રાજકોટના શાપર વેરાવળ વિસ્તારમાં જાણે અસામાજિક તત્વોને કાયદાનો ડર નથી. સબ સલામતના દાવા કરતી પોલીસના દાવા પોકળ સાબિત થતા હોય તેવી ઘટના સામે આવી છે. શાપર વેરાવળ વિસ્તારમાં શખ્સ પિસ્તોલ દેખાડતો જાહેરમાં ફરી રહ્યો છે. અને સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. સ્થાનિકોના દાવા મુજબ ઘટનાસ્થળથી 100 મીટરની નજીક પોલીસ સ્ટેશન આવેલું છે. વીડિયો વાયરલ થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. વાયરલ વીડિયોના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. મિશ્રા નામનો વ્યક્તિ હોવાનું પ્રાથમિક તપાસમાં મનાઈ રહ્યુ છે.
33