36

ઉંઘમાં નસકોરા બોલાવતા લોકો સામાન્ય રીતે એમ માનતા હોય છે કે તેઓ ખુબ થાકી ગયા હશે એટલે તેમના નસકોરા બોલતા હશે, પણ આ તેમની માન્યતા ખોટી છે. રાત્રે નસકોરા બોલાવતા લોકો કોઇ ગંભીર બિમારીનો શિકાર પણ હોઇ શકે છે. નસકોરાની પાછળ કઇ તકલીફો હોઇ શકે છે તે જણાવીશું આપને
કેટલાક લોકો ખુબ શાંતિપૂર્વક સૂતા હોય છે તો કેટલાક લોકો ભયંકર નસકોરા બોલાવતા હોય છે કે જેથી આસપાસના લોકો પણ સૂઇ શકતા નથી. નસકોરા એ આજના સમયની ખુબ આમ સમસ્યા બની ચુકી છે. ઘણાં લોકો આ સમસ્યાથી પીડાય છે અને તેને રોકવાના અનેક પ્રયાસો પણ કરે છે. બજારમાં હવે એવી વસ્તુઓ પણ મળે છે જેનાથી નસકોરાની સમસ્યામાંથી મુક્તિ મળી શકે છે.
કેટલાક લોકો એવા પણ હોય છે જેને નસકોરાથી કોઇ ફરક પડતો નથી અને તેને સહજ માની લે છે. પણ નસકોરા એ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાનું એક સંકેત પણ હોઇ શકે છે. જો તમને પણ નસકોરા બોલાવવાની સમસ્યા છે તો ધ્યાન આપો કે આ સામાન્ય નસકોરા છે કે આ તમને અમે નીચે જણાવવા જઇ રહ્યા છીએ તેમાંના કોઇ લક્ષણને કારણે છે. જો આમ હોય તો તરત જ ડોકટરનો સંપર્ક કરો.
નસકોરા બોલાવવા આ ગંભીર સમસ્યાનો સંકેત હોઇ શકે છે
એક્સપર્ટના હિસાબે જો કોઇને નસકોરા આવે છે તો તેની ઉંઘ અને તેની પેટર્ન પર ધ્યાન આપવું જોઇએ જેથી વાસ્તવિક પરિસ્થિતીનો ખ્યાલ આવે.
UAEમાં થુંબે યુનિવર્સિટીના ઇએનટી વિશેષજ્ઞ ડોય મીનૂ ચેરિયને દુબઇના એક અખબાર સાથે વાતચીત કરતા જણાવ્યું કે, વધુ વજનવાળા લોકોમાં જોવા મળતો એક ડિસઓર્ડર છે, જે ઉંઘ દરમિયાન ઉપરી શ્વસન માર્ગમાં શ્વાસ રોકાવાને કારણે થાય છે. આનાથી પ્રભાવિત લોકોને નસકોરાની સમસ્યા સર્જાઇ શકે છે, ગભરામણ કે હાંફ ચઢવાની સમસ્યા પણ થાય છે. ઉંઘમાં ખલેલ પણ પડી શકે છે તેના કારણે દિવસમાં ચીડીયાપણું જોવા મળે છે. આમ થવાથી તમે દિવસે તમારા કામમાં ફોકસ પણ કરી શકતા નથી. ઉંઘ પૂરી ન થવાને કારણે તમને થાક અનુભવાય છે અને કમજોરી પણ અનુભવાય છે.
રોજ નસકોરા લેવાની આદતને કારણે સારી ઉંઘની કમી થાય છે અને લોહીમાં ઓક્સીજનનું લેવલ પણ ઘટી જાય છે. લાંબા સમય સુધી શ્વાસમાં તકલીફને કારણે હાઇ બ્લડ પ્રેશર, હ્રદય સંબંધીત બિમારી, કાર્ડિયક અરેસ્ટ અને હાર્ટ સાથે જોડાયેલી ગંભીર બિમારીઓ થઇ શકે છે. યાદશક્તિની ઉણપ, સવારે ઉઠતા માથાનો દુખાવો, ડિપ્રેશન જેવી તકલીફો ઓએસએ ના કારણે થાય છે.
એપનીયા શબ્દની ઉત્પત્તિ ગ્રીક શબ્દ ‘એપનોસ’ થી આવ્યો છે. જેનો અર્થ શ્વાસ ન લેવો અને સૂતા સમયે શ્વાસ લેવાના માર્ગમાં અવરોધ ઉભો થવો એમ થાય છે. જો તમને પણ આવી સમસ્યા છે તો તાત્કાલીક ડોકટરનો સંપર્ક કરો.
નસકોરા બોલાવવાનું કારણ શું છે ?
- સાઇનસ
- વધુ વજન
- ધૂમ્રપાન
- ડિપ્રેશન
- ગર્ભાવસ્થા
- દારૂનું સેવન
- શરદી અથવા એલર્જી
નસકોરાનો ઇલાજ
નસકોરાનો ઇલાજ કરાવવા માટે તમારે તમારા ડોકટરનો સંપર્ક કરવો જોઇએ. જેથી નસકોરાના સંકેતો અને લક્ષણોના હિસાબે તમે સાચી સલાહ મેળવી શકો.