
ગ્રાન્ટેડ સ્કૂલોમાં ટ્રસ્ટીઓ પાસે પૂરતો સમય ન હોવાના લીધે આચાર્યના ભરોસે શિક્ષણકાર્ય ચાલતુ હોય છે. કહેવાય છે કે શાળાનું એન્જિન આચાર્ય હોય છે. અને આચાર્યનો ફાળો ખૂબ મહત્વનો ગણાતો હોય છે. જો એન્જિન નબળું હોય તો શાળા સાથે વિદ્યાર્થીઓની પણ પ્રગતિ અટકી જાય છે. જેથી સંચાલક મંડળે ગ્રાન્ટેડ શાળામાં ભરતી કરવા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.