
અમદાવાદ મ્યુનિસિપલ
ટ્રાન્સપોર્ટ સર્વીસ એટલેકે AMTSનુ વર્ષ 2022-23નુ
536.14 કરોડનુ બજેટ મંજૂર કરવામા આવ્યુ.
ટ્રાન્સપોર્ટ મેનેજરે રજૂ કરેલા 529.14
કરોડના ડ્રાફ્ટ બજેટમા AMTS ચેરમેન દ્વારા 7 કરોડનો
સુધારો કરી 536.14 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું.
અમદાવાદની જીવાદોરી ગણાતી અમદાવાદ
મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ એટલેકે AMTSનુ વર્ષ 2022-23 નું બેજટ
રજૂ કરવામા આવ્યુ.
શું છે બજેટની જોગવાઇ..?
હાલમાં શહેરમાં 75 વર્ષથી ઉપરના સિનિયર સિટીઝનોને ફ્રી
પાસ આપવામાં આવે છે જ્યારે 65 વર્ષથી ઉપરની વ્યક્તિને 50 ટકા કન્સેશન આપવામાં આવે છે જેમાં સુધારો કરીને હવે 65 વર્ષથી
ઉપરના તમામ લોકોને મફત પાસ કાઢી આપવામાં આવશે
મ્યુનિસિપલ શાળામાં ભણતા બાળકોને
શૈક્ષણિક સંસ્થામાં જવા આવવા માટે ફ્રી પાસની સુવિધા
કોરોના કાળમાં જે વિદ્યાર્થીએ માતા કે
પિતા ગુમાવ્યા છે એવા વિદ્યાર્થીઓને નિઃશુલ્ક પાસ આપવામાં આવશે
AMTSની નવી 50 બસ ખરીદવામાં આવશે અને તેને શહેરની
ફરતે રિંગરોડ ઉપર દોડાવવામાં આવશે
પેટીએમ દ્વારા ક્યું આર કોડ જનરેટ કરી
ડિજિટલ ટિકિટિંગ કરવાનું આયોજન
1947થી અમદાવાદમા AMTS દોડી રહી છે. 112 બસ અને 38 રુટ સાથે શરૂ થયેલી પરિવહન
સેવાનો વ્યાપ વધીને 700 બસ અને 150 રુટ પર પહોચ્યો છે. આમ સમયાંતરે બસની અને રૂટની સંખ્યામા વધારો થયો છે.