15

અમદાવાદની પોલીસે ફરી એકવાર ગણતરીના કલાકોમાં સફળતા પૂર્વક ઓરોપીને ઝડપી પાડ્યાં છે. સમગ્ર ઘટનાની વાતકરવામાં આવે તો નિકોલ વિસ્તારમાં આવેલ ભોજલરામ આશ્રમના મંદિરમાં ચોરીની ઘટના બની હતી. મંદિરમાંથી 1.75 લાખની તેમજ મોબાઈલની ચોરી થઈ હતી. જેને લઈને પોલીસને ફરિયાદ કરવામાં આવી હતી. તસ્કરોએ મંદિરની બાજુમાંઆવેલી ઉમા વિદ્યાલય સ્કૂલની દિવાલ કુદીને મંદિરમાં પ્રવેશ કર્યો હતો. અને મંદિરમાં ચોરીને અંજામ આવ્યો હતો.
સમગ્ર ઘટનાની સીસીટીવી સામે આવ્યા હતા. પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી હતી.પોલસી સીસીટીવીના
આધારે ગણતરીના જ કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો. સમગ્ર મામલે પોલીસે ચોરીનો ગુન્હો નોંધી આગળની તપાસ હાથધરી છે. તેમજ આરોપી અન્ય કોઈ ગુન્હામાં સંડોવાયો છે કે નહી તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.