9

પ્રેમમાં લોકો અંધ થઈ જાય છે એવું તો આપણે સાંભળ્યું છે પરંતુ અમદાવાદમાં એક એવો કિસ્સો બન્યો જેમાં
પ્રેમમાં યુવતી મૂર્ખ બની અને તે લાખો રૂપિયાની છેતરપિંડીનો ભોગ બની અને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે.
અમદાવાદના સાબરમતી વિસ્તારની યુવતી પ્રેમીને પામવાના ચક્કરમાં ડબલ ચિટીંગનો ભોગ બની છે.
૨૨ વર્ષીય યુવતી કોલેજમાં અભ્યાસ કરતી હતી ત્યારે એક યુવક સાથે તેને પ્રેમ થયો હતો. યુવકને પામવા યુવતીએ તાંત્રિકની મદદ લેવાનું નક્કી કર્યું. યુવતીએ ઓનલાઈન સર્ચ કરી તાંત્રિકની માહિતી મેળવી હતી. યુવતીનો રાજસ્થાનના કિશન અધિકારી નામના તાંત્રિક પરિચય થયો અને વિધિના નામે તાંત્રિકે યુવતી પાસેથી 14 હજાર રૂપિયા પડાવ્યા હતા. મોડે મોડે યુવતીને છેતરાયાનો અહેસાસ થયો તો તાંત્રિકને પાઠ ભણાવવા સોશિયલ મીડિયા થકી પાર્થ પારઘી નામના વકીલનો સંપર્ક કર્યો હતો.
એડવોકેટે તાંત્રિકને સજા કરાવવાની બાંહેધરી આપી અને યુવતી પાસેથી 4.31 લાખ રૂપિયા પડાવ્યા હતા. યુવતીએ જયારે વકીલ પાસેથી પૈસા પરત માગ્યા ત્યારે વકીલ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અંતે વકીલ સામે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ છે.