9

કિશન ભરવાડ હત્યા કેસમાં સ્લીપર સેલ એક્ટિવ હોવાની આશંકા
સોશિયલ મીડિયામાં કરેલ પોસ્ટના કારણે ધંધુકા થયેલ હત્યામાં દરરોજ નવા વળાંકો આવી રહ્યા છે. આ ઉપરાંત પાકિસ્તાન કનેશન હોવાની પણ વાત બહાર આવી છે. ત્યારે ગુજરાતની આ ઘટનાના પડઘા રાષ્ટ્રીય સ્તરે પડ્યા છે. આજે આ મામલે અભિનેત્રી કંગના રનૌતે ફેસબુક પર પોસ્ટ શેર કરી છે. જેમાં તેણે સરકાર પાસે આવી હત્યાઓ સામે કડક પગલા લેવા અંગે અને મૃતક અને તેને પરિવારને યોગ્ય ન્યાય મળે તેવી માંગ કરી છે.
જાણો શું લખ્યુ છે કંગના એ ફેસબૂકની પોસ્ટમાં
અભિનેત્રી કંગના રનૌતે પોસ્ટમાં જણાવ્યું હતું કે, એક FB પોસ્ટના કારણે કિશન ભરવાડની હત્યાની યોજના મસ્જિદ અને મૌલવી દ્વારા કરવામાં આવી હતી, કારણ કે તેમને લાગતું હતું કે, ભગવાનને તેની પોસ્ટ પસંદ નથી. ભગવાનના નામ પર થતી હત્યાઓ રોકવાની જરૂર છે, આપણે કોઈ મધ્યયુગમાં જીવી રહ્યા નથી અને સરકારે આવી હત્યાઓ સામે કડક પગલાં લેવાની જરૂર છે. કિશન 27 વર્ષનો હતો અને તેની 2 મહિનાની પુત્રી છે, તેને તેની પોસ્ટ ડિલીટ કરવા અને માફી માંગવા માટે કહેવામાં આવ્યું હતું, તેણે તે જ કર્યું છતાં તેની 4 માણસોએ નિર્દયતાથી હત્યા કરી નાખી, તે શહીદથી ઓછો નથી. તે દરેકની આઝાદી માટે મૃત્યુ પામ્યો છે, આવા લોકો જ આ દેશને અફઘાનિસ્તાન બનતા રોકી રહ્યા છે, તેની વિધવા પત્નીને પેન્શન મળવું જોઈએ, ઓમ શાંતિ.
શું છે હત્યાની ઘટના?
ધંધૂકા શહેરના સુંદરકૂવા વિસ્તારમાં 25 જાન્યુઆરીના સાંજના સમયે કિશન શિવાભાઈ બોળિયા (ભરવાડ) પર બાઈક પર આવેલા બે ઇસમો ફાયરિંગ કરી નાસી છૂટ્યા હતા. ગોળી લાગેલી હાલતમાં કિશનને આર.એમ.એસ. હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો અને ફરજ પરના ડૉક્ટર તેને મૃત જાહેર કર્યો હતો. આ હત્યાને પગલે લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં હતાં અને શહેરની દુકાનો ટપોટપ બંધ થઇ ગઈ હતી. આ હત્યાને પગલે મૃતક યુવાનનાં પરિવારજનોએ જ્યાં સુધી આરોપી ન પકડાય ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવાની જાહેરાત કરતાં સંતો, મહંતોના કહેવાથી પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો હતો. જ્યારે આ મૃતક યુવકની સ્મશાનયાત્રામાં ઠેરઠેરથી હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા અને હત્યારાને તાત્કાલિક ઝડપી તેમની સામે કાર્યવાહીની માગ કરી હતી.રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ કિશનના પરિવારજનો ને મળવા પહોચ્યા હતા અને ન્યાયની ખાત્રી આપી હતી.