ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પોતાના વિવાદાસ્પદ નિવેદનોને લઇને હંમેશા ચર્ચામાં બની રહે છે. તાજેતરમાં બનાસકાંઠાના રૈયા ગામની યુવતીના પ્રેમલગ્નને લઈ વાવના મહિલા ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે બળાપો કાઢ્યો હતો. આ અંગે તેઓએ પ્રેમલગ્ન કરનારા યુવાનોને લઈ ગેનીબેને નિવેદન કર્યુ હતુ
પ્રેમલગ્ન કરનારા મોટા ભાગના યુવાનો ક્રાઈમ સાથે સંકળાયેલા : ગેનીબેન ઠાકોર
બનાસકાંઠા જિલ્લામાં એક પિતા પુત્રીને પ્રેમલગ્નથી અટકાવી ઘરે પરત ફરવા માટે માટે હાથ જોડીને આજીજી કરતા હોવાનું વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે. આ માતા-અને પિતા કરગરવા છતાં પુત્રી પ્રેમી સાથે ચાલતી થઈ ગઈ હતી. પિતા બે હાથ જોડીને પગે લાગી રહ્યો હતો. પરંતુ પિતા પોતાની આબરુ સાચવા માટે પુત્રીને વિનંતી કરતો રહ્યો હતો. આ વીડિયો વાયરલ ખૂબ થયો હતો અને પિતાની વેદનાને લઈ તેની પર ચર્ચા પણ ખૂબ થઈ હતી. આ દરમિયાન બનાસકાંઠાના વાવના મહિલા ધારાસભ્યએ પ્રેમલગ્ન કરનારાઓને લઈ નિવેદન કર્યુ હતુ. તેઓએ કહ્યુ હતુ કે, પ્રેમલગ્ન કરનારા મોટા ભાગના યુવાનો ક્રાઈમ સાથે સંકળાયેલા હોય છે. સમાજમાં જેની કોઈ ઈજ્જત ના હોય એવા લોકો જ પ્રેમ લગ્ન કરે છે. પ્રેમલગ્ન કરનારાને જાહેરમાં કડક સજા કરવી જોઈએ અને સરકારે આ માટે કડક કાયદો બનાવવો જોઈએ. ધારાસભ્ય ગેનીબેને કહ્યુ હતુ કે ક્રાઈમ સાથે સંકળાયેલા યુવાનોને કારણે અનેક પરિવાર વેરવિખેર થઈ જાય છે.
આ પણ વાંચો – ગેનીબેન ઠાકોરનું વધુ એક વિવાદાસ્પદ નિવેદન, લગ્નમાં DJ પર સંપૂર્ણ પ્રતિબંધની કરી ટકોર
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