Download Apps
Home » કવિતા સાથેનું સગપણ જીવતા યુગલની વાત

કવિતા સાથેનું સગપણ જીવતા યુગલની વાત

અહીંથી
મારું ઘર ફક્ત સાડત્રીસ ડગલાં દૂર છે.

મારી
પાસે સાડત્રીસ બ્લેઝરકોટ છે.

સાહેબ
અમે તમારા ઘરે સાડત્રીસ વાર આવી ગયા.


કવિની કારની નંબર પ્લેટમાં પણ સાડત્રીસનો આંકડો છે.

સાડત્રીસનો
આંકડો એમના દિલમાં એવો વસી ગયો છે કે વાત પૂછો. લેખની શરૂઆતમાં
જે વાક્ય લખ્યું છે કે, અહીંથી મારું ઘર ફક્ત સાડત્રીસ ડગલાં દૂર છે ભાવિ પત્ની
વિમલને સંબોધીને કહેવાયું હતું.


એક
પ્રોફેસર પાસેથી માર્ગદર્શન લેવાનું હતું ત્યારે વારંવાર એમને ત્યાં ગયા પછી પણ મળ્યાં
એટલે એમને વિદ્યાર્થીઓએ કહ્યું કે, સાહેબ અમે તમારા ઘરે સાડત્રીસ વાર આવી ગયા. વિદ્યાર્થીઓમાં એક વિદ્યાર્થી
એટલે વિનોદ હરગોવિંદભાઈ જોશી. કવિ વિનોદ જોશી. નામ આપણી
સામે આવે એટલે એમની કેટલીક રચનાઓ તો આપોઆપ આંખો સામે તરી આવે. એમને સ્ટેજ ઉપરથી કવિતાઓનું પઠન કરતા કે ગાતા જોવા પણ એક
લહાવો છે. ઓગસ્ટ મહિનામાં પાંસઠ વર્ષ પૂરા કરનાર કવિ, ભાવનગર યુનિવર્સિટીના
ગુજરાતી ભવનના પ્રાધ્યાપક અને અધ્યક્ષ એવા ડૉ. વિનોદ જોશી આજે પણ જ્યારે કલાસરૂમમાં વિદ્યાર્થીઓને ભણાવવા જાય ત્યારે વિદ્યાર્થીઓ મંત્રમુગ્ધ થઈને એમને સાંભળતા રહે છે.


ગુજરાતી
સાહિત્ય અકાદમીએ 2015ની સાલમાં જેમને સાહિત્યગૌરવ પુરસ્કારથી પોંખ્યા છે એવા કવિ વિનોદ જોશીના જીવનસંગીની વિમલબેન સાથેની વાતચીત આજે અમે લઈ આવ્યાં છીએ. ગ્રામ્ય જીવનશૈલીના શબ્દોને એટલી સરસ રીતે કવિ એમની
રચનામાં ગોઠવે છે કે દિલમાંથી વાહ શબ્દ સિવાય કંઈ નીકળે. પરંતુ, ઝાલર વાગે
જૂઠડી, તુણ્ડિલતુણ્ડિકા, કૂંચી આપો બાઈજી કાવ્ય સંગ્રહોઅભિપ્રેત, ઉદગ્રીવ, નિવેશ, અમૃત ઘાયલઃ વ્યક્તિમત્તા અને વાઙમય, રેડિયોનાટકઃ સ્વરૂપ સિદ્ધાંત, સૉનેટ, નિર્ભ્રાન્ત, વિશદ જેવા વિવેચનો, રાસતરંગિણી, આજ અંધાર ખુશ્બોભર્યો લાગતો, વિજયરાવ વૈદ્ય સ્મારક ગ્રંથ, કાવ્ય ચયન-2006 જેવા સંપાદન જેમના નામ સાથે પ્રકાશિત થયા છે કવિ વિનોદ
જોશીની આજે વાત કરવી છે.


કવિ
વિનોદ જોશી જેમના માટે પારાશીશી શબ્દ વાપરે છે એવા વિમલ વિનોદ જોશીની મુલાકાત અને સર્જકની સફર વિશે મલબખ વાતો લખવી છે. સર્જકની સફર આમ તો નાનપણથી શરૂ થઈ
ગયેલી. અમરેલી જિલ્લાના નાના એવા ગામ ભોરીંગડામાં તેમનો જન્મ થયો. બોટાદના તુરખા ગામે પ્રાથમિક શિક્ષણ લઈને કવિએ બોટાદકરના નામ સાથે જોડાયેલી બોટાદની કૉલેજમાં સ્નાતકનો અભ્યાસ પૂરો કર્યો. પછી રાજકોટ
ભણ્યા. ચોવીસ વર્ષની ઉંમરે તેમણે પીએચ.ડીની ઉપાધિ મેળવી લીધી. વળી, ઉપાધિ મળે
પહેલાં એમણે
ભાવિ પત્ની વિમલને પોતાનો સંકલ્પ કહી દીધેલો કે, પીએચ.ડી પૂરું થશે પછી
લગ્ન કરીશ. ઉપલેટાના ભાયાવદર ગામે અધ્યાપન પછી ભાવનગરની મહિલા આર્ટ્સ કૉલેજમાં ગુજરાતી વિષયના અધ્યાપક તરીકે તેમણે ફરજ બજાવી. 1988થી આજ સુધી તેઓ ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગના પ્રોફેસર અને અધ્યક્ષ તરીકે કાર્યરત છે. કવિશ્વર દલપરામ એવોર્ડ, કવિશ્રી ઉમાશંકર જોશી એવોર્ડ, કવિશ્રી જયંત પાઠક એવોર્ડ, ક્રિટિક્સ એવોર્ડ, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી એવોર્ડ જેવા પુરસ્કારોથી તેઓ સન્માનિત થયા છે.


કવિઓમાં
તેમના શબ્દો પણ જુદી ભાત પાડે છે અને એમની પર્સનાલિટી પણ એકદમ નોખી તરી આવે છે. વિનોદભાઈ પહેલા ભાગ્યે કોઈ કવિએ
કોટ, ટાઈ અને બૂટ સાથે કાવ્યપઠન કર્યું હશે.

કવિતાઓ
લખવાનું ક્યારે શરૂ કર્યું?


તરત
વિનોદભાઈ જવાબસ્વરૂપે
કહે છે, વ્યાસ, વાલ્મિકી અને ટાગોરને વાંચીએ ત્યારે એમની જે રેન્જ છે, પરંપરાનું સાહિત્ય અને ઉપનિષદ વાંચીએ પછી એવું
લાગે કે હું તો હજુ પંક્તિઓ લખું છું એમ કહેવાય. કવિતા તો હું હજુ શીખું છું. છઠ્ઠું ભણતો હતો ત્યારે પહેલી વખત મેં પંક્તિઓ લખી હતી કે, પોપટ તારી રાતી રે ચાંચ મેં ભાળી, પેલા હાથીની સૂંઢ છે કાળીકાળી અને ભાળી પ્રાસ એમ
બેસી ગયો.
છંદો અને લયનું કોઈ એવું શિક્ષણ મેં નથી લીધું. પણ બાળપણથી બાપુજીના મુખેથી રુદ્રી, ઉપનિષદના પાઠ શ્લોક સાંભળ્યા છે. બ્રાહ્મણ પરંપરાનું વાતાવરણ મળ્યું એમાંથી કંઈક રોપાતું
ગયું હશે. છંદ આપોઆપ મારી અંદર કેળવાઈ ગયા હશે એવું મને લાગે છે. કેમકે, જ્યારે શાળામાં શિક્ષકો છંદ ભણાવતા ત્યારે મને હસવું આવતું કે, છંદ તો કંઈ ભણાવાતા હશે?


દસમા
ધોરણમાં ભણતો હતો ત્યારે શિખરણી છંદમાં લખેલું એક કાવ્ય કુમારમાં છપાયું. બચુભાઈ રાવતે મને ટપાલમાં લખીને મોકલ્યું હતું કે, તમે આટલું સરસ લખો છો તો અછાંદસ નહીં લખતા. હું છંદમાં
સંવાદ પણ કરી શકું.

હું
સૈરંત્રીદ્રૌપદી ઉપર કાવ્ય લખું છું. વિરાટ નગરીમાં દ્રૌપદીને અજ્ઞાતવાસમાં રહેવું પડે છે વિશે સાત
સર્ગમાં કાવ્ય લખી રહ્યો છું. થોડાં સમય પહેલા દીકરા આદિત્યને ત્યાં ઓસ્ટ્રેલિયા ગયો ત્યારે બે સર્ગ પૂરા કર્યાં. જો કે, મને એક વાતનો અફસોસ છે કે, છંદની જેમને સમજ હતી ચીનુભાઈ મોદી
હવે નથી રહ્યા. એમણે મને કહેલું કે, કાવ્ય તું
લખે ત્યારે મારે સાંભળવું છે.’


અમારી
વાતચીત ચાલતી
હતી ત્યાં વિમલબહેને જમવા
માટે ટહુકો કર્યો. મેં સહજ ભાવે કંઈ હેલ્પ કરાવું એવી વાત કરી અને મારા હાથે રોટલી કે પૂરી ગોળ આકારની વણાય છે
તેની ચર્ચા થઈ. એટલે વિનોદભાઈએ કહ્યું કે, ’જેટલું સહજ રસોઈ બનાવવું છે એટલું સહજ મારા માટે કવિતા લખવાનું કામ છે. હું જો છંદોમાં વાતો કરી શકું તો ગીતો લખવા એકદમ સરળ છે. પણ મેં એના ઉપર થોડો અંકુશ રાખ્યો છે. બહુ સિનિયર સ્વરકારોથી
માંડીને આજની પેઢીના સ્વરકારો મારી પાસેથી નવા ગીત લાવો નવા ગીત લાવોની ડિમાન્ડ કરતા રહે છે. પણ મેં મારી જાત સાથે એક કમિટમેન્ટ કર્યું છે કે, ઓન ડિમાન્ડ નથી લખવું. મારી જગ્યાએ કોઈ બીજું હોય તો ફટાક દઈને અનેક રચનાઓ લખીને મોકલી આપે. જો કે મેં એટલું નક્કી કરી રાખ્યું છે કે, મને એવું થાય કે હવે રચના લખ્યા
વગર નહીં ચાલે ત્યારે
હું લખવા
બેસું છું. મારી ગરજે હું લખું તો લખવું એટલું
મેં નક્કી કર્યું છે. ‘’


સરસ
મજાના ભોજન બાદ અમારી ગોઠડી વિમલબેન સાથે શરૂ થઈ. અમારી વાતચીત ચાલતી હતી ત્યારે કવિને બેત્રણવાર કામથી જરા રૂમની બહાર જવું પડ્યું. એક વેદના એમના ચહેરા પર દેખાતી હતી. કેમકે એમના પ્રયાગ બંગલાની બહાર બે સપ્તપર્ણીના વૃક્ષ હતા. બંનેમાં રોગ
આવી ગયો. વધુ જીવી
શકે એમ હતાં એટલે
વૃક્ષો કાપવા
પડ્યા. દર્દ એમના
ચહેરા પર વંચાઈ ગયું. ઘરની લાયબ્રેરી અને ઓફિસ બતાવી વિમલબેને કહ્યું કે, લાયબ્રેરી અમારા
ઘરે દીકરીઓ રહેતી હતી એમણે ગોઠવી છે. મારી બંને બહેનોની બે દીકરીઓએ કમ્પ્યુટરમાં બધાં પુસ્તકોની યાદી
કરી અને આખી લાયબ્રેરી ગોઠવી છે.’

પુસ્તકો
જોઈને વિનોદભાઈએ પૂછ્યું, ‘વિમલ, મારા કાવ્યસંગ્રહ ક્યાં છે?’

વિમલબેને
કહ્યું, ‘બાપુ તો જુઓ
મેં પેલા પુસ્તકોની પાછળ ગોઠવ્યા છે.’

 

મારા
કાન તરત ચમક્યા. વિમલબેન કહે છે, ‘મારી ઘરે બહેનની દીકરીઓ રહેતી એમને બાપુ
કહે અને પૌત્ર પણ એમને બાપુ કહે એટલે છેલ્લાં કેટલાંક વર્ષોથી હું એમને બાપુ કહીને સંબોધન કરું
છું.’


વિમલબેન
પોતે પીએચ.ડી થયેલાં છે. પીટીસી અને બી.એડ્ તથા એમ.એડ્ સુધીનો અભ્યાસ કરીને તેમણે પીએચ.ડીની ઉપાધિ મેળવી છે. યુગલે સંશોધન
કરીને મોટી મોટી ઉપાધિ મેળવી છે એટલું વિશાળ તેમનું
હ્રદય છે અને ખૂબ મોટું એમનું ઘર છે. વિમલબેન કહે છે, ‘લગભગ દરેક વડીલ કવિઓ તેમજ નવી પેઢીના કવિઓ અહીં પોતાનાપણું અનુભવે છે. ઘાયલ સાહેબ, સુમન શાહથી માંડીને અનેક મોટા સર્જકો પ્રયાગ બંગલામાં મહેમાનગતિ માણી ચૂક્યા છે.’


વાતોમાં વિનોદભાઈ બાળપણની
યાદોમાં ખોવાઈ ગયા. તેઓ કહે છે, ‘સુરતના એક મલ્ટી મિલિયોનેર ડાયમંડના વેપારી એમની સાથે સ્કૂલમાં ભણતા. એમની તથા પોતાની દોસ્તીની વાત કરતા કરતા એમણે મજાની વાત કહી કે, અમે નાના હતા ત્યારે કોની બાએ એની ચડ્ડીમાં કેવું અને કેટલું સરસ થીંગડું માર્યું છે એની કમ્પિટિશન કરતાં. રીતસર તેનું એનાલિસિસ કરતાં કે, મારી બાનું થીંગડું તારી બાના થીંગડાં કરતાં વધુ સારું છે. બાળપણની મસ્તીની
પણ એક મજા હતી. બાળપણમાં પિતાએ આપેલા સંસ્કારોની સાથોસાથ એમના વર્તનની અને નીતિની વાત કરી. એમના બાપુજી હરગોવિંદભાઈ ગામના મંત્રી હતાં. ખેડૂતોને સરકારની યોજનાઓ અને ખેડૂતોને ફાયદો થાય એમની
નીતિ રહેતી.’

વિમલબેન
કહે છે, ‘ઘણી વખત રાત્રિના સમયે જો પંચાયતનું કામ કરવાનું આવે તો પેટ્રોમેક્સ ચાલુ કરે. એમનું કામ પૂરું થવાનું હોય ત્યાં મારા સાસુ
લીલાવતીબેન ગોદડું બનાવવા માટેનો સામાન લઈને બેસે. મારા સસરા કામ પૂરું થાય કે તરત પેટ્રોમેક્સ ઠારી
નાખે અને કહે કે, પંચાયતનું છે.
ઘરનું ગોદડું બનાવવા માટે નથી…’


વિનોદભાઈનું
મોસાળ ભોરીંગડા ગામ અને આજે પણ એમના ત્રણ મામા ખેતીવાડી કરે છે. વિનોદભાઈને ખુદને ખેતીના લગભગ દરેક કામ આવડે છે. માહોલની વાતો
અને ગ્રામ્યવાણીની મીઠાશ વિનોદભાઈની રચનામાં દિલને સ્પર્શી જાય છે.


બાળપણ
અને સહજીવનની વાતો સાથે વિમલબેનનો સંવાદ શરૂ થયો. તમારા લગ્ન ક્યારે થયાં એવું વિનોદભાઈને પૂછ્યું ત્યારે એમણે કહ્યું, તારીખો યાદ રાખવાના મામલે હું કાચો છું. પણ યુગલ 1981ની સાલમાં
વેલેન્ટાઇન્સ ડેના પરણ્યું છે. વિમલબેન કહે છે, ‘એમને અમારી લગ્નતિથિ નહીં મારો
જન્મદિન પણ યાદ નથી રહેતો. હજુ થોડા મહિના પહેલાં 29મી મેના રોજ મારો જન્મદિન ગયો. અમે દીકરાને ઘરે ઓસ્ટ્રેલિયા હતા. મીઠાઈ બનાવેલી બંને બાપદીકરો અને પૌત્ર જમતા હતા ત્યારે મેં પુત્રવધૂ
ધ્વનિને કહ્યું કે ત્રણેય પેઢીએ
જમી લીધું પણ કોઈએ પૂછ્યું કે
મીઠાઈ કેમ બનાવી છે…’


ઓહતો તમને ખરાબ લાગે? તમે ઝઘડો
નહીં?

અરે,
અમારા ઝઘડાંને તમે ઝઘડાંની વ્યાખ્યામાં મૂકી
શકો. હું આટલા વખતમાં એમને કોઈ ખાસ દિવસની તારીખ પાકી નથી કરાવી શકી. માથાકૂટ કરવાની વાત આવે.
પણ માથાકૂટ ક્યારે થાય ખબર છે? જ્યારે એમણે બહુ દિવસોથી લખ્યું હોયને ત્યારે.
એમને પછી મારે સહેજ આકરા સૂરે પણ પ્રેમથી કહેવું પડે કે, હવે તમે લખો છો કે, હું ઉપવાસ કરું!


વળી,
જો મારી કોઈ વાતથી દુઃખ થયું હોય કે, ખરાબ લાગ્યું હોય તો અમારાં વચ્ચે દલીલો કોઈ દિવસ થાય. મૌન
થઈને પોતાની વાતને વ્યક્ત થવા દે. અચાનક મૌન થઈ જાય તો મને એમ થાય કે કંઈક એમને ગમ્યું નથી લાગતું.’

વિનોદભાઈ
સહેજ હસીને એકદમ સહજ રીતે કહે છે, ‘એટિટ્યૂડ મારી વ્યક્ત
થવાની રીત છે. રોજ કરતા થોડું અસહજ વર્તન હોય એટલે વિમલ વાંચી લે…’
શબ્દો સાથે જેમની ઓળખ
છે એવા કવિના પત્ની પતિના મૌનમાં રહેલી નારાજગી પણ વાંચી લે છે વાત દિલને
સ્પર્શી ગઈ.


