Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

હિતેન કુમારનાં દમદાર અભિનય સાથે આજે રીલિઝ થશે ગુજરાતી વેબ સિરીઝ ‘મોહ માયા મશીન’

વર્ષ 2021માં પ્રતીક ગાંધીની 'વિઠ્ઠલ તિડી', હિતેન કુમાર સ્ટરાર ‘ધુંઆધાર’ અને વિજયગીરી બાવાની ફિલ્મ '21મું ટિફિન'ની ભવ્ય સફળતા બાદ વર્ષ 2022ની શરૂઆત પણ ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે સારી રહેશે. ઘણા જાણીતા કલાકારો ફરી એકવાર દર્શકોનું મનોરંજન કરવા આવી રહ્યાં છે.વર્ષ 2022માં રીલિઝ થશે આ ગુજરાતી વેબ સિરીઝ હિતેન કુમાર સ્ટારર વેબ સિરીઝ ‘મોહ માયા મશીન’ આજે રાત્રે 12 વાગે ઓહો! ગુજરાતી OTT પ્લેટફોર્મ પર રીલ
હિતેન કુમારનાં દમદાર અભિનય સાથે આજે રીલિઝ થશે ગુજરાતી વેબ સિરીઝ  lsquo મોહ માયા મશીન rsquo
Advertisement
વર્ષ 2021માં પ્રતીક ગાંધીની 'વિઠ્ઠલ તિડી', હિતેન કુમાર સ્ટરાર ‘ધુંઆધાર’ અને વિજયગીરી બાવાની ફિલ્મ '21મું ટિફિન'ની ભવ્ય સફળતા બાદ વર્ષ 2022ની શરૂઆત પણ ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે સારી રહેશે. ઘણા જાણીતા કલાકારો ફરી એકવાર દર્શકોનું મનોરંજન કરવા આવી રહ્યાં છે.
વર્ષ 2022માં રીલિઝ થશે આ ગુજરાતી વેબ સિરીઝ 
હિતેન કુમાર સ્ટારર વેબ સિરીઝ ‘મોહ માયા મશીન’ આજે રાત્રે 12 વાગે ઓહો! ગુજરાતી OTT પ્લેટફોર્મ પર રીલિઝ થશે. તાજેતરમાં આ વેબ સિરીઝનું ટીઝર સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યું છે. આ વેબ સિરીઝને ડિરેક્ટ કરી છે કેવલ મિસ્ત્રી અને અજિતસિંહ રાઠોડ, સાહિલ ગડા અને સની શર્મા. જેના રાઇટર કેયુ શાહ છે. અને પ્રોડ્યુસર તરીકે અભિષેક જૈન, નયન જૈન અને અમિત દેસાઇ, સૂર્યદિપ બનીયા. આ વેબ સિરીઝમાં હિતેન કુમારની સાથે હેમાંગ વ્યાસ, કૌસાંબી ભટ્ટ, વિશાલ શાહ, રાગી જાની, પ્રેમ ગઢવી અને અનેક જાણીતા ગુજરાતી કલાકારોનો દમદાર અભિનય જોવા મળશે.
  • ‘યમરાજ કોલિંગ’ 
શેમારૂ ગુજરાતી મીડિયા પ્લેટફોર્મ પર ‘યમરાજ કોલિંગ’ વેબ સિરીઝને દર્શકોનાં મળેલા ભવ્ય પ્રતિસાદ બાદ ‘યમરાજ કોલિંગ – 2’ ફરી એકવાર જોવા મળશે.
  • ‘ગોટી સોડા’
તાજેતરમાં શેમારૂ ગુજરાતી પર ‘ગોટી સોડા’ ટીઝર રીલિઝ થયું છે. જાણીતા કોમેડી આર્ટિસ્ટ સંજય ગોરડિયા. આ વેબ સિરીઝમાં અન્ય જાણીતા ગુજરાતી કલાકારો - ભાવિની જાની, પ્રથમ ભટ્ટ, ચેતન દહિયા, મમતા સોની, પાર્થિ ધોળકિયા દર્શકોનું મનોરંજન કરશે.
2022માં રીલિઝ થવા તૈયાર છે આ ગુજરાતી ફિલ્મ
  • ‘તું અધૂરી વાર્તાનો છેડો’ આ રોમેન્‍ટિક ફિલ્મ માર્ચ મહિનામાં થિયેટરમાં જોવા મળશે. વિક્રમ ઠાકોર અને નેહા સુથારની સાથે સોશિયલ મીડિયાના ઘણા નવા કલાકારો આ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મનાં છે ડિરેક્ટર અનુ પટેલ અને પ્રડ્યુસ કરી છે દિક્ષિત ઘોડા, ધર્મેશ શાહ, રાજુ પટેલ, અભિલાષ ઘોડા, અને વિપુલ શાહે. 
  • ‘પટેલ Vs પેટ્રિક’ આ ફિલ્મમાં જોવા મળશે દર્શન રાવલ અને હિના આછરાનો દમદાર અભિનય.
  • ‘વેલકમ બેબી’ આ કોમેડી ફિલ્મમાં જોવા મળશે રચના નગેવાડિયા, છાયા શુક્લા, અને નિમેષ દેસાઇ.
  • ‘3જી.કોમ’ આ ગુજરાતી ડ્રામા ફિલ્મમાં નિરવ કલાલ અને શિલ્પા પટેલ લીડ રોલમાં જોવા મળશે.
  • ‘આઈ વિશ’ આ કોમેડી અને રોમાંસથી ભરપૂર ફિલ્મમાં મોનલ ગજ્જર, મેહુલ બુચ દર્શકોનું મનોરંજન કરશે.
  • ‘દુનિયા તો આપડા બાપાની જ’ દિપ વૈદ્યની સ્ટારર ફિલ્મ ટૂંક સમયમાં રીલિઝ થશે
  •  ‘અમે છિયે: ધ બેકિંગ’ માનવ ગોહિલની આ ફિલ્મ એક અલગ વિષય સાથે વર્ષ 2022માં દર્શકોનું મનોરંજન કરવા તૈયાર છે.
Tags :
Advertisement

.

×