
‘લોભીયા હોય ત્યા ધૂતારા ભૂખ્યા ન મરે’ આ કહેવતને સાચી ઠેરવતી ઘટના પ્રકાશમાં આવી છે. લોકોને છેતરવા
સમગ્ર ગુજરાતમાં છેતરપિંડી કરી આતંક મચાવનાર ટોળકીને આખરે પોલીસે ઝડપી પાડી છે. ખોદકામ દરમિયાન સોના-ચાંદીના દાગીના મળ્યા હોવાનું કહીને નકલી ઘરેણા પધરાવવા આરોપીઓની મોડસ ઓપરેન્ડી હતી. ખોદકામ દરમિયાન સોનું મળ્યું છે અને પૈસાની જરૂર હોવાથી ઘરેણા વેચવા છે તેવું કહીને આરોપીઓ સોની વેપારીઓને ચૂનો લગાવતા હતા.આખરે અમદાવાદની ઝોન-7 LCBની ટીમે ઠગાઈ કરનાર 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે.