16

રાજ્યમાં દિવસેને દિવસે ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. ગુનાઓ ખત્મ થવાનું નામ નથી લઇ રહ્યા તેમ એક બાદ એક ગુનાઓ નોંધાઇ રહ્યા છે. ત્યારે રાજ્યમાં વધુ એક ગુનો નોંધાયો છે. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી દુષ્કર્મની ઘટના સામે આવી છે.
અમદાવાદ શહેરમાં વધુ એક દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. મૂળ દાહોદ જિલ્લાની અને ચાંદખેડામાં પતિ સહિત બે બાળકો સાથે રહેતી પરણિતા મજૂરી કામ કરે છે. બે દિવસ પહેલા પરણિતાના પતિ કામ પર ગયા હતા ત્યારે પરણિતા કામની શોધમાં નિકળી હતી. તે દરમિયાન તેણીનો સંપર્ક ઝુંડાલ સર્કલ પાસે એક્ટિવા પર આવેલા એક યુવક સાથે થયો હતો. આ યુવકે કામ આપવાની લાલચ આપી ઝુંડાલ સર્કલથી વૈષ્ણદેવી રોડ તરફના એક મકાનમાં લઇ ગયો હતો. અહીં અવાવરૂ જગ્યાએ લઇ જઇ પરણિતા પર બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હતો. કુકર્મ આચર્યા બાદ યુવકે પરણિતાને આ ઘટના અંગેની કોઇને પણ જાણ કરી તો બાળકોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલ તો આ સમગ્ર મામલે ચાંદખેડા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.