
રાજ્યમાં ફરી એકવાર ઠંડીના પારામાં વધારો થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. આગામી 5 દિવસમાં રાજ્યના વાતાવરણમાં ઠંડીનું જોર વધશે. રાજ્યમાં આગામી 48 કલાક તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે. આગામી બે દિવસમાં લધુત્તમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. ત્યારબાદ ફરી ઠંડીના પ્રમાણમાં વધારો થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.રાજ્યમાં ઠંડીનો ફરી ઠંડીનું જોર વધશે તેવી આગાહી કરવામાં આવી છે. 3 ફેબ્રુઆરી બાદ કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત વધુ ઠંડી પડવાની શક્યતા છે.
બીજી તરફ લોકોને સાવચેતી રાખવા બદલ હવામાન વિભાગે અપીલ કરી છે.રાજ્યમાં સતત વાતાવરણમાં આવતા પલટાના કારણે લોકોને ધ્યાન રાખવાની પણ અપીલ કરવામાં આવી છે.