
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ બુધવારે
સંસદમાં કેન્દ્ર સરકારની આકરી ટીકા કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, ‘કેન્દ્રની અયોગ્ય નીતિઓને કારણે ચીન અને પાકિસ્તાન એક થયા છે’ . રાહુલ ગાંધીના નિવેદન પર અમેરિકી વિદેશ મંત્રાલયના
પ્રવક્તા નેડ પ્રાઇસે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ‘તેઓ આ પ્રકારના નિવેદનને સમર્થન આપતા નથી’. વાસ્તવમાં, રાહુલ ગાંધીએ સંસદમાં ભારત સરકારની
વિદેશ નીતિની ઝાટકણી કરી હતી અને કહ્યું હતું કે ‘કેન્દ્રની નીતિએ ચીન અને પાકિસ્તાનને એક કરવાનું કામ કર્યું છે અને ભારત
સામે આ સૌથી મોટો પડકાર છે.
લોકસભામાં
શું કહ્યું હતું રાહુલ ગાંધીએ ?
લોકસભામાં
બુધવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સંબોધન પર
ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ‘મોદી
સરકારની અયોગ્ય નીતિઓના કારણે પાકિસ્તાન અને ચીન એક થઈ ગયા છે. રાહુલે વધુમાં કહ્યું કે ‘આપણે
જે પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છીએ તે ઓછી નથી. આ ભારત માટે ગંભીર ખતરો છે’. તમે
અમને ક્યાં પહોચાડી
દીધા છે? આ સાથે રાહુલે એવો પણ દાવો કર્યો હતો
કે આ વર્ષે ગણતંત્ર દિવસની ઉજવણી માટે ભારત પાસે કોઈ મહેમાન નથી, કારણ કે દેશ સંપૂર્ણપણે અલગ અને ઘેરાયેલો છે.
શું કહે છે અમેરિકા?
અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવક્તા નેડ
પ્રાઈસે કહ્યું, ‘હું પાકિસ્તાન અને ચીન પર તેમના સંબંધો વિશે વાત કરવાનું ટાળુ છું, પરંતુ હું ચોક્કસપણે આવા નિવેદનને
સમર્થન આપીશ નહીં’. આ પછી નેડ પ્રાઈસને પૂછવામાં આવ્યું કે
તમને કેમ લાગે છે કે પાકિસ્તાન ચીન સાથે આટલી નજીકથી કામ કરી રહ્યું છે? શું તમને લાગે
છે કે યુ.એસ.એ તેમને અલગ કરી દીધા છે? આ અંગે નેડ પ્રાઈસે કહ્યું કે, અમે દુનિયાને
સ્પષ્ટ કરી દીધું છે કે કોઈપણ દેશને અમેરિકા અને ચીન વચ્ચે પસંદગી કરવાની જરૂર
નથી. જ્યારે યુએસ સાથેના સંબંધોની વાત આવે
છે, ત્યારે અમારો હેતુ દેશોને પસંદગી આપવાનો છે. તેમણે કહ્યું, પાકિસ્તાન
અમારું વ્યૂહાત્મક ભાગીદાર છે. ઈસ્લામાબાદ સરકાર સાથે અમારા
મહત્વપૂર્ણ સંબંધો છે. આ એક એવો સંબંધ છે જેના પર અમે વિવિધ મોરચે ધ્યાન
કેન્દ્રિત કરીએ છીએ.