Download Apps
Home » સૂર અને કંઠનો સથવારો- હેમા અને આશિત દેસાઈ

સૂર અને કંઠનો સથવારો- હેમા અને આશિત દેસાઈ

ગાંધી
પિક્ચરમાં અંતમાં એક ઘૂટાયેલા અવાજમાં ભજન આવે છે, વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે…. તેના ગાયક આશિત દેસાઈ અને એમના ખરા અર્થમાં જીવનસંગીની એવાં હેમા દેસાઈની સૂરીલી અને બહુ અજાણી વાતો
આજેસર્જકના સાથીદારમાં માણીશું.


સર્જકના
સાથીદારમાં આપણે લેખક, કવિ, ફિલ્મ દિગ્દર્શક એવા વ્યક્તિઓના જીવનસાથીઓની વાત માણી છે. આજે એક સૂરીલી સફરમાં આપણે સૌ જવાના છીએ. આખો પરિવાર ગીત, સંગીત અને
નાટક, ફિલ્મની દુનિયા સાથે જોડાયેલો છે. પતિપત્ની ગાયક છે તો પુત્ર આલાપ પણ સંગીતની દુનિયામાં છે. જ્યારે પુત્રવધૂ સ્નેહા નાટકો લખે છે.

મુંબઈના
વિલે પારલે વિસ્તારમાં સૂરમય માળો
વસે છે. ઘરમાં પ્રવેશતાં એક શીતળતા
મનને સ્પર્શી જાય છે. નાગરોની ઓળખ એવા હીંચકા ઉપર આશિતભાઈ બેઠાં છે. હૉલમાં
આશિતભાઈ અને હેમાબેનને મળેલાં અનેક ઈનામો અને શિલ્ડ સરસ રીતે ગોઠવાયેલા નજરે પડે છે.


એક
સૌમ્ય સ્મિત સાથે વાતોની શરુઆત થઈ. સાવ નિખાલસતાપૂર્વક લખું તો મને એમ હતું કે,
આશિત દેસાઈ અને હેમા દેસાઈ ગુજરાતી સુગમ સંગીત ક્ષેત્રે મોટું નામ ધરાવતું યુગલ છે. આશિતભાઈએ પોતાની વાતો કહેવી શરુ કરી ત્યારે એમની વાતો સાંભળીને હું તો આશ્ર્ચર્યમાં પડી ગઈ. કેટકેટલું એમણે મેળવ્યું છે, દિગ્ગજો સાથે કામ કર્યું છે અને એકદમ નિરાભીમાની વ્યક્તિત્વના માલિક છે.


પંડિત
રવિશંકરજી સાથે તેમણે સતત તેર વર્ષ સુધી કામ કર્યું છે. ‘ચાણક્યસિરિયલનું મ્યુઝિક તેમણે આપ્યું છે. હેમામાલિની માટે મ્યુઝિક બનાવે
છે. એશિયાડ ગેમ્સમાં અથ સ્વાગતમ્ ગીત યુગલના કંઠે
ગવાયું હતું….

અમારી
વાતચીત ચાલતી હતી ત્યાં હેમાબેન આવ્યાં.
નમસ્તે કહીને એમણે તો જાણે વર્ષોનો પરિચય હોય એમ વાત શરુ કરી. સીધું એમ કહ્યું કે,
હું તો તમારા લેખો વાંચું છું.


આશિતભાઈ
હીંચકતાં હતા, હેમાબહેને પૂછ્યું, મારા માટે જગ્યા છે. આશિતભાઈએ એવું પ્રેમથી કહ્યું, તારી જગ્યા તો મારા દિલમાં છે…. 66 વર્ષની ઉંમરે બંનેની બોડી લેંગ્વેજ અને સ્નેહ દિલને ગમી જાય એવો છે.

ઠેંસ
મારીને હીંચકાને ઝૂલાવતા આશિતભાઈએ પૂછ્યું, મારી વાત શરુ કરું? મૂળ તો અમે પેટલાદ ગામના વડનગરા નાગર. વડોદરામાં મોટો થયો અને પિસ્તાલીસ વર્ષથી મુંબઈગરો થઈ ગયો છું. મેં ગાયકીની કોઈ વિધિવત તાલીમ
લીધી નથી. ઘરમાં માહોલ એવો હતો
કે, ક્યાંય શીખવા જવું
પડ્યું. વળી, નાનો હતો ત્યારની વાત હજુય યાદ છે. ભણતાં હોઈએ ત્યારે રિલેક્સ થવા માટે બીજા બધાં છોકરાઓ બહાર રમવા જાય કે તોફાન કરે. જ્યારે અમારા ઘરમાં લેશન કરતાં કરતાં અમે થાકી જઈએ એટલે મમ્મીપ્પપા કહે કહે, ચાલો આપણે
ગીતો ગાઈએ…. બસ અમારું
રિલેક્સેશન અને ગીતો ગાયા પછી એકદમ હળવાશ લાગે. લેશનનો બધો ભાર ઉતરી
જાય.

કાકા
વાયોલીન અને વાંસળી વગાડે, પપ્પા હારમોનિયમ પર હોય અને મમ્મી ગીતો ગાય. મને ઘરમાં યુનિવર્સિટી જેવું
સંગીતનું શિક્ષણ મળી રહ્યું હતું. કોલકાતા, વડોદરા અને વિદ્યાનગરમાં અભ્યાસ પૂરો થયો પછી એવું
લાગ્યું કે, સંગીતમાં આગળ વધવું હોય તો મુંબઈ જવું પડે. બંદા મુંબઈ આવી ગયા. મારા કાકા અહીં રહેતા હતાં
એટલે બીજી કોઈ સમસ્યા તો હતી નહીં. મુંબઈ આવ્યો ત્યારે સંગીતનું કામ તો સાંજે હોય. દિવસના ભાગે
કરવું શું? એમ વિચારીને જે.એમ.બક્ષી નામની શિપિંગ કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકેની નોકરી લીધી. પછી મને
હિઝ માસ્ટર્સ વોઈસ– HMVમાં મ્યુઝિક પ્રોડ્યુસર તરીકે નોકરી મળી. મોટામોટાં માથાઓ વચ્ચે હું રિધમ કમ્પોઝ કરતો અને બધું કન્ડક્ટ પણ કરતો. નોકરી આઠ
મહિનામાં મૂકી દીધી. દિવસોમાં
હું મારી ગાયક તરીકેની ઓળખ કેળવવામાં પડ્યો હતો. અવિનાશ વ્યાસના દીકરા ગૌરાંગ વ્યાસે મને નિમંત્રણ આપ્યું અને પછી પ્રાઈવેટ
શોઝ મળતા ગયા. ધીમેધીમે એક ઓળખ મળતી ગઈ. અજિત મર્ચન્ટ, નીનુ મજૂમદાર, પુરુષોત્તમ ઉપાધ્યાય અને ગ્રેટ અવિનાશભાઈ વ્યાસના આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું.


પછી મને ફિલ્મોમાં ગાવાનો બ્રેક મળ્યો. સંત સૂરદાસ નામની ગુજરાતી ફિલ્મમાં ઉષા મંગેશકર સાથે યુગલગીત ગાવા મળ્યું. સોનબાઈની ચૂંદડી ફિલ્મમાં કોણ હલાવે લીંબડી ગીત મેં
ગાયું અને તેના માટે મને ગુજરાત સરકાર તરફથી બેસ્ટ સિંગરનો એવોર્ડ પણ મળ્યો. ગુજરાત રાજ્યનો પંડિત ઓમકારનાથ એવોર્ડ પણ મળ્યો. ગુજરાતી ફિલ્મો સાથે નાતો રહ્યો. પણ ઝૂકાવ સુગમ સંગીત તરફ અને પછી ડિવોશનલસ્પિરિચ્યુઅલ મ્યુઝિક તરફ હું વળી ગયો. ભગવાનની સ્તુતિ સમયે આંખો બંધ કરીને ગાઉં ત્યારે મને તો દિવ્ય અનુભૂતિ થાય છે. જાણે હું પોતે ભક્તિમાં લીન
થઈ ગયો હોઉં એવું લાગે છે.

ઓડિસી
નૃત્યાંગના પ્રોતિમા બેદી સાથે, ભરત નાટ્યમ, કથ્થકમાં પંડિત દુર્ગાલાલજી સાથે કામ કર્યું, અભિનેત્રી હેમામાલિની જે કાર્યક્રમો કરે છે તેના માટે પણ હું મ્યુઝિક તૈયાર કરું છું. અલગ અલગ નૃત્યશૈલીની ગાયકી, સંગીત અને નૃત્યની મુદ્રાઓ મને ખબર છે આથી કલાકારોને મારી સાથે થોડું સરળતાથી કામ પાર પડી જાય. ડૉ.ચંદ્રપ્રકાશ દ્વિવેદીની ચાણક્ય સિરીયલમાં મ્યુઝિક મેં આપ્યું અને હેમાએ તેનું ટાઈટલ સોંગ ગાયું હતું. સિરીયલ દૂરદર્શન
પર ધૂમ મચાવતી ત્યારે ઘણાં કાર્યક્રમોમાં અમને ફક્ત ચાણક્યનું ટાઈટલ સોંગ ગાવાની ફરમાઈશ થતી. સાત પગલાં આકાશમાં, સૂરજમુખી, સો દાડા સાસુના, ગતિ, શ્રદ્ધા જેવી ટેલિવિઝન સિરીયલોમાં પણ સંગીત પીરસ્યું. મરાઠી સિરીયલ ચતુરાઈમાં પણ સંગીતની જવાબદારી મારી હતી.

જો
કે મારી જિંદગીમાં ટર્નિગ પોઈન્ટ આવ્યો પંડિત રવિશંકર સાથેની મુલાકાત બાદ. 1988માં પંડિતજીના ચીફ આસિસ્ટન્ટ પંડિત વિજયરાઘવ રાવનો મારી ઉપર ફોન આવ્યો. પંડિતજી સાથે લંડન ગયો. રિચર્ડ એટનબરોની બનાવેલી ગાંધી મૂવીમાં મેં ભજન ગાયું, વૈષ્ણવજન તો તેને રે કહીએમારી કરિયરનો બિગેસ્ટ બ્રેક હતો. પછી
1982
ની એશિયાડ ગેઈમ્સમાં પંડિત રવિશંકરનું મ્યુઝિક અને અમે બંનેએ અથ સ્વાગતમ્ ગાયું હતું. જ્ઞાની ઝૈલસિંઘના હસ્તે અમને પ્રશસ્તિ પત્ર મળ્યું હતું. જે આજે પણ ઘરની દિવાલ ઉપર અમારી સફળતાની હાજરી
પૂરે છે. 38 વર્ષની ઉંમરે રશિયામાં ક્લોઝીંગ સેરેમનીફેસ્ટિવલ ઓફ ઈન્ડિયામાં 150 લોકોના ઓરકેસ્ટ્રાને મેં ગાઈડ કર્યું હતું. હજારની કેપેસિટીવાળું
ઓડિયન્સ અને દોઢસો લોકો ફક્ત મારા ઈશારા ઉપર સંગીત પીરસતાં હતાં. બહુ યાદગાર
અનુભવ હતો. પંડિતજીને જ્યારે પણ મારું કામ હોય ત્યારે ફોન પર કહે, આશિત, ક્યા કર રહે હો? જાઓ દિલ્હી

આશિતભાઈ
એક મજેદાર વાત કહે છે, ‘થોડાં સમય પહેલા એક પત્રકાર આવેલા. કોઈ મેગેઝીનમાં
એક સાથે પચાસ લોકોના ઈન્ટરવ્યૂ છાપવા માગતા હતા. વિષય એવો હતો કે, જાહેર જીવનમાં સફળ થયેલાં મુંબઈ નસીબ અજમાવવા આવેલાં લોકોની સંઘર્ષગાથા. મારી મુલાકાત તો થઈ ગઈ. થોડાં દિવસો બાદ અંક પ્રકાશિત
થઈ ગયો. પત્રકાર સાથે
કોઈ કાર્યક્રમમાં મુલાકાત થઈ તો સહજ વાત નીકળી અને મેં પૂછ્યું કે, તમે પેલી મુલાકાત સમાવી નહીં શક્યા? એમણે કહ્યું, તમારી કરિયર સીધી લીટીમાં ચાલી છે.
એમાં કોઈ ઉતારચઢાવ કે સંઘર્ષ નથી એટલે તમારો લેખ ડ્રોપ કર્યો.’ 
વાત કહીને તેઓ મુક્ત મને હસી પડે છે.

જો
કે, મારું માનવું છે કે,
પોતાના પૂરતો સંઘર્ષ બધાંએ કરેલો હોય છે.
ઘણાં લોકો સંઘર્ષના સમયને પચાવીને
સહજતાથી જીવી જાય છે. કેટલાંક લોકો સંઘર્ષને અવસરમાં પલટાવી શકે છે, તકલીફ હોય તો પણ ફરિયાદ કરવી એવો
સ્વભાવ હોય ત્યારે કદાચ સંઘર્ષ સહજ બની જતો હશે. એટલે સામેવાળી વ્યક્તિને સીધી એક
લાઈનમાં કરિયરનો
ગ્રાફ ઉપર જતો હોય તો રોમાંચક લાગે!

નાઉ
ઓવર ટુ હેમાબેન.

હેમાબેન
પણ આશિતભાઈને કોઈ કાર્યક્રમમાં મળી ગયેલાં.
બંને સંગીતના જાણકાર હોય એવા જીવનસાથીની શોધમાં હતાં. બંને એકબીજાંને ગમી ગયા. હેમાબેન પણ વડનગરા નાગર છે. 14મી ફેબ્રુઆરી, 1976ના બંને કોઈ સંગીતના કાર્યક્રમમાં મુલાકાત થઈ અને પછી પરિવારજનોને
વાત કરી અને લવ કમ એરેન્જ મેરેજ થઈ ગયાં.

હેમાબેન
કહે છે,’લગ્ન થયાં ત્યારથી માંડીને આજ દિન સુધી અમે હંમેશાં સાથે ગાયું છે.
આશિતના મનમાં કોઈ ધૂન રમતી હોય તો એની પહેલી શ્રોતા હું . મને ધૂન
સંભળાવે. પછી શબ્દો કહે. એની ધૂનની પહેલી ગાયક હું.’

કોઈ
ધૂનમાં સૂર આમતેમ કરવાનું સૂચન કરો ખરાં? હેમાબેન કહે છે, ‘કોઈવાર કરું ખરાં. એને મારી વાત ગળે ઉતરે તો માને બાકી પણ માને!
એમને મધરાતે કોઈ ધૂન સૂઝે તો હું ઘસઘસાટ ઉંઘતી હોંઉ તો પણ મને ઉઠાડે. ધૂન સંભળાવીને જંપ લે.
પછી મને કહે હવે તું શબ્દો ગાઈ
બતાવ. એટલે હું ઉંઘ ખંખેરીને એમને ગાઈ દઉં.’

યાદગાર
અનુભવો વિશે હેમાબેન કહે છે, ‘દેશવિદેશમાં અનેક કાર્યક્રમો કરીએ. સ્ટેજ પર હોઈએ ત્યારે એક અલગ અનુભૂતિ થાય.
આલાપનો જન્મ 24 ઓક્ટોબરે થયો. એના બે દિવસ પહેલાં મેં સ્ટેજ શો કર્યો હતો. એક મહિનો અને દસ દિવસ થયાં કે હું ફરી કામે ચડી ગઈ હતી. નાનો હતો ત્યારે તો અમે સાથે લઈને કાર્યક્રમો
કરવા જતાં. ઓડીટોરિયમમાં કોઈને આપી દઈએ તો રહેતો પણ
ખરો. સ્ટેજ અને સંગીતના માહોલથી બહુ નાનપણથી
ટેવાઈ ગયો
છે.

એકવખત
નાસિકમાં શો હતો અને આલાપ બહુ બીમાર હતો. એને મૂકીને હું નીકળી શકું એમ હતી. બેક સ્ટેજમાં
મને દેખાય રીતે એનું
ઘોડિયું રાખ્યું અને સ્ટેજ પરર્ફોમન્સ આપ્યું. થોડીથોડી વારે એની નજીક જઈને જોઈ આવું કે, બરોબર તો
છેને. એક વખત તો આશિતના પપ્પા અચાનક બીમાર પડ્યાં. એમને હૉસ્પિટલે મૂકીને સીધી સ્ટેજ ઉપર કાર્યક્રમ માટે પહોંચી ગઈ.

છેલ્લાં
કેટલાંય વર્ષોથી યુકેમાં નવરાત્રી માટે અમે જઈએ છીએ. સતરેક વર્ષ પહેલાં લંડનમાં નવરાત્રી ઉપર ગયેલાં. મારો ભાઈ ગૂજરી ગયેલો. જો બધાંને ત્યાં કહી દઉં તો લોકોની નવરાત્રીનો
તહેવારને મૂડ જતો રહે. કોઈ હાવભાવ લાવ્યા
વગર નવેનવ રાત્રી ગરબા ગાયા અને છેલ્લે દિવસે લોકોને વાત
ખબર પડી ત્યારે બધાં
અચંબામાં મૂકાઈ ગયાં. એમણે એવું કહ્યું કે, અમે તો ગરબે ઘૂમતા હતા અને તમે દર્દમાં પીસાતાં હતા.’

સૂરીલી
સાથીદારમાં શું ગમે છે? આશિતભાઈ કહે છે,’ એનો કંઠ મને બહુ ગમે છે. ગરબા, લોકસંગીત અને
ગીતો ગાય ત્યારે હું ખોવાઈ જાઉં છું. હેમા સાથે હોયને તો મને હંમેશાં એવું લાગે કે મારુંહોમ’- ઘર મારી સાથે છે. સ્ટેજ ઉપર હું બહુ તટસ્થ હોઉં છું. મારી પત્ની હોવાનો લાભ એને એકેય સૂરમાં આપતો નથી. પહેલી વખત
મળી ત્યારથી મને એનો અવાજ બહુ ગમે છે. દિવસમાં એકાદ વખત અમે બંને અમારા ગળાની સાફસફાઈ કરી લઈએ. રિયાઝ માટે એવો કોઈ ફિક્સ સમય નથી. પણ ઘરમાં ગાવાનું તો ચાલ્યા કરતું હોય
છે.’

હેમાબહેન
કહે છે,’અમે જાપાન અને ચીન સિવાય લગભગ જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે ત્યાં ત્યાં સંગીત પીરસ્યું છે. અમે બંને એકબીજાંને કમ્પલીટ કરતાં હોઈએ એવું લાગે છે. એકબીજાંની સ્પર્ધા તો કોઈ દિવસ હતી. આશિત દસમે
પગથિયે હતા ત્યારે હું પહેલું પગથિયું ચડતી હતી. હું, આશિત અને દીકરો આલાપ અમે ત્રણેય સ્ટેજ પર હોઈએ અને પરફોર્મ કરતાં હોઈએ સૌથી વધુ
આનંદની પળ હોય છે. એકબીજાંની નબળાઈઓ અને તાકાતને ઓળખતાં હોઈએ એટલે વધુ સરસ રીતે પરફોર્મ થઈ શકે એવો મારો અનુભવ છે.’

હેમાબેનને
આશિતભાઈ ગઝલો ગાય ગમે છે.
આશિતભાઈની ગમતી રચના છે, શોભિત દેસાઈની પંક્તિઓ

જરા
અંધાર નાબૂદીનો દસ્તાવેજ લઈ આવ્યો

 

અરે
લ્યો આગિયો સૂરજથી થોડું તેજ લઈ આવ્યો


યુગલનું જય જય શ્રીનાથજી આલ્બમ સૌથી વધુ સુપરહિટ થયું છે. અમારી વાતચીત ચાલતી હતી ત્યાં આશિતભાઈના બા
આવ્યાં. બા માટે ક્યારે ભજન ગાવ છો? ત્યારે આશિતભાઈએ કહ્યું કે, હું એના ડીએનએમાંથી શીખીને આવ્યો
છું. જે કંઈ ગાઉં છું માટે હંમેશાં
માબાપ અને ભગવાનનો ઋણી છું. બાએ કોઈ દિવસ ફરમાઈશ નથી કરવી પડતી…. બસ.

કવિઓ
અને ગઝલકારોની અનેક અટપટાં શબ્દોવાળી રચનાને આશિતભાઈએ સ્વરબદ્ધ કરી છે. આશિતભાઈ કહે છે, ‘જેને કોઈ હાથ અડાડે એવી
રચનાઓ હું શોધી લઉં. થોડી અઘરી કડીઓ હોય જેને સ્વરબદ્ધ કરવી એક ચેલેન્જ સમાન હોય એના પર લય બેસાડવી મને બહુ ગમે. જેમ કે
નયન દેસાઈની રચના,

માણસ
ઉર્ફે રેતી, ઉર્ફે દરિયો, ડૂબી જવાની ઘટના ઉર્ફે,

ઘટના
એટલે લોહી, એટલે વહેવું એટલે ખૂટી જવાની ઘટના ઉર્ફે

રમેશ
પારેખની રચના છે,

અરે,
મારા હાથ
છે જડભરત ને ઉપર આંગળીઓ અભણ, એકબે

હું
જીવતા મનુષ્યો ગણું તો આખ્ખા નગરમાં
મળે માંડ જણ એકબે


વાત પછી આશિતભાઈ આંખમાં આંસુ થીજી જાય એવો એક કિસ્સો કહે છે,’કવિ જગદીશ જોશીની લખેલી તમામ રચનાઓ લગભગ અમે સ્વરબદ્ધ કરી છે. ઘણી વખત તો એવું લાગતું કે, જગદીશ જોશી એમની રચના જાણે લયમાં બેસે એમ લખે છે
કે શું? બીમાર પડ્યાં.
એક સાંજે એમણે મને ફોન કરીને કહ્યું, આશિત તેં મારા લગભગ બધાં ગીતો સ્વરબદ્ધ કર્યાં છે. એક દિવસ આવીને મને સંભળાવ તો ખરોએમની વાત ધ્યાનમાં
હતી. જવાનો સમય શોધવામાં જગદીશ જોશીનો જવાનો સમય થઈ ગયો અને એમણે વિદાય લીધી. પછી અમારા
બંનેના અફસોસનો પાર રહ્યો. એમની સ્મરણાંજલિ
સભામાં એમના લખેલાં ગીતો
અમે ગાયાં. દિવસે મારું
હ્રદય ખૂબ રડતું હતું

સહેજ
વિચારોમાં ખોવાઈ જઈને યુગલ છેલ્લે
કહે છે, અમારી એક વિશ તમને કહેવી છે, કલાને અને સંગીતને સમર્પિત થયેલાં યુગલની ઈચ્છા
રુંવાડા ઉભા કરી દે એવી છે. તમે લખજો, We wish to die on stage….
સ્ટેજ ઉપર ગીતો ગાતાં ગાતાં અમારાં શ્વાસ
થંભી જાય…  

પીપળાના વૃક્ષનું પુજન કરવાથી જીવનના કષ્ટ દુર થાય છે
પીપળાના વૃક્ષનું પુજન કરવાથી જીવનના કષ્ટ દુર થાય છે
By Viral Joshi
દુધનો રંગ કેમ સફેદ હોય છે?
દુધનો રંગ કેમ સફેદ હોય છે?
By Viral Joshi
અનિલ અંબાણીનું 5 હજાર કરોડનું ઘર,  મુકેશ અંબાણીના ઘરથી નથી સહેજ પણ કમ
અનિલ અંબાણીનું 5 હજાર કરોડનું ઘર, મુકેશ અંબાણીના ઘરથી નથી સહેજ પણ કમ
By Vishal Dave
Sofia Ansari એ ઈન્ટરનેટ પર બોલ્ડનેસની તમામ હદો પાર કરી
Sofia Ansari એ ઈન્ટરનેટ પર બોલ્ડનેસની તમામ હદો પાર કરી
By Hardik Shah
ભારતના આ શહેરોમાં છે ટ્રાફિકજામની સૌથી વધુ સમસ્યા
ભારતના આ શહેરોમાં છે ટ્રાફિકજામની સૌથી વધુ સમસ્યા
By Vishal Dave
જુઓ, ઓડિશા રેલ અકસ્માતના હૃદયદ્રાવક દ્રશ્યો
જુઓ, ઓડિશા રેલ અકસ્માતના હૃદયદ્રાવક દ્રશ્યો
By Viral Joshi
બિકીની ટોપ પહેરી બીચ પર સુરભિ જ્યોતિએ આપ્યો સુંદર પોઝ
બિકીની ટોપ પહેરી બીચ પર સુરભિ જ્યોતિએ આપ્યો સુંદર પોઝ
By Hiren Dave
શું છે વાયરલ કહેવત 2 જૂનની રોટલીનો અર્થ
શું છે વાયરલ કહેવત 2 જૂનની રોટલીનો અર્થ
By Vipul Pandya
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

પીપળાના વૃક્ષનું પુજન કરવાથી જીવનના કષ્ટ દુર થાય છે દુધનો રંગ કેમ સફેદ હોય છે? અનિલ અંબાણીનું 5 હજાર કરોડનું ઘર, મુકેશ અંબાણીના ઘરથી નથી સહેજ પણ કમ Sofia Ansari એ ઈન્ટરનેટ પર બોલ્ડનેસની તમામ હદો પાર કરી ભારતના આ શહેરોમાં છે ટ્રાફિકજામની સૌથી વધુ સમસ્યા જુઓ, ઓડિશા રેલ અકસ્માતના હૃદયદ્રાવક દ્રશ્યો બિકીની ટોપ પહેરી બીચ પર સુરભિ જ્યોતિએ આપ્યો સુંદર પોઝ શું છે વાયરલ કહેવત 2 જૂનની રોટલીનો અર્થ