વિમલબેન
કહે છે, ‘એમની સર્જન પ્રક્રિયા એવી છે કે, ગમે ત્યારે
ગમે ત્યાં લખી શકે છે. ઓસ્ટ્રેલિયા ગયા હતાં તો પૌત્ર કુશાગ્ર રમતો હોય તો પણ પોતાની ક્રિએટિવિટીને
શબ્દદેહ આપી શકે છે. વળી, કંઈ પણ
લખે મારી નજરમાંથી
પસાર થયું
હોય એવું બને. એક પંક્તિ
લખી હોય તો પણ મને વંચાવે
. હું રસોડામાં કામ કરતી હોઉં તો ત્યાં આવીને મને કહેશે, વિમલ સાંભળ તો.
એમની પંક્તિ કે રચના સાંભળવા માટે હું સાત કામ મૂકીને કાન સરવા કરીને સાંભળું. એમની દરેક કૃતિ અને લેખની પહેલી ભાવક હું રહી છું.
જ્યારે લેખો
લખતા ત્યારે તો કૉલમની જે શબ્દ મર્યાદા હોય પ્રમાણે પાંચ
પાના સ્ટેપલ કરીને રાખે પછી લખવા
બેસે. અને છેલ્લું પાનું આવે ત્યારે એમનો લેખ
પૂરો થયો હોય. જો કે લેખો છપાઈ જાય પછી પણ હું ફરીને વાંચું.’


સૌરાષ્ટ્ર
સમાચારમાં પત્ર સ્વરૂપેમોરપીંછનામની કૉલમ લખતા. ‘જન્મભૂમિ ગ્રુપનીપૂર્તિમાં કવિતા એટલે કવિતા, ‘દિવ્ય ભાસ્કરમાં ખોબામાં જીવતર મળીને કુલ વીસેક વર્ષ સુધી કૉલમ લેખન કર્યું છે. વિમલબેન કહે છે, ‘મોરપીંછ
કૉલમ બહુ સરસ ચાલી. એમાં અપૂર્વ અને અનન્યા નામના બે પાત્રો વચ્ચેના પત્ર લેખની નવલકથા હતી. મારી બહેનની દીકરી નેહલ પણ ત્યારે એવી ઉંમરમાં હતી કે એના ભાવિ
જીવનસાથીને પત્રો લખતી. વળી, કૉલેજમાં ભણતાં વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓના પત્રો જોઈને એમને એવું લાગ્યું કે, આજની પેઢી આઇ લવ યુથી આગળ ક્રિએટિવિટીમાં વધી નથી શકતી.
એટલે એમણે બંને પાત્રો સર્જ્યા અને એમની વચ્ચેના પ્રેમને પત્રલેખન અને કૉલમ સ્વરૂપે ઢાળ્યો. કૉલમ એટલી
હિટ ગઈ કે, ભાવનગરમાં કેટલાંક લોકો તો મને એવું પૂછતાં કે, પત્રો તમને
લખેલાં છે છે? ત્યારે હું
જવાબ આપતી કે, મને લખેલાં પત્રો તો આના કરતા પણ ચડિયાતા છે. તો મારો
મહામૂલો ખજાનો છે.’


પ્રેમ
પત્રોની વાત તો બહુ રસપ્રદ રહી.
હકીકત એમ હતી કે, વિનોદભાઈ ભાવિ પત્ની વિમલને એક અઠવાડિયાના પત્રો એકઠાં કરીને પોસ્ટમાં મોકલતા. દિવસોમાં ટિકિટ
લગાવી હોય કરતાં જો
તમારી ટપાલનું વજન વધુ હોય તો તમારે પોસ્ટમેનને સામા દંડના રૂપિયા આપવા પડે. વિમલબેનના બા જયાબેન દર વખતે બહુ અકળાઈ જતાં કે, પૂરતાં રૂપિયાની
ટિકિટ વજન કરીને કેમ નથી પોસ્ટ કરતા?


પત્રવ્યવહારની
વાતમાં એમના લગ્નની
વાતે અમે ચડી ગયાં. વાત એમ હતી કે, વિનોદભાઈ સાથે એમના એક મિત્ર ગનીભાઈ વડિયા ભણતા. ભાવિ જીવનસાથીની કલ્પના અંગે વિનોદભાઈએ મિત્ર ગનીને કહેલું. વિનોદભાઈએ કહેલું કે, મારા પરિવારને, મારા ભાઈબહેનને સાચવે એવી સમજુ યુવતી હોય તો મને એની સાથે પરણવું છે. ગનીભાઈના ધ્યાનમાં વિમલબેનનું નામ આવ્યું. એમણે વિમલબેનને કહ્યું કે, મારો એક અંગત મિત્ર છે. બહુ કેપેબલ
છે. એને તમારા જેવી યુવતી સાથે
લગ્ન કરવા છે.


વિમલબેન
કહે છે, ‘પ્રાથમિક ધોરણ સુધી અંગ્રેજી સાથે ખાસ પનારો નહોતો પડ્યો. કેપેબલ શબ્દ આવ્યો એટલે ટીન એજમાં થોડું કુતૂહલ થયું. કેપેબલ શબ્દનો મતલબ શું થતો હશે? એવું વિચારીને મારી બચતમાંથી એક પોકેટ ડિક્શનરી ખરીદી. એમાંથી કેપેબલ શબ્દ જોયો. મતલબ હતો તંદુરસ્તશક્તિશાળી. એટલે મને એમકે એકદમ ભરાવદાર શરીરવાળો યુવક હશે. મને એમ થયું કે, શક્તિશાળી યુવક સાથે આપણો મેળ નહીં પડે.’ અમે જે રૂમમાં બેઠાં હતાં ત્યાં સૌની નજરે
ચડી જાય રીતે પુસ્તકોની
હારમાળાની બહારની બાજુએ ટચૂકડી ડિક્શનરી
બતાવી. કવિને વિમલબેને આપી અને વિનોદભાઈએ ડિક્શનરી જતનપૂર્વક
સાચવી છે.

ગનીભાઈએ
વિમલબેનના બાને વાત કરી કે, મારી સાથે એક બ્રાહ્મણ જ્ઞાતિનો યુવક ભણે છે. બહુ સારા પરિવારનો છે. વિમલની વાત એની સાથે ચલાવીએ? વિમલબેનના બાએ કહ્યું કે, મારે દીકરીઓ છે
અને એક દીકરો. બેબે દીકરીઓને સાથે પરણાવી છે.
મોટી બે દીકરીઓ બાકી છે એટલે હમણાં વિમલ માટે કોઈ ઉતાવળ નથી. બાજુ ગનીભાઈએ
તો મિત્ર વિનોદને કહી દીધું કે, મેં તારો સંદેશો યોગ્ય યુવતી સુધી પહોંચાડી દીધો છે. વિનોદભાઈને થયું કે, લગ્ન પહેલા જો યુવતીને મળવાનો
ચાન્સ શોધી લઉં તો ઉત્તમ. એમાં ગનીભાઈના લગ્ન લેવાયાં. પોતાની માસીની દીકરીના લગ્નમાં જવાનું ટાળીને વિનોદભાઈ મિત્રના લગ્નમાં ગયા.


વિમલબેન
કહે છે કે, ‘હું તો ગનીભાઈના લગ્નમાં જવાની હતી. ગનીભાઈએ ચિઠ્ઠી
લખીને મોકલી. મને વીરુ
કહીને સંબોધતા. એમણે લખ્યું કે, જો તું મારા લગ્નમાં નહીં આવે તો આપણાં સંબંધ આજથી પૂરા. ચિઠ્ઠી મળે
એટલે તરત નીકળી જજે.
હું તો બોટાદ પહોંચી ગઈ. કવિએ મિત્રને કહેલું કે, હું એને તરત સામેથી નહીં
જોઉં. નહીં તો ગભરાઈ જશે.
પાછળથી જોઈશ. એમણે મારી જાણ બહાર હું બસમાંથી ઉતરતી હતી ત્યારે મને જોઈ
લીધી. અંધારામાં કંઈ બહુ કળી શકાયું. થોડીવાર પછી
અમારો આમનોસામનો થયો. એમણે મને સીધું એમ કહ્યું કે,
તમે તો બહુ રાહ જોવડાવી..? સાંભળીને તરત
થયું કે,
લાગે છે
કેપેબલ નમૂનો.
મનમાં તો વિચારોનું ઝૂંડ ફરી વળ્યું. સીધું સંબોધન થયું એટલે દિલ વધુ ઝડપથી ધડકવા લાગ્યું. પછી હું તો મારા દાદાને ઘરે આણંદપર જતી રહી. બીજે દિવસે બોટાદ જાન જવાની હતી એમાં જોડાઈ ગઈ. ગનીભાઈની જાન ટ્રકમાં ગઈ. હું તો સ્કર્ટ પહેરીને ગઈ હતી. ત્યાં તો કવિ આવ્યા મને ડ્રાઇવરની કેબિન સુધી લઈ ગયા. એક ટેબલ લઈ આવ્યાં અને કહ્યું કે હવે તમે કેબિનમાં બેસો.
વરરાજો એમના મિત્રો અને હું. અમે બધા કેબિનમાં ગોઠવાયાં. મારા સિવાય તમામ મિત્રોને ખબર હતી કે, અમને બંનેને મેળવવાના છે. જાન ગનીભાઈની હતી પણ બધાંનું ધ્યાન અમારાં બંને ઉપર હતું. એમાં ગનીભાઈએ મને કવિનો કાવ્યસંગ્રહ આપ્યો. મોતીના દાણાં જેવા અક્ષરો સાથેની કવિતાઓ મેં જોઈ. નાનપણથી ભણવામાં પણ મને કોઈ દિવસ કવિતા ગમતી નહીં આથી
હું તો ટાઇટલ જોઈ જોઈને પાના ફેરવવા લાગી. અને કવિનું ધ્યાન મારી આંખો પર અટકેલું હતું.
વાતથી હું
તો સાવ અજાણ હતી. એમને એમ થયું કે, મને તો કવિતામાં બહુ રસ છે. વળી, વાંચતા વાંચતા મને તડકો લાગવા માંડ્યો. તો મને વાંચવામાં
તકલીફ પડે એટલે
આડા બેસી ગયાં. જોઈને મને
થયું કે, વ્યક્તિ અત્યારથી
આટલી કાળજી રાખે છે તો સારી વ્યક્તિ હશે.
પછી ગનીભાઈના નિકાહમાં ફોટોગ્રાફી કરતા
હતા. મને એમ થયું કે, જરા જોઈ તો લઉં કે મારી
તસવીરો તો નથી પાડતાને? પણ એવું કંઈ હતું. હું એમને
ઓબ્ઝર્વ કરતી હતી. નિકાહની વિધિ પૂરી થઈ એટલે એમણે મને કહ્યું કે, મારું ઘર અહીંથી સાડત્રીસ ડગલાં દૂર છે.
ચાલો મારું ઘર જોવા માટે.

મને
એમ કે બહુ નજીક છે. ચાલો જઈ આવું. સાડત્રીસ ડગલાં પૂરા થઈ ગયાં પણ એમનું ઘર આવ્યું. રસ્તામાં મને
આઇસ્ક્રીમ અપાવ્યો. પોતે પણ લીધો. પછી કહે, જે પહેલાં આઇસ્ક્રીમ પૂરો કરે રાજા. એમણે આઇસ્ક્રીમ
પહેલાં ખાઈ લીધો પછી કહે, હવે હું રાજા અને તું રાણી. એટલે મને પૂરી ગડ બેસી ગઈ. ઘણું બધું ચાલ્યા પછી એમનું ઘર આવ્યું અને એમના ઘરે પરિવાજનોને મળીને હું ફરી જાનમાં મારા ગામ જતી રહી.


મેં
પછી બહુ
વાત કરી. બાજુ
કવિને થોડી ઉતાવળ હતી. એમણે  ગનીભાઈ
સાથે પત્ર લખી મોકલ્યો કે, પ્રિય વિમલ, હું તને પસંદ કરું છું. તારો શું જવાબ છે અને આવી
સરસ મજાની ગમી જાય એવી વાતો લખી. પત્ર વાંચીને
પહેલાં તો મને ઝણઝણાટી થઈ આવી. પહેલીવાર કોઈએ મને પ્રિય સંબોધન કર્યું. કોઈ વ્યક્તિ માટે આટલું મહત્ત્વનું સ્થાન ધરાવું છું જાણીને પણ
દિલને આનંદ થયો. જો કે ત્યારે મેં દસમું ધોરણ પાસ કરેલું
હતું એટલે પત્ર પાસે રાખવાની હિંમત થઈ. વાંચીને ગનીભાઈને
આપી દીધો.


થોડાં
દિવસો પછી ગનીભાઈએ ફરી મારા બાને વાત કરી કે, સારો છોકરો છે. એને બીજેથી પણ માંગા આવે છે. તમે હા કહો તો આપણી વાત એક ઠેકાણે નક્કી થઈ જાય. બાને ખબર હતી કે હું એમના ઘરે જઈ  આવી
છું અને મને કોઈ પ્રશ્ન નથી. એટલે બાએ કહ્યું કે, વિમલા જોઈ આવી છે એટલે અમને વડીલોને મળવામાં વાંધો નથી.


જો
કે, મુલાકાત પછી
એમણે તરત કહ્યું કે,
એમ.. કરીને નોકરી મળશે પછી હું
પીએચ.ડી નહીં કરું ત્યાં સુધી પરણીશ નહીં. આપણી મંઝિલ સુધી પહોંચવાની સફર લાંબી છે. જો કે, એમાં મારા સહિત કોઈને કંઈ વાંધો હતો. પછી
તો લાંબો સમય સુધી અમે સગાઈ વગર વાત નક્કી છે રીતે રહ્યાં.

 


દિવસોમાં મેં પીટીસી પૂરું કર્યું અને નોકરીએ લાગી ગઈ. મને પહેલાં નોકરી મળી એમને પછી મળી…’’

તો
તમે એમને રુપિયા વાપરવા આપતાં?


‘’એવું બન્યું
નથી પણ મને ખબર પડી જતી કે એમને શું જોઈએ છે? પછી લઈને એમને
આપી દેતી. જો કે એમને અત્યાર સુધી કોઈ દિવસ નથી સમજાયું કે મને પણ કંઈક લઈ દેવું જોઈએ. અને લઈ આવે
તો ઢગલાબંધ લઈ આવે. એક સાથે એક પેટર્નની પાંચ
સાડીઓ લઈ આવે. પછી મારે એમને કહેવું પડે, તમે લઈ આવો
સારું
છે. ‘’

કવિ
પત્નીની વાતો સાંભળીને એકસાથે અનેક સવાલો પૂછવાનું મન થઈ આવતું હતું. એમને પૂછ્યું કે, તો તમને કવિતામાં ખરેખર ક્યારે રસ પડવા માંડ્યો?


‘’હું ભણતી
હતી ત્યારે મને કવિતાઓ
લખીને મોકલતાં. એક વખત પ્રોફેસર ડોબરિયાનો કલાસ ચાલતો હતો. ભણાવતા હતા
પણ મારું સરના લેક્ચરમાં ધ્યાન હતું. વાતની
સાહેબને ખબર પડી ગઈ. હું તો કવિએ મોકલાવેલી કવિતા વાંચવામાં મશગૂલ હતી. એવામાં પ્રોફેસર મારી પાસે આવીને ઊભા રહી ગયાં. એમણે મને કહ્યું કે, શું કરો છો? મેં કહ્યું કવિતા વાંચું છું. તો સામું પૂછ્યું આપણે એનો વર્ગ ચાલે છે? મેં કહ્યું ના. પણ કવિતા મારે
વાંચવી છે એટલે હું વાંચતી હતી. એમના હાથમાં મેં કવિના હસ્તાક્ષર સાથેની કવિતા આપી દીધી. સાહેબે વાંચી અને મને પૂછ્યું, તમે આમને ઓળખો છો તો તમારા પાસે આવી હસ્તાક્ષર સાથેની કવિતા છે? મેં કહ્યું હા હું એમને પર્સનલી ઓળખું છું. એમણે મને પૂછ્યું, આપણે ત્યાં
આવે? એવું પૂછી જો જો એમને. પછી તો મારું માન બહુ વધી ગયું સરની નજરમાં.
મનોમન એવું પણ થયું કે, કવિમાં દમ
લાગે છે….પછી મને એમ થયું કે, કવિ સાથે જિંદગી જીવવાની, માણવાની વધુ મજા આવશે. પછી લગ્ન
થયાં અને મેં ગુજરાતી વિષય સાથે સ્નાતકનો અભ્યાસ કર્યો. બી.એડ. અને એમ.એડ. બાદ પીએચ.ડી. સુધીનો અભ્યાસ કર્યો.’’

ગુજરાતી
વિષય સાથે ભણવાનો વિચાર કેમ આવ્યો?

 

વિમલબેન
કહે છે,’’એમના માટે તો. ‘’

એવામાં
વિનોદભાઈ સપ્તપર્ણીના વૃક્ષ કાપતાં કારીગર સાથે વાતો કરીને અમારી વાતમાં જોડાયા. વિનોદભાઈએ વિનોદ સાથે કહ્યું કે,’’હું શું કરું ને એની ઉપર નજર રાખવા માટે…’’

વિમલબેને
લગ્ન પછી સરકારી નોકરી મૂકી દીધી. પ્રાઇવેટમાં નોકરી લઈ લીધી. વિમલબેન કહે છે,’’ મને એવું લાગતું હતું કે, મારી નોકરી એમની કરિયરમાં અડચણરુપ બને છે. એમની પ્રગતિમાં મારે ક્યાંય અવરોધ નહોતો આવવા દેવો. આથી એમની અનુકૂળતા પ્રમાણે મેં કામને અનુકૂળ કરી લીધું.’’


કવિને
આવી કલ્પનાઓ કેવી રીતે આવે છે એવો સવાલ થયો છે? વિમલબેન કહે છે,’’ લગ્ન પહેલાં આવા સવાલો થતાં. પણ પછી તો એવું બંધ થઈ ગયું. પ્રિયતમા સાથે હસ્તધૂનન, પહેલીવાર પ્રેગનેન્સી રહી હોય સ્ત્રીની વાત
વાંચી ત્યારે એમ થયું હતું કે, સ્ત્રીની લાગણી વ્યક્તિ કેવી
સહજ રીતે પોતાની રચનામાં ઉતારી શકે છે. ‘’

વિનોદભાઈ
કહે છે, ’’હવે સમજી ગઈ
છે કે, કવિના દિલમાં કંઈને કંઈ ચાલતું રહેતું હોય
છે. પોએટ ઇઝ રડાર. એવું એને
સમજાઈ ગયું છે. વળી, મારી અંદર કંઈક ચાલી રહ્યું છે વાતની એને
સમજ પડી જાય છે પછી હું રચના લખાઈ
જાય ત્યાં
સુધી મને કંઈ
કામ કરવાની
કે જમાવાની કે કોઈ વાત માટે કહે નહીં. ક્રિએટીવટીનું રસાયણ કંઈક વ્યક્ત થવા માટે આવતું હશે
એવું સમજે છે.
’’


વિનોદભાઈને
કાવ્યોનો આસ્વાદ કરાવવો વધુ ગમે છે તો વિમલબેનને વિનોદભાઈના ગીતો વધુ ગમે છે. બંને એવું માને છે કે, એકબીજાંની જોડણી વધુ સારી છે. બંનેને જ્યારે પૂછ્યું કે, કોની જોડણી વધુ સારી? તે બંનેએ એકબીજાં સામે આંગળી ચીંધી. પછી તરત વિનોદભાઈએ કહ્યું  વિમલ
તે ડિક્શનેરીની વાત કરીકેપેબલનીઅને વિમલબેને ટીનએજની
મુગ્ધતા સાથ કહ્યું હાહા કરીનેવિનોદભાઈ હવે કમ્પ્યુટરમાં લખે છે જો કે, વિમલબેનને હાથેથી લખે
તો વધુ પસંદ પડે છે. વિમલબેનના મતે હાથેથી લખેલાં શબ્દો વધુ સ્પર્શે છે. કી બોર્ડના ટેરવાં કરતાં પેનને સ્પર્શેલાં ટેરવાંની રચના એમના દિલને વધુ સ્પર્શે છે. કોઈપણ કાર્યક્રમ હોય. પ્રવચન હોય, મુશાયરો હોય તો વિમલબેન મોટાભાગે એમની સાથે હોય છે.
વિનોદભાઈની કાચી સોપારીનો કટ્ટકો રે લીલું લવિંગડીનું પાન, કૂંચી આપો બાઈજી…. રચના માર
દિલની હર હંમેશ નજીક રહી છે


પહેલીવખત
મુશાયરો જોવા ગયા હતાં વાતને યાદ
કરીને વિમલબેન કહે છે,’’ 1976ની સાલમાં હું પહેલી વખત રાજકોટમાં મુશાયરો માણવા ગયેલી. મારી બાજુમાં અમૃત ઘાયલના
પત્ની ભાનુકાકી બેઠાં હતાં. બધાં એમના કાવ્યપઠનને દાદ આપતાં હતાં જોઈને મને
બહુ મજા આવતી હતી. આજે પણ હું એમની સાથે જાઉં છું. એમનું પ્રવચન હોય તો પણ હું શાંતિથી સાંભળું. પ્રવચન પહેલાં અમે વાતો કરીએ. ઘણીવાર પ્રવચન પહેલાં કંઈ વાંચ્યુ હોય તો
પણ સ્ટેજ ઉપર
જાયને ત્યારે એવાં ખીલે કે વાત જવા દો. કોઈવાર પ્રવચન પહેલાં પુસ્તકો સાથે લઈ લે અને મને કહે તું વાંચીને સંભળાવ પછી વાતો એટલી
સહજતાથી સ્ક્રિપ્ટ વગર બોલી શકે છે મને બહુ
ગમે છે. એમાંય સંસ્કૃત શ્ર્લો અને પઠન
કરે ત્યારે હું આફરીન પોકારી જાઉં. આજે પણ હું એમને કહું કે તમારું લેક્ચર સંસ્કૃતના શ્ર્લોક વગર અધૂરું લાગે.’’


વિનોદભાઈ
રેડિયોમાં આર્ટિસ્ટ રહી ચૂક્યા છે. નાટક અને એની ભજવણી કરવી એમને બહુ ગમતી. સિગારેટ પીવાની વાતને લઈને એમણે કહ્યું કે, યુવાનીના અને કૉલેજના દિવસોમાં સિગારેટના કશ મારવા દરેક યુવાનનો ક્રેઝ હોય. ભજવણી અમે
નાટકમાં વણી. વળી, એમાં ગનીએ કહ્યું કે મારે પણ ભાગ લેવો છે. ગનીને ડાયલોગ બોલવામાં ફાંફાં પડે એટલે
એનું પાત્ર મૂંગુ રાખ્યું. સિગારેટ કેવી રીતે પીવી નાટકમાં કેવી
રીતે ભજવવું શીખવા માટે
અમે અમારી કૉલેજના એક
પ્રોફેસરને બોલાવ્યા. એમણે બાકાયદા સિગારેટ હાથમાં કેમ પકડવી, ધૂમાડા કેમ કાઢવા, સિગારેટની એશ કેવી રીતે ખંખેરવી શીખવ્યું. હું
નાટકનો હીરો
હતો. આપણાં પ્રોફેસર આપણને આવું
શીખવે એનો રોમાંચ કંઈ ઓર
હતો. નાટક યુથ
ફેસ્ટીવલમાં સુધી પહોંચ્યું હતું. જેમાં અને
એવા બે પાત્રો હતાં. થોડો મોટો થયો પછી મને લાભશંકર ઠાકરે મારું એકવડિયું શરીર જોઈને કહેલું કે, સિગારેટ પી તો હેલ્ધી થઈશ. પછી થોડો સમય સિગારેટ પીધી પણ મૂકી દીધી.’’


સ્ત્રીના મનની
વાત આટલી સહજતાથી કેવી રીતે રજૂ કરી શકો છો?

વિનોદભાઈએ
સામે સવાલ કર્યો, કે તો તમે
કહોને?

જો
કે પછી એમણે બહુ સરસ વાત કહી કે, ’’ભાવ કે લાગણીને કોઈ સ્ત્રી કે પુરુષનો ભેદ નથી હોતો. લખનારની સ્ત્રી કે પુરુષ હોય શકે. પીડા, તિરસ્કાર સ્ત્રીનો પણ છે અને પુરુષનો પણ છે. પણ હું જ્યારે કોઈ લાગણી કે વાતને વ્યક્ત કરવા માગું અને મને એમ લાગે કે ભાવ સ્ત્રીના
મુખેથી વધુ સહજ રીતે વ્યક્ત થઈ શકશે. સ્ત્રીની લાગણી વધુ અપીલીંગ લાગશે તો રીતે મારી
રચનાને શબ્દોમાં ઢાળું છું. મને ઘણાં લોકો પૂછે પણ છે કે તમે સ્ત્રીની લાગણીને કેવી રીતે વ્યક્ત કરી શકો છો? ત્યારે હું કહું
છું કે, લાગણીને કોઈ જાતિ નથી હોતી.’’


બાળપણ,
કૉલેજ, પહેલી નોકરી, હંમેશાં પહેલા નંબરે આવવાની
વાતો તથા અનેક કૃતિઓની ચર્ચા સાથે યુગલે વાતોમાં
તરબોળ કરી દીધાં. સાત, સતર તો બધાં બોલે પણ
બધાંનની નજરમાં આવે એટલે સાડત્રીસનો આંકડો બોલાવો એવું વિનોદભાઈ અને એમના મિત્ર માને છે એટલે સાડત્રીસનો આંકડો જિંદગી સાથે અને વાતચીતમાં જોડાઈ ગયો છે. આટઆટલી વાત લખ્યાં પછી પણ એમ થાય છે
કે, વાતો ચાલતી
રહે. એટલી સહજતાથી
સર્જક અને
એમના સાથીદારે ભરપૂર અને રસપ્રદ વાતો કરી અને એમના શબ્દોના સંગાથને તથા સહજીવનને નિખાલસતાપૂર્વક આપણી સાથે શેર કર્યું છે. ખરેખર, વિનોદભાઈના શબ્દો અને સર્જનની કૂંચી વિમલ ભટ્ટજોશી પાસે સેફલી સચવાયેલી
છે.

બહેનના સંગીત પર ક્રિષ્ના રોમેન્ટિક થયો, પત્ની કાશ્મીરાને બધાની સામે Kiss કરી…
બહેનના સંગીત પર ક્રિષ્ના રોમેન્ટિક થયો, પત્ની કાશ્મીરાને બધાની સામે Kiss કરી…
By Dhruv Parmar
જાણો… કેમ કુતરાં અચાનક બાઈક-કારની પાછળ દોડે છે?
જાણો… કેમ કુતરાં અચાનક બાઈક-કારની પાછળ દોડે છે?
By Aviraj Bagda
‘કાંટા લગા ગર્લ’ ફેમ shefali jariwala ના હૉટ બિકિની લુકે જીતી લીધું ફેન્સનું દિલ! જુઓ Photos
‘કાંટા લગા ગર્લ’ ફેમ shefali jariwala ના હૉટ બિકિની લુકે જીતી લીધું ફેન્સનું દિલ! જુઓ Photos
By Vipul Sen
Hanuman Jayanti 2024: સાળંગપુર હનુમાનજી મંદિરમાં હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી
Hanuman Jayanti 2024: સાળંગપુર હનુમાનજી મંદિરમાં હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી
By Hiren Dave
નવી વહુએ પૂલમાં કર્યો રોમાન્સ, પતિએ કરી Kiss, અભિનેત્રીએ મોનોકિનીમાં કર્યો ડાન્સ…
નવી વહુએ પૂલમાં કર્યો રોમાન્સ, પતિએ કરી Kiss, અભિનેત્રીએ મોનોકિનીમાં કર્યો ડાન્સ…
By Dhruv Parmar
હનુમાન જ્યંતીને ‘હનુમાન જન્મોત્સવ’ પણ કહેવામાં આવે છે
હનુમાન જ્યંતીને ‘હનુમાન જન્મોત્સવ’ પણ કહેવામાં આવે છે
By VIMAL PRAJAPATI
Garima Chaurasia એ બ્લેક ડ્રેસમાં કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ
Garima Chaurasia એ બ્લેક ડ્રેસમાં કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ
By Hiren Dave
સંદીપા ધરે બેડરૂમમાં કરાવ્યુ આ બોલ્ડ ફોટોશૂટ
સંદીપા ધરે બેડરૂમમાં કરાવ્યુ આ બોલ્ડ ફોટોશૂટ
By Hiren Dave
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
બહેનના સંગીત પર ક્રિષ્ના રોમેન્ટિક થયો, પત્ની કાશ્મીરાને બધાની સામે Kiss કરી… જાણો… કેમ કુતરાં અચાનક બાઈક-કારની પાછળ દોડે છે? ‘કાંટા લગા ગર્લ’ ફેમ shefali jariwala ના હૉટ બિકિની લુકે જીતી લીધું ફેન્સનું દિલ! જુઓ Photos Hanuman Jayanti 2024: સાળંગપુર હનુમાનજી મંદિરમાં હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી નવી વહુએ પૂલમાં કર્યો રોમાન્સ, પતિએ કરી Kiss, અભિનેત્રીએ મોનોકિનીમાં કર્યો ડાન્સ… હનુમાન જ્યંતીને ‘હનુમાન જન્મોત્સવ’ પણ કહેવામાં આવે છે Garima Chaurasia એ બ્લેક ડ્રેસમાં કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ સંદીપા ધરે બેડરૂમમાં કરાવ્યુ આ બોલ્ડ ફોટોશૂટ