21

કોંગ્રેસના દિગ્ગજ નેતા જયરાજસિંહ પરમારે 3 દિવસ પહેલા કોંગ્રેસ પક્ષની કામગીરીથી નારાજ થઇ કોંગ્રેસનો સાથ છોડ્યો હતો અને કોંગ્રેસ પક્ષ પર આકરા પ્રહારો કર્યા બાદ તેમને આજે વિધિવત રીતે ભાજપમાં જોડાવા અંગેની પોસ્ટ ટ્વિટ કરી છે.
જાણો શું લખ્યું છે ટ્વિટમાં
મારા કુળદેવી શ્રી હરસિધ્ધ ભવાની માતાજી અને ગામદેવી શ્રી અજાય માતાના તથા મારા ગુરુના આશીર્વાદ સાથે હું તારીખ 22-02-2022ને મંગળવારના રોજ સવારે 11 .00 કલાકે શ્રી કમલમ્ ખાતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યો છું..જય હિંદ..
37 વર્ષથી હતા કોંગ્રેસમાં
ગુજરાતમાં જયારે કોંગ્રેસની સત્તા હતી ત્યાર થી કોંગ્રેસમાં પાયાના કાર્યકર તરીકે વિદ્યાર્થી સંગઠનમાં કામ કરી ચૂકેલા જયરાજસિંહ પરમારને વિધાનસભા કે લોકસભામાં ટિકિટ આપવામાં આવી ન હતી અને તેઓ 2017માં પણ કોંગ્રેસથી નારાજ થયા હતા . 2022ની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસના પૂર્વ પ્રવક્તા જયરાજસિંહ પરમારે કોંગ્રેસનો હાથ છોડી ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. જયરાજસિંહ પરમાર કોંગ્રેસમાં છેલ્લા 37 વર્ષથી કાર્યરત હતા.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથેના થયા ફોટા વાઇરલ
જયરાજસિંહ પરમારે કોંગ્રેસનો સાથ છોડ્યો એ પહેલા તેમના અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના ફોટા વાઇરલ થયા હતા ત્યારથી અટકળોએ વેગ પકડ્યો હતો અને ત્યાર બાદ ફેસબૂક પર તેમને કોંગ્રેસ સાથે છેડો ફાડ્યા અંગેની પોસ્ટ મૂકી હતી.