અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે અમદાવાદ શહેર પોલીસ પણ રથયાત્રા પહેલા સજ્જ બની છે અને રથયાત્રાને લઈ પોલીસે પૂર્વ તૈયારીઓ શરૂ કરી દીધી છે. રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ સતર્ક બની છે. રથયાત્રાના તમામ રૂટ પર સતત પોલીસ પેટ્રોલિંગ કરાશે. ખાસ રથયાત્રા પૂર્વે પોલીસ શાંતિ સમિતિની બેઠકો પણ યોજાશે. સાથે સાથે પોલીસ રથયાત્રામાં અસામાજિક તત્વો પર કાર્યવાહી કરશે.
123