
LRD અને SPI ભરતી
પરીક્ષાની ઊંચાઈના વિવાદ અંગે ગુજરાત હાઇકોર્ટે 3 ઉમેદવારોની
પરીક્ષા 4 માર્ચે લેવામાં આવે તેવો આદેશ કર્યો છે. ગુજરાત હાઇકોર્ટે રિક્રુટમેન્ટ બોર્ડને ટકોર કરતા
કહ્યું કે, તમારી એક બેદરકારીના કારણે ઉમેદવારોનું ભાવિ બગડે છે. બોર્ડ અધિકારીઓ
ઉમેદવારોની પરીક્ષા ભાવિને ધ્યાને રાખીને લે, જો પરીક્ષા લેવામાં બેદરકારી સામે આવી
તો પગલાં લેવામાં આવશે . ગુજરાત હાઇકોર્ટે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા
શારીરિક માપણીમાં ભૂલ થયાની નોંધ લીધી હતી.
શું
હતો સમગ્ર વિવાદ?
LRD-PSI શારીરિક પરીક્ષામાં ઊંચાઈને લઈ વિવાદ સર્જાયો હતો. વર્ષ
2019ની
ભરતીમાં શારીરિક કસોટીના તમામ પાસાઓ એટલે કે દોડ, ઊંચાઈ, વજન, અને
છાતીની માપણીમાં પાસ થયેલા ઉમેદવારો 2021ની ભરતીમાં
ઊંચાઈ માટે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા જેના
પરિણામે શારીરિક કસોટીમાં ઉમેદવારની
ઉંચાઈ 153 સે.મી.
નોંધાઈ જ્યારે ઉમેદવારે પોતાની ઉંચાઈ 157 સે.મી
હોવાનો દાવો કર્યો છે. એટલેકે 2 વર્ષમાં ઉમેદવારોની ઊંચાઈ
વધવાના બદલે ઘટી હતી જે મામલે ઉમેદવારો કોર્ટના શરણે ગયા હતા.
હાઇકોર્ટમાં કરવામાં આવી અરજી
ઊંચાઈને કારણે ફેઇલ થનાર ઉમેદવારોએ અરજીમાં કહ્યું
કે, 2019માં
શારીરિક પરીક્ષામાં ઊંચાઈમાં પાસ કરાયા હતા. જ્યારે 2021માં
ચાલુ ભરતીમાં ઊંચાઈમાં ફેઇલ કરાયા છે. ત્યારે 2 વર્ષમાં
ઉમેદવારોની ઊંચાઈમાં ઘટાડો થયો. અનેક ઉમેદવારોને ઊંચાઈને કારણે ફેઇલ કરાયા છે.
જ્યારે બંને ભરતીમાં ઊંચાઈના માપદંડ એકસરખા જ રખાયા હતા. પુરુષો માટે 165 સેમી
અને મહિલાઓ માટે 155 સેમી ઊંચાઈ રાખવામાં આવી છે. ત્યારે 2 વર્ષ
બાદ લેવાયેલી પરીક્ષામાં ઊંચાઈ 3થી 4 સેમી ઘટી છે. જેને લઇ 9 પુરુષ
ઉમેદવાર અને 1 મહિલા ઉમેદવારે અરજી કરી છે અને ઉમેદવારોએ ફરીથી ઊંચાઈ માપણી
માટે માગ કરી હતી. આ મામલે ગુજરાત હાઇકોર્ટે સુનાવણી દરમિયાન 3 ઉમેદવારોને આગામી 4 માર્ચના રોજ પરીક્ષા લેવા આદેશ આપવામાં આવ્યો છે.