35

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાદગી અને નિખાલસ સ્વભાવના કારણે રાજ્યની જનતામાં લોકપ્રિયતા મેળવી છે. ભૂપેન્દ્ર પટેલ આજે કચ્છની મુલાકાત લીધી હતી જ્યાં તેઓ વિધાનસભાના અધ્યક્ષ નીમાબહેન આચાર્યના અતિથિ બન્યા હતા.

નીમાબહેન આચાર્યએ પાઘડી પહેરાવીને મુખ્યમંત્રીનું ઉષ્માભેર સ્વાગત કર્યુ હતું. નીમાબહેન આચાર્ય અને તેમના પરિવારે કચ્છની ભાતિગળ સંસ્કૃતિની ઝાંખી કરાવતી તસ્વીર મોમેન્ટો સ્વરૂપે ભેટમાં આપી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાતના કારણે નીમાબહેન આચાર્ય અને પરિવારજનોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. CM ભૂપેન્દ્ર પટેલ તેમના નિવાસ સ્થાને પહોંચતા આરતી ઉતારીને સ્વાગત કરવામાં આવ્યુ હતું. ભૂપેન્દ્ર પટેલ હળવા અંદાજમાં જોવા મળ્યા હતા.

કચ્છના પ્રવાસે આવેલા મુખ્યમંત્રીએ સવારે વર્લ્ડ હેરિટેજ સાઈટ ધોળાવીરાની મુલાકાત લીધી હતી તો નવા સાંતલુપર નેશનલ હાઈવેના કામોનું સ્થળ નિરીક્ષણ પણ કર્યુ હતું.
