58

રાજકોટના બહુચર્ચિત અને વિવાદાસ્પદ તોડકાંડ અથવા તો કમિશન કાંડ અંગે આજે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પર રાજકોટ ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલ તથા કેટલાક બિલ્ડરો દ્વારા કમિશન લીધાના ગંભીર આરોપો કરવામાં આવ્યા હતા. આ અંગે રાજ્યના ગૃહમંતરી હર્ષ સંઘવીને પત્ર પણ લખવામાં આવ્યો હતો. મનોજ અગ્રવાલ સાથે અન્ય પોલીસકર્મીઓના નામ પણ આ મામલે સામે આવ્યા હતા. ત્યારબાદથી આ મુદ્દો વિવાદાસ્પદ બન્યો હતો.
તેવામાં હવે રાજકોટના આ વિવાદિત પોલીસ કમિશનર મનોશ અગ્રવાલની બદલી કરવામાં આવી છે. મનોજ અગ્રવાલને રાજકોટ કમિશનર પદેથી દૂર કરીને હવે જૂનાગઢના એસઆરપી ટ્રેનિંગ સેન્ટરના વડા બનાવવામાં આવ્યા છે. આ સિવાય હવે તેમની સામે ખાતીકિય તપાસ પમ કરવામાં આવશે. આ સિવાય PI વિરક ગઢવી, PSI એસ.બી.સાખરા અને હેડ કોન્સ્ટેબલ યોગેન્દ્રસિંહને પણ ફરજ મોકુફ કરાયા છેઅને તેમની સામે પણ ખાતાકીય તપાસ હાથ ધરાશે. આ તમામ લોકો સામેની તપાસ એસીબીને સોંપવામાં આવી છે. આ સિવાય આ લોકોની મિલકતો અંગેની તપાસ પણ કરવામાં આવશે.
રાજકોટ પોલીસ કમિશનર પર કમિશનના આરોપો લાગ્યા બાદ સરકાર દ્વારા તાત્કાલિક આ અંગે એક કમિટિ બનાવવામાં આવી હતી. આઇપીએસ વિકાસ સહાયની અધ્યક્ષતામાં બનેલી આ કમિટિને આ કેસની તપાસ સોંપવામાં આવી હતી. આ કમિટિ દ્નારા આજે 200 પાનાનો રિપોર્ટ ગૃહ મંત્રાલયને સોંપવામાં આવ્યો છે. ત્યાર બાદ ગાંધીનગરથી રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની બદલીના આદેશ છુટ્યો છે.
ઉલ્લેખનીય છે કે મનોજ અગ્રવાલ પર રાજકોટના એક ઉદ્યોગપતિ પાસેથી 75 લાખ રુપિયાનો તોડ કર્યાનો આક્ષેપ થયો હતો. ઉદ્યોગપતિની ફરિયાદના આધારે ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે હર્ષ સંઘવીને પત્ર લખ્યો હતો. વિવાદ સર્જાયા બાદા આ અંગે તપાસના આદેશ અપાયા હતા. આઇપીએસ વિકાસ સહાય દ્વારા તોડકાંડ મામલે મનોજ અગ્રવાલની 10 ફેબ્રુઆરીના રોજ ગાંધીનગર સ્થિત પોલીસ કરઈ એકેડમી ખાતે પૂછપરછ કરવામાં આવી હતી.