43

ગુજરાત યુનિવર્સિટીમાં ફરી એકવાર છબરડો સામે આવ્યો છે , જેમાં અન્ય વિષયનું પેપર પૂછી લેતા વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. યુનિવર્સિટીએ પોતાની ભુલ સ્વીકારીને ફરી વાર પરીક્ષાનું આયોજન કર્યું છે.
ઓનલાઇન પરીક્ષામાં છબરડો
કોરોના કારણે યુનિવર્સિટી દ્વારા ઓનલાઇન અને ઓફલાઇન બંને પ્રકારની પરીક્ષા લેવામાં આવી રહી છે ત્યારે ઓનલાઇન પરીક્ષામાં છબરડો સામે આવ્યો છે . ગુજરાત યુનિવર્સિટીમાં શનિવારે શ્રીમદ્ ભગવદ્ ગીતાનું પેપર હતું ત્યારે વિદ્યાર્થીઓને સંસ્કૃત લિટરેચરનું પેપર પૂછાતા વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાઇ ગયા હતા અને તમામે પરીક્ષા વિભાગમાં ફરિયાદ કરી હતી. વિદ્યાર્થીઓની રજુઆત બાદ યુનિવર્સીટીએ પોતાની ભૂલ સ્વીકારી ફરી વાર પરીક્ષાનું આયોજન કર્યું છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત યુનિવર્સિટીમાં દરેક ઓનલાઇન પરીક્ષામાં આ પ્રકારના છબરડા સામે આવી રહ્યા છે ત્યારે સત્તાધીશો અધિકારીઓ સામે એક્શન લેવાને બદલે મૂક પ્રેક્ષક બનીને બેસી રહ્યા છે.