33

ગાંધીનગર ખાતે આગામી 10થી 14 માર્ચ દરમિયાન યોજાનારા ડિફેન્સ એક્સપો-2022ને મોકૂફ રાખવાના નિર્ણય બાદ રાજ્ય સરકાર દ્વારા વધુ એક મહ્તવપૂર્ણ નિર્ણય લીધો છે. ગુજરાતની સૌથી મોટી ઇવેન્ટ એવી ‘વાઇબ્રન્ટ સમિટ’ રદ્દ કરવાનો નિર્ણય સરકારે કર્યો છે. ઉલલેખનીય છે કે આ પહેલા જાન્યુઆરી મહિનામાં યોજાનારી આ વાઇબ્રન્ટ સમિટને કોરોના મહામારીના કારણે મોકૂફ રાખવામાં આવી હતી. ત્યારે હવે તેને રદ્દ કરવાની જાહેરાત કરવામાં આવી છે. અત્યારે યુક્રેન રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે સરકારે આ નિર્ણય કરાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.
પહેલા પણ મોકૂફ રખાઇ હતી
આ પહેલા જાન્યુઆરી મહિનાના પહેલા સપ્તાહમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજાનારી હતી. તેવામાં છેલ્લી ઘડીએ કોરોના સંક્રમણ વધતા સરકાર દ્વારા તેને મોકુફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પહેલી મેના દિવસે ગુજરાત સ્થાપના દિવસના અવસર ઉપર ત્રણ દિવસ માટેની વાઇબ્રન્ટ સમિટ યોજવાની તૈયારીઓ સરકાર દ્વારા તતી હોવાની વાત સામે આવી હતી. જો કે હવે તેને પણ રદ્દ કરવાની જાહેરાત કરાઇ છે.
વાઇબ્રન્ટ સમિટ રદ્દ કરવા પાછળનું મુખ્ય કારણ અત્યારે આંતરરાષ્ટ્રીય સ્થિતિ છે. રશિયા અને યુક્રેનના યુદ્ધના કારણે અત્યારે વૈશ્વિક અર્થતંત્રમાં મોટી ઉથલપાથલ ચાલી રહી છે. જેથી વાઇબ્રન્ટ સમિટમાં યોગ્ય રોકાણ ના આવે તેવી શક્યતા ઉભી થઇ છે. આ સિવાય એવી વાત પણ સામે આવી છે કે ઉનાળા દરમિયાન ગુજરાતમાં ધમધોખતો તાપ પડે છે. આવું વાતાવરણ વિદેશી મહેમાનો માટે અનુકૂળ નથી, આ મુદ્દાને પણ ધ્યાને લેવાયો છે. ઉપરાંત આગામી ડિસેમ્બરમાં વિધાનસભા ચૂંટણી પણ આવી રહી છે. આ તમામ પાસાઓને ધ્યાને લઇને વાઇબ્રન્ટ સમિટ રદ્દ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ડિફેન્સ એક્સપો મોકૂફ
ઉલ્લેખનીય છે કે વાઇબ્રન્ટ સમિટ રદ્દ કર્યાના થોડો સમય પહલા જ ગાંધીનગર કાતે યોજાનારા ડિફેન્સ એક્સપોને મોકૂફ રાખવામાં આવ્યો છે. આગામી 10થી 14 માર્ચ દરમિયાન ડિફેન્સ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમેરિકા, યુકે, ઓસ્ટ્રેલિયા અને બ્રાઝીલ અને જાપાન સહિતના દેશો સામેલ થવાના હતા. કુલ 100 જેટલા દેશો આ ડિફેન્સ એક્સપોમાં ભાગ લેવાના હતા. ત્યારે યુદ્ધની સ્થિતિના કારણે આ ડિફેન્સ એક્સપો પણ મોકૂફ રાખવામાં આવ્યો છે.