
છેલ્લા કેટલાય સમયથી વાલીઓ પોતાના બાળકોને અંગ્રજી મીડિયમમાં ભણવવાનો આગ્રહ રાખી રહ્યા છે. જેના કારણે અંગ્રેજી માધ્યમનું ચલણ વધ્યુ છે. જોકે હાલ કોરોનાને કારણે સ્કૂલો બંધ છે. ત્યારે અમદાવાદની વધુ એક સ્કૂલે સ્કૂલ બંધ કરવાની અરજી ગાંધીનગર શિક્ષણ વિભાગમાં આપી છે. અમદાવાદના શાહીબાગમાં આવેલી વર્ષો જૂની એચ.બી.કાપડીયા સ્કૂલના સંચાલકોએ ધો.9થી 12ની સ્કૂલ બંધ કરવાની પ્રક્રીયા હાથ ધરી છે. આ અંગેની અરજી સ્કૂલ સંચાલકોએ 2 મહિના અગાઉ શિક્ષણ વિભાગમાં કરી હતી. જ્યારે સ્કૂલ બંધ કરવાની અરજી અંગેનો નિર્ણય ગાંધીનગર શિક્ષણ વિભાગ દ્વારા 1 મહિનામાં કરવામાં આવશે. સ્કૂલ બંધ કરવાનું કારણ સ્કૂલના સંચાલકોને પૂછવામાં આવતા સંચાલકોએ ગોળગોળ જવાબ આપ્યો હતો.