8

કિશન ભરવાડ હત્યા કેસને લઇ રાજ્યભરમાં માલધારી સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ મામલે રાજનીતિ પણ શરૂ થઇ ગઇ છે. કોંગ્રેસ નેતાઓ દ્વારા મૃતક કિશનના પરિવારજનો સાથે મુલાકાત કરવામાં આવી. કોંગ્રેસના ધારાસભ્યો લાખાભાઇ ભરવાડ, રઘુ દેસાઇ, રાજેશ ગોહિલ, ઋત્વિક મકવાણા સાથે સેવાદળના રાષ્ટીય અધ્યક્ષ લાલજી દેસાઇ સહિત કોંગ્રેસના માલધારી સમાજના આગેવાનોએ મૃતક કિશન ભરવાડના પરિવારજનો સાથે મુલાકાત કરી. કોંગ્રેસ નેતાઓએ કિશન ભરવાડના પરિવારજનો સાથે મુલાકાત કરી અને આરોપીઓને સખત સજા થાય અને પરિવારને ન્યાય મળે તે માટે માગ કરી છે.