21

રાજ્યમાં રમત-ગમતને આગળ વધારવા માટે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે.રમત-ગમત ક્ષેત્રે વિશિષ્ઠ કૌશલ્યને વેગ આપવા તેમજ ઉત્તેજન આપવા માટે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. આ સિવાય રમતવીરોને રમત-ગમત માટે માળખાગત સુવિધાઓ પુરી પાડવા રમત-ગમત ક્ષેત્રમાં ગુણવત્તા વધે તે હેતુથી ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે.
આ વેબસાઇટ પર કરાવી શકશો નોંઘણી
સ્પોર્ટ્સ ઑથોરીટી ઓફ ગુજરાત દ્વારા ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવેલ છે. તેના માટે વધુ જાણકારી https://khelmahakumbh.gujarat.gov.inની વેબસાઈટ પર ઉપલબ્ધથી મેળવી કરી શકો છે. તેમજ વેબસાઇટ પર નોધણી પણ કરાવી શકશો. આ વેબસાઇટ પર તેમને રજીસ્ટ્રેશન સંબંધિત તમામ જાણકારી પણ મેળશે.
ખેલમહાકૂંભમાં સિદ્ધિ મેળવનાર માટે 30 કરોડના ઈનામો
વર્ષ 2010માં ખેલ મહાકુંભમાં 16.50 લાખ જેટલા રમતવીરોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. ખેલ મહાકુંભ-2019માં 39.32 લાખ જેટલા રમતવીરોએ ભાગ લીધો હતો. ખેલ મહાકુંભ 2022માં 40 લાખ જેટલા રમતવીરો ભાગ લે તેવી આશા છે. ખેલ મહાકુંભમાં વિવિધ 29 રમતો રમાડાશે.આ સિવાય દિવ્યાંગ ખેલાડીઓ માટે ખાસ ખેલ મહાકુંભનું આયોજન પણ કરવામાં આવ્યું છે. સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓ માટે 30 કરોડના ઈનામની ફઆળવણી પણ કરાઇ છે.