32
નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા બજેટ 2022-23 રજૂ કરવામાં આવ્યું. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બજેટને આવકાર્યું છે. તેઓએ કહ્યું કે, નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલું બજેટ પીએમ મોદીના આત્મનિર્ભર ભારતની નેમને સાકાર કરતું લોકરંજક બજેટ છે. કોરોના મહામારીમાં દેશવાસીઓને ફ્રી વેક્સિનશન, મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રકચરમાં વધારો અને આરોગ્ય સુવિધાના અનેક પગલાં છતાં પણ એક પણ રૂપિયાનો વધારાનો ટેક્સ નાખ્યા વિનાનું બજેટ છે.