
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનારી પરીક્ષા ત્રીજી વખત રદ છે. 13 ફેબ્રુઆરી 2022ના રોજ બિન સચિવાયલ ક્લાર્ક અને ઓફિસ અસિસટન્ટની પરીક્ષા યોજાવાની હતી. જો કે ફરીથી આ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. ગૌણ સેવા પસંદગી મંડળે જાહેરાત કરી છે કે, વહીવટી કારણોસર પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે.
પેપરલીક કૌભાંડને કારણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ વિવાદોમાં છે. ત્યારે હવે પારદર્શક રીતે પરિક્ષા લેવી એ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ માટે પડકારરૂપ છે.