7
ભારત રત્ન લતા મંગેશકરનું સારવાર દરમિયાન નિધન થયુ છે. ત્યારે રાજકીય, બોલીવુડ, ઢોલીવુડ સહિતના હસ્તીઓ લતાજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે. ત્યારે ગુજરાતના લોકગાયક ગીતાબેન રબારીએ લતાજીને શ્રદ્ધાંજલિ અર્પી હતી. ગીતાબેન રબારીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરતા કહ્યું હતું કે, સમગ્ર ભારતવાસીઓ ભારતીયની કલા જગતને મોટી ખોટ પડી છે. પરમ આદરણિય મા સરસ્વતીના સાક્ષાત સ્વરૂપ લતા દીદીનું આજે અવસાન થયુ છે. જેમની ખોટ સદાય ભારતને રહેશે. ઈશ્વર પરમાત્મા તેમની દિવ્ય આત્માને તેમના ચરણોમાં સ્થાન આપે.આપ અમારી સમક્ષ યાદોમાં જીવતા રહેશો.