Home » અરવલ્લીમાં ભેદી બ્લાસ્ટ, બ્લાસ્ટમાં પત્ની બાદ પતિનું પણ મોત
અરવલ્લીમાં ભેદી બ્લાસ્ટ, બ્લાસ્ટમાં પત્ની બાદ પતિનું પણ મોત
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
64
અરવલ્લીમાં ભેદી બ્લાસ્ટની ઘટના બની છે. અરવલ્લીના મેઘરજમાં આવેલા બીટી છાપરા ગામે બ્લાસ્ટ થયો છે. જેમાં એક મહિલાનું દાઝી જતા મોત થયું છે.ડિટોનેટરથી બ્લાસ્ટ કરાયો હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે. ઘટના સ્થળ ઉપરથી ડિટોનેટરના પુરાવા પણ મળી આવ્યા છે. ઘરકંકાસના કારણે આ બ્લાસ્ટ કરાયો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. મેઘરજમાં ભેદી બ્લાસ્ટના ધડાકાથી આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી.
પોલીસને ઘટના અંગે જાણ થતા જિલ્લા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તપાસ હાથ ધરી હતી. ઘટનાસ્થળે તપાસ મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. સાથે જ ડિટોનેટરના પુરાવા પણ મળી આવ્યા હતા. SP અને DYSP સહિત જિલ્લા પોલીસની ટિમે ઘટનાસ્થળે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મહિલા બાદ તેના પતિનું પણ આ ઘટનામાં મોત થયું હોવાનું સામે આવ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં હાલ તો પતિ-પત્ની વચ્ચેના ઝગડાના લીધે ડિટોનેટરથી બ્લાસ્ટ કરાયો હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર ઘટના મામલે ઈસરી પોલીસે આસપાસના સ્થાનિકોના નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરી છે. અને બ્લાસ્ટ કયા કારણોસર કરવામાં આવ્યો તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject