13

પતિ અને સાસરિયાના ત્રાસથી મહિલાઓએ આત્મહત્યા કરી હોય એવી અનેક ઘટનાઓ આજે પણ સમાજમાં બનતી રહે છે. પરંતુ કેટલીક વાર એવા કિસ્સાઓ સામે આવે છે જ્યા મહિલા તેના પતિ પર ત્રાસ ગુજારતી હોય. અમદાવાદના સરદારનગર વિસ્તારમાં રહેતા પતિએ તેની પત્ની અને પુત્રના ત્રાસના કારણે જીવન ટૂંકાવ્યું છે. મિલકત નામે કરવા માટે તેની પત્ની અને પુત્ર ત્રાસ આપતા હતા. સરદારનગર વિસ્તારમાં રહેતા દયાલદાસ રામસીધાનીએ
તેમની પુત્રવધૂ અને પૌત્ર સામે ફરિયાદ નોંધાવી છે.
જગદીશભાઈના પત્ની અને પુત્ર સતત મિલકત નામે કરવા માટે માનસિક ત્રાસ આપતા હતા. વર્ષ 2008માં દયાલદાસે તેમની મિલકતની વહેંચણી કરી ત્યારે પુત્ર જગદીશભાઈને સરદારનગર અને ગાંધીરોડ પાસેનું મકાન આપ્યુ હતું. પુત્ર અને તેની પત્ની જગદીશભાઈ પાસે ઘરના કામ કરાવતા હતા. જગદીશભાઈના પત્ની ટોણા મારતા હતાં કે ‘તું મરી જઈશ તો હું ગરબા ગાઈશ’. પરિવારથી કંટાળીને જગદીશભાઈ પોતાના પિતા દયાલદાસ રામસીધાની પાસે રહેવા આવ્યા હતા. થોડા દિવસ બાદ નદીમાંથી જગદીશભાઈનો મૃતદેહ મળ્યો. એરપોર્ટ પોલીસે સમગ્ર મામલે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે.