28

યુક્રેન – રશિયા વચ્ચે થયેલા યુદ્ધના પરિણામે યુક્રેનની પરિસ્થિતિ દિવસે ને દિવસે ખરાબ થઇ રહી છે ત્યારે યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પાર લઇ અવ્વામાટે ભારત માથામાં કરી રહ્યું છે ત્યારે આજે ભારતે નવી એડવાઈઝરી જાહેર કરી છે.
શું કહ્યું છે એડવાઇઝરીમાં ?
યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકો માટે નવી એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે અને તેમાં જણાવવામાં આવ્યું છે કે, યુક્રેનના તમામ ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓએ જાહેર કરેલા હેલ્પલાઇન નંબરોથી કિવના ભારતીય દૂતાવાસના ઇમરજન્સી નંબરો પર ભારત સરકારના અધિકારીઓ સાથે પૂર્વ સંકલન વિના કોઈપણ લોકો સરહદો પર ન જાય. વિવિધ સરહદો પર પરિસ્થિતિ સંવેદનશીલ છે અને એમ્બેસી આપણા પડોશી દેશોમાં આપણા દૂતાવાસો સાથે આપણા નાગરિકોને સંકલિત રીતે બહાર કાઢવા માટે સતત કામ કરી રહી છે. પૂર્વ સંકલન વિના સરહદ પર ભારતીય નાગરિકો પહોંચે છે ત્યારે દૂતાવાસને અન્ય સરહદી વિસ્તાર સુધી લઇ જવામાં સમસ્યા ઉભી થઇ રહી છે .
યુક્રેનના પશ્ચિમી શહેરોમાં પાણી, ખોરાક, રહેઠાણ અને પાયાની સવલતોની તકેદારી રાખી અને રહેવું. જેઓ હાલમાં પૂર્વીય ક્ષેત્રમાં છે તેઓને વિનંતી કરવામાં આવે છે કે તેઓ આગળની સૂચનાઓ સુધી તેમના હાલના રહેઠાણના સ્થળોએ રહેવાનું ચાલુ રાખે, શાંતિ જાળવી રાખે અને શક્ય હોય ત્યાં સુધી ઘરની અંદર અથવા આશ્રયસ્થાનોમાં રહે.જેટલી પણ સુવિધા હોઈ જેમ કે ખોરાક, પાણી અને સુવિધાઓ ઉપલબ્ધ હોય તેનો ઉપયોગ કરો અને ધીરજ રાખો. બિનજરૂરી હલનચલન ટાળો. અમે તમને ફરી એકવાર યાદ અપાવીએ છીએ કે દરેક સમયે સાવધાની રાખો, તમારી આસપાસની ઘટનાઓ અને સૂચનાઓ થી માહિતગાર રહો.
ભારતીય નાગરિકોને પરત લઇ આવવા સતત પ્રયત્નો શરુ
ભારતીય નાગરિકો યુક્રેનમાં ફસાયા છે ત્યારે તમામ નાગરિકોને ભારત પરત લાવવા સતત પ્રયત્નો કરી રહ્યા છે. યુક્રેનની રાજધાની કીