
ગુરૂવારે ફેસબુકની પેરેન્ટ કંપની ‘મેટા’ના શેરમાં ભારે ઘટાડાના કારણે કંપનીની માર્કેટ કેપિટલમાં 200 અબજ ડોલરથી વધુનો ઘટાડો નોંધાયો હતો. આ અંગે જાહેર કરવામાં આવેલા એક રિપોર્ટ અનુસાર અમેરિકાની કોઈ પણ કંપની માટે આ સૌથી મોટો એક દિવસનો ઘટાડો ગણી શકાય છે. જેના કારણે ફેસબુકના ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગની સંપત્તિમાં છેલ્લા 24 કલાકમાં 31 અબજ ડોલરનો ઘટાડો જોવામાં આવ્યો છે.
મહત્વનું છે કે ગુરુવારે આ મોટા ઘટાડાના કારણે સંપત્તિની દ્રષ્ટિએ માર્ક ઝુકરબર્ગ હવે ભારતના સૌથી ધનિક મુકેશ અંબાણી અને બીજા સૌથી ધનિક ગૌતમ અદાણીની કુલ સંપત્તિથી થોડી વધારે છે. સૂત્રો અનુસાર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની કુલ સંપત્તિ હાલમાં 89.2 અબજ ડોલર છે, જ્યારે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની સંપત્તિ 87.4 અબજ ડોલર છે.
એક દિવસમાં 24 ટકાથી વધુનો ઘટાડો અને સંપત્તિમાં અત્યાર સુધીનો સૌથી મોટો સિંગલ-ડેનું નુકસાન છે. આ નુકસાનથી શેર-કિંમતમાં ઘટાડાનાં કારણે અત્યાર સુધીમાં બીજા ક્રમનું સૌથી મોટું નુકસાન જોવા મળ્યું છે. આ પહેલા નવેમ્બર 2021માં ટેસ્લા ઇન્કના શેરમાં ભારે ઘટાડાને કારણે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કને રોજનું 35 અબજ ડોલરનું મોટું નુકસાન થયું હતું. જ્યારે એક અહેવાલ મુજબ મસ્કની સંપત્તિમાં પણ ઘટાડો જોવા મળ્યું છે અને ગયા અઠવાડિયે તેમની કુલ સંપત્તિમાં પણ 25.8 અબજ ડોલરનો ઘટાડો થયો છે.