31

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા અને કડીમાં આદરેજ પ્રાથમિક શાળામાં શિક્ષિક તરીકે ફરજ બજાવતા મહિલા શિક્ષિકે આપઘાતનો પ્રયાસ કર્યો છે. શિક્ષિકાના આચાર્ય સાથે સંબંધ હોવાની અફવા ફેલાતા શિક્ષિકાને લાગી આવ્યું અને આપઘાતની કોશિશ કરી. હાલ શિક્ષિકા સારવાર હેઠળ છે અને તેઓની શાળાના સાથી મહિલા શિક્ષકો તેમજ તાલુકા પ્રાયમરી એજ્યુકેશન ઓફિસર સામે ફરિયાદ નોંધાવી છે.
શિક્ષિકાએ ફરિયાદમાં શું ઉલ્લેખ કર્યો ?
શિક્ષિકાએ કરેલી ફરિયાદ મુજબ તેઓ કડી ખાતે ધોરણ 6થી 8ના વર્ગના ગણિત-વિજ્ઞાનના શિક્ષિકા તરીકે નોકરી કરે છે. મહિલા જે શાળામાં નોકરી કરે છે. આ શાળાના આચાર્ય ચંદનગિરી ગોસ્વામી શિક્ષિકાના નિષ્ઠાપૂર્વક કામથી ખુશ હતા. આ બાબત અન્ય મહિલા શિક્ષકોને ગમતી ન હોવાથી તે બંને વચ્ચેના સંબંધોની ખોટી અફવા ફેલાવતા હતા. આટલું ઓછું હોય એમ આરોપીઓ એટલામાં ન અટકી અને આ મહિલા વિશે ખોટી વાતો જણાવી મહેસાણા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સમક્ષ ફરિયાદી વિરુદ્ધ અરજી કરી હતી. ત્રણેય શિક્ષકોએ મહિલા વિશે ખોટી વાતો નહીં કરવા જણાવ્યું હોવા છતાં પણ અફવાઓ ચાલુ રાખી હતી. આરોપીઓને મહિલાને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી.
TPOએ મહિલા શિક્ષિકા સાથે કર્યું ખરાબ વર્તન
13મી જાન્યુઆરીએ શિક્ષિકા વિરુદ્ધ અરજી કરનારા ભરતભાઇ અને રામભાઈએ અરજી રદ્દ કરવા માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને લેખિતમાં જાણ કરી હતી. તેમ છતાં કડી ખાતેના TPOપુષ્પાબેન ભીલ દ્વારા અવારનવાર શિક્ષિકાને બોલાવીને તેઓના ચરિત્ર બાબતે વાતો કરીને ધમકાવતા હતા. ફરિયાદી સાથે નોકરી કરતા અન્ય શિક્ષિકા બહેનોએ પણ તેઓની સાથે વાતચીત કરવાનું બંધ કરતા શિક્ષિકાને લાગી આવતા ડિપ્રેશનમાં ઊંઘની ગોળીઓ ખાઇને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. લખેલી સુસાઇડ નોટમાં જેમાં તમામ દોષિત શિક્ષકોના નામ પણ લખવામાં આવતા આ અંગેની ફરિયાદ દાખલ કરાઇ હતી.
પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી
આ સમગ્ર મામલે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે કે આ મામલે ફરિયાદી મહિલા શિક્ષિકાની સ્યુસાઈડ નોટમાં 12 લોકો તેઓની મોત પાછળ જવાબદાર હોવાનું જણાવ્યું હોવાથી પોલીસે એ આધારે આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે.