Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat News : પાંડેસરામાં જોખમી રીતે રીલ્સ બનાવતા યુવકનો VIral Video

રીલ્સ બનાવવા માટે આજની યુવા પેઢી ખૂબ ઘેલી બની છે. યુવક-યુવતીઓ ભલ ભલા ગતકડા કરતા હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો સુરતના પાંડેસરા વિસ્તારમાંથી સામે આવ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે ઓવર બ્રિજની પાળી પર યુવક ચાલીને પોતાનો...
Advertisement

રીલ્સ બનાવવા માટે આજની યુવા પેઢી ખૂબ ઘેલી બની છે. યુવક-યુવતીઓ ભલ ભલા ગતકડા કરતા હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો સુરતના પાંડેસરા વિસ્તારમાંથી સામે આવ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે ઓવર બ્રિજની પાળી પર યુવક ચાલીને પોતાનો જીવ જોખમમાં મૂકે છે.

મહત્વનું છે કે, સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા એક બ્રિજની પાળી પર એક યુવક ચાલીને સ્ટંટ કરતો નજરે પડે છે. રીલ્સ બનાવવા યુવકે આ પ્રકારનો સ્ટંટ કરતો હોય તેમ વીડિયોમાં દેખાઈ રહ્યું છે. આ ખૂબ જ જોખમી છે કારણ કે યુવક બ્રીજની પાળી પર ચાલી રહ્યો છે. થોડીક પણ બેદરકારી યુવકને ખૂબ જ ભારી પડી શકે તેમ છે. આ વીડિયો વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે. યુવાઓને આ પ્રકારે જીવનું જોખમ લઈને રીલ્સ ન બનાવવા અપીલ છે.

Advertisement

Advertisement

સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે રિલ્સ બનાવવાનું હાલ યુવાનોમાં ઘેલું લાગ્યું છે. ત્યારે હવે આ વાયરલ વીડિયોમાં યુવાન બ્રિજની પાળી પર ચઢી રિલ્સ બનાવી રહ્યો હોવાનું સ્પષ્ટ દેખાય રહ્યું છે. જીવના જોખમે રિલ્સ બનાવતા યુવાનનો વીડિયો રાહદારીએ મોબાઈલમાં કંડાર્યો હોવાનું કહેવાય રહ્યું છે. વાઇરલ વિડીયો ઢળતી સાંજના સમયનો અને પાંડેસરા પિયુષ પોઇન્ટના ફ્લાયઓવર બ્રિજનો હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. વાઇરલ વીડિયો સામે આવ્યા બાદ પોલીસ માટે તપાસનો વિષય બન્યો છે.

આ પણ વાંચો : Gujarat Rainforecast : દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી

Tags :
Advertisement

.

×