઓછીવાર ગુસ્સે થતાં જોયો છે. મારો સ્વભાવ બહુ મળતાવડો નથી પરંતુ રઈશ નાનાંમોટાં સહુ સાથે ભળી જાય. કલાકારો માટે સામાન્ય હોય એવા કોઈ પણ વ્યસનથી મુક્ત છે.
ક્રિકેટ અને તમામ રમતોનો શોખીન પણ લેખન માટે બહુ સહજતાથી બધા શોખનો
ભોગ આપી શકે છે. જો કે, ડાયાબિટીસ થયું ત્યારથી સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સભાન છે.’

પિડીયાટ્રીક્સનું
ભણીને એમાં પ્રેક્ટિસ કરતા
રઈશભાઈ બાળકોના કાઉન્સેલર તરીકે બહુ સફળ રહ્યાં. ત્રણ વર્ષ પહેલાં એમણે ક્રિએટીવીટીની દુનિયાને પૂરો સમય આપવા માટે પ્રેક્ટિસ બંધ કરવાનો નિર્ણય લીધો. સમયની વાત
કરતાં અમીબહેન કહે છે, ‘પહેલી વખત રઈશે જ્યારે નિર્ણય વિશે
વાત કરી ત્યારે શરૂઆતમાં જરા ખચકાટ થયો હતો. પરંતુ એકવાર આર્થિક આયોજન થઈ ગયું પછી હું નિશ્ચિંત હતી. બાદ એક
તબક્કો એવો આવ્યો કે રઈશનો વિશ્વાસ ડગમગી
ગયો હતો ત્યારે હું મક્કમ રહી. મને એની પ્રતિભા પર વિશ્વાસ હતો, પણ કદાચ આવક ઓછી થાય શક્યતા હતી.
અમારી લાઈફસ્ટાઈલ બહુ હાઈફાઈ નથી આથી આગળની ચિંતા
કરવાનું મેં મૂકી દીધું. આવકની ચિંતા કરતા મને વધુ ચિંતા હતી કે, લેખક તરીકે સફળ અને સાર્થક જીવન જીવાશે? કંટાળી તો
નહીં જાય ને?’

લેખનના
મૂડ અને માહોલ વિશે બંને પોતાના વિચારો વ્યક્ત કરે છે. રઈશભાઈ કહે છે, ‘કોઈ વખત અમીનો મૂડ હોય કે
કોઈ મુદ્દે અમે દલીલો કરી બેઠાં હોય તો પણ અમી મારો લખવાનો મૂડ અને ડેડલાઈન જાળવી રાખે.’ પછી હસતાં હસતાં ઉમેરે છે, ‘એણે કંઈ પણ કરવું હોય, કહેવું હોય કે ઝઘડવું હોય બધું એક વાગા પછી કરે!’

અમીબહેન
કહે છે, ‘હું જરા શોર્ટ ટેમ્પર છું. નાનીમોટી તકલીફ આવે ત્યારે જાતે હેન્ડલ કરી લઉં પણ કોઈવાર એણે મેદાનમાં આવવું પડે. જો કે, એનું મહત્વનું લખવાનું કામ ચાલતું હોય ત્યારે હું ધીરજ રાખું છું. ઘરની કે બહારની કોઈપણ નાની મોટી સમસ્યા હોય, રઈશ પાસે લગભગ દરેક ક્ષેત્રની અને દરેક પ્રકારની આવડતો હોવાથી કોઈપણ ઈશ્યુ
સહજતાથી પાર
પાડી શકે છે. બસ બહુ
સંવેદનશીલ છે. ઘણી વખત સંવેદનશીલ સ્વભાવને
કારણે અન્યાય પણ સહન કરી બેસે છે.’

રઈશભાઈને
ઘણાં વાચકોએ સ્ટેજ ઉપર અલક મલકની વાતો કરતાં સાંભળ્યા હશે. શબ્દોનો ભંડોળ
એમણે બાળપણથી કેળવી રાખ્યો છે એવું કહીએ તો વધુ પડતું નથી. મૂળે કિલ્લા પારડી
ગામના. નવમા ધોરણમાં ભણતા હતા સમયે પોતાની
આસપાસ રહેતા મિત્રો અને પિતરાઈઓને હપ્તાવાર વાર્તા કહેતાં. હપ્તાવાર વાર્તા
મનમાં વિચારી રાખે અને પછી કોઈ એક એવા ઉત્સુક અંત ઉપર વાર્તા કહેતાં કહેતાં ક્રમશ: કહીને બીજે દિવસે બધાંને ફરી એકઠાં કરીને વાર્તાને આગળ વધારે. ફક્ત અગિયાર વરસની ઉંમરથી જોડકણાં લખતા રઈશભાઈએ પહેલી વખત કેવી રીતે જઈશ ગુજરાતી મૂવી માટે ગીત લખ્યું પછી વિશ્ર્વાસઘાત,
પોલંપોલ, મુસાફર, આપણો ધીરુભાઈ, તો પ્રેમ
છે, વિટામીન શી, દોડ પકડ, જે પણ કહીશ તે સાચું કહીશ જેવી
ફિલ્મોમાં ગીત લખ્યાં. સંજય લીલા ભણસાલીની રામલીલા માટે પિસ્તાલીસ મિનિટનો સમય આપવામાં આવેલો અને એમણે દસ મિનિટમાં જે ધૂન સંભળાવવામાં આવી હતી અને સિચ્યુએશન આપવામાં આવી હતી એને અનુરુપ બેકગ્રાઉન્ડ સોંગ લખી આપ્યું હતું.

રઈશભાઈ
કહે છે, ‘લખવું તો બધું ગમે છે.
કાર્ય અનેક ક્ષેત્રો સુધી વિસ્તર્યું પણ સૌથી વધુ કસોટી તો વાર્તાનાટક વગેરે લખવામાં થાય. ગમે બધું . વળી, સારા ફિલ્મી ગીતો ઈમોશન(ઉર્મિ) સાવ સરળ શબ્દોમાં પહોંચાડે. સાહિત્યિક શબ્દોનો ત્યાગ કરી માત્ર હજાર બે હજાર લોકોને નહીં સેંકડો લોકોને સમજાય એવા શબ્દોમાં ભાવવાહી અને અસરકારક વાત કહેવી પડે. ફિલ્મી ગીતોમાં ક્યારેક શબ્દો પહેલા લખાય, ક્યારેક ટ્યૂન પહેલી બને. મને બન્ને રીત ફાવે છે.’

આજીવિકા
માટે ફક્ત શબ્દોને સહારે આગળ વધવાના નિર્ણય વિશે રઈશભાઈ કહે છે, ‘વર્ષોથી મનમાં એક ઈચ્છા ધરબાયેલી હતી કે, ક્રિએટીવ વર્ક કરવું છે.
હું ભણ્યો સમયે તો
એકપણ પૈસો ખર્ચ્યા વગર માત્ર સ્કોલરશીપ અને ઈનામોના પૈસાથી ડોક્ટર બનાતું, એટલે ડોક્ટર બનવા માટે પરિવાર પર કોઈ ભાર નહોતો નાખ્યો. આથી કદાચ પરિવારે
સાહિત્યમાં જતાં રોક્યો હોત, પરંતુ હું
21
વર્ષનો હતો ત્યારે પિતાજીનું અવસાન
થતાં એક ગંભીરતા આવી ગઈ જેના કારણે સ્થિર થવા માટે પ્રેક્ટિસ કરવાનું નક્કી કર્યું. ખૂબ પૈસા કમાવાનું ધ્યેય જીવનમાં કદી નહોતું. એટલે જરૂરી બચત કરીને 15-20 વરસમાં પ્રેક્ટિસ છોડી દઈશ એમ કેહતો. અમે નિસંતાન રહેવાનું નક્કી કર્યું એની પાછળનું મુખ્ય કારણ પણ . પ્રેક્ટિસની સાથેસાથે
રોજ રાતે નવથી એક સુધી લેખન વાંચન કરતો. વર્ષોમાં ગઝલની
સાથે સાથે થોડા પુસ્તકો થયાં. એમાં જ્યારે જાવેદ અખ્તર અને ગુલઝારજીએ મુક્ત કંઠે પ્રશંસા કરી ત્યારે થયું કે કશુંક વ્યક્ત થયા વિના રહી ગયું છે અને એને તક આપવી રહીએક
નાટ્યશિબિરમાં મુંબઈના નાટ્યકાર નૌશિલ મહેતાએ ખૂબ પ્રોત્સાહન આપ્યું. એમની પ્રેરણાથીલવ યૂ
જિંદગીનાટક લખ્યું અને પ્રતિભાને બરાબર એરણ પર ચડાવે એવી એક નવી દિશા ઉઘડી.

બાળરોગ
નિષ્ણાત તરીકે 13 વર્ષ ક્લિનિક અને નાનું નર્સિગ હોમ ચલાવ્યું, ત્યારબાદ કાર્યક્રમોના નિમંત્રણો વધવા લાગ્યા એટલે નોનઈમરજન્સી કામ કરીશ એમ વિચારી પ્રેક્ટિસ બાળકોના વિકાસ અને અભ્યાસના પ્રશ્નો પર કેન્દ્રિત કરી દીધી (ચાઈલ્ડ ડેવલપમેન્ટ એન્ડ બિહેવિયર) એમાં પણ ખૂબ સફળતા મળી. પાર્ટ ટાઈમ કામ કરવાની ગણતરી હતી પણ ફિલ્ડનું કામ
વધતું ગયું. 7 વરસ ચાઈલ્ડ
સાઈકોલોજીના ફિલ્ડમાં કામ કર્યા પછી, એટલે કે બરાબર 20 વરસ (1993-2013) પ્રેક્ટિસ કર્યા પછી ખુદનેવોલેન્ટરી રિટાયરમેન્ટનો હકદાર સમજી 2013માં 47 વર્ષની ઉંમરે લેખનવાચનને સમર્પિત જિંદગી જીવવાનું નક્કી કર્યું.’

મહત્ત્વના
નિર્ણયોથી માંડીને સર્જનપ્રક્રિયા એમ દરેક કામમાં અમીની એની દૃશ્ય અથવા અદૃશ્ય હાજરી હોય . એટલે પોતે
પ્રેક્ટિસ કરવાને બદલે ફૂલટાઈમ મને સહયોગ આપે છે. જો લાંબી ટૂર હોય તો અમીની સાથે જવાનું પસંદ
કરું છું. વળી, અમીમાં વ્યવસ્થાપનની ગજબ આવડત છે.’

રઈશભાઈ
પોતે એક ડૉક્ટર પણ છે. તેઓ કહે છે, ‘બીજાં ડોક્ટરો મારા વિશે કહે છે કે રઈશભાઈ કવિ તરીકે સારા. જ્યાકે કવિઓ મારે વિશે કહે છે કે રઈશભાઈ ડોક્ટર તરીકે સારા. એટલે હું મૂંઝાયેલો રહેતો. પણ.. જ્યારે જે કર્યું તલ્લીન થઈને
કર્યું. મેં અનુભવ્યું છે કે મારો મોક્ષ દામ, નામ કે આરામમાં નથી, તલ્લીન થઈને કામ કરવામાં છે. એટલે હું જેમાં પણ તલ્લીન થઈ શકું કામ અને
ઓળખ મને
ગમે છે. લોકો જેમાં તલ્લીન થઈ શકે એવું સર્જન કરવામાં હું તલ્લીન રહું છું. સાચું પૂછો તો માત્ર સર્જક માટે નહીં, સહુ માટેટુ બીઅનેટુ ડૂવચ્ચેનો એટલે કેહોવુંઅનેકરવુંવચ્ચેનો સેતુ તલ્લીનતા છે.
માણસ એકાગ્ર થાય એટલે એની કાર્યક્ષમતા કસોટી પર ચડે છે. જો કાર્ય પડકારરુપ છતાં શક્ય હોય અને પસંદ હોય તો કાર્ય પણ સાકાર થાય છે અને વ્યક્તિ તરીકે પણ વિકાસ અને સાર્થકતાનો અનુભવ થાય છે.’

પોતાની
લખેલી અને સૌથી વધુ ગમતી પંક્તિ ટાંકીને અંતમાં રઈશભાઈ કહે છે,

સાચો
છું તો હું મને
સાબિત નહીં કરું

હું
સત્યને રીતથી લજ્જિત
નહીં કરું

પીપળાના વૃક્ષનું પુજન કરવાથી જીવનના કષ્ટ દુર થાય છે
પીપળાના વૃક્ષનું પુજન કરવાથી જીવનના કષ્ટ દુર થાય છે
By Viral Joshi
દુધનો રંગ કેમ સફેદ હોય છે?
દુધનો રંગ કેમ સફેદ હોય છે?
By Viral Joshi
અનિલ અંબાણીનું 5 હજાર કરોડનું ઘર,  મુકેશ અંબાણીના ઘરથી નથી સહેજ પણ કમ
અનિલ અંબાણીનું 5 હજાર કરોડનું ઘર, મુકેશ અંબાણીના ઘરથી નથી સહેજ પણ કમ
By Vishal Dave
Sofia Ansari એ ઈન્ટરનેટ પર બોલ્ડનેસની તમામ હદો પાર કરી
Sofia Ansari એ ઈન્ટરનેટ પર બોલ્ડનેસની તમામ હદો પાર કરી
By Hardik Shah
ભારતના આ શહેરોમાં છે ટ્રાફિકજામની સૌથી વધુ સમસ્યા
ભારતના આ શહેરોમાં છે ટ્રાફિકજામની સૌથી વધુ સમસ્યા
By Vishal Dave
જુઓ, ઓડિશા રેલ અકસ્માતના હૃદયદ્રાવક દ્રશ્યો
જુઓ, ઓડિશા રેલ અકસ્માતના હૃદયદ્રાવક દ્રશ્યો
By Viral Joshi
બિકીની ટોપ પહેરી બીચ પર સુરભિ જ્યોતિએ આપ્યો સુંદર પોઝ
બિકીની ટોપ પહેરી બીચ પર સુરભિ જ્યોતિએ આપ્યો સુંદર પોઝ
By Hiren Dave
શું છે વાયરલ કહેવત 2 જૂનની રોટલીનો અર્થ
શું છે વાયરલ કહેવત 2 જૂનની રોટલીનો અર્થ
By Vipul Pandya
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

પીપળાના વૃક્ષનું પુજન કરવાથી જીવનના કષ્ટ દુર થાય છે દુધનો રંગ કેમ સફેદ હોય છે? અનિલ અંબાણીનું 5 હજાર કરોડનું ઘર, મુકેશ અંબાણીના ઘરથી નથી સહેજ પણ કમ Sofia Ansari એ ઈન્ટરનેટ પર બોલ્ડનેસની તમામ હદો પાર કરી ભારતના આ શહેરોમાં છે ટ્રાફિકજામની સૌથી વધુ સમસ્યા જુઓ, ઓડિશા રેલ અકસ્માતના હૃદયદ્રાવક દ્રશ્યો બિકીની ટોપ પહેરી બીચ પર સુરભિ જ્યોતિએ આપ્યો સુંદર પોઝ શું છે વાયરલ કહેવત 2 જૂનની રોટલીનો અર્થ