10

અમદાવાદમાં રિવરફ્રન્ટથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સુધી હેલિકોપ્ટર જોય રાઈડ સર્વિસ હાલ ચાલુ છે, જેમાં હવે વધુ એક સ્પોટનો ઉમેરો થવા જઈ રહ્યો છે. માર્ચ મહિનાથી સાયન્સ સીટી ખાતેથી પણ હવે હેલિકોપ્ટર જોય રાઈડ શરૂ કરાશે.
અમદાવાદમાં જોય રાઈડ પુરી પાડતી કંપની એરોટ્રાન્સના ચેરમેન રાજીવ ગાંધીએ આ અંગે જણાવ્યું હતું કે ‘સાયન્સ સિટી ખાતેથી જોય રાઈડનો માર્ચ મહિનામાં પ્રારંભ થવાની શકયતા છે’. સાયન્સ સિટીથી અન્ય કયા સ્પોટને આ જોય રાઈડ અંતર્ગત આવરી લેવાશે તે હજુ નક્કી કરવાનું બાકી છે.
હવે અમદાવાદીઓને ટૂંકા અને લાંબા અંતર માટે ચાર્ટર સર્વિસ, એરોપ્લેન ટુરિઝમ ચાર્ટર અને હેલિકોપટર પણ પુરા પાડવામાં આવશે. હવે પોરબંદર, દીવ, ઉદયપુર જેવા સ્થળોએ જવા માટે ટુરિઝમ ચાર્ટર બુક કરી શકાશે. જે ધાર્મિક સ્થળોએ એરટ્રીપ નથી ત્યાં હેલિકોપ્ટરથી પોઇન્ટ ટુ પોઇન્ટ લોકેશન પર મુસાફરી કરી શકાશે.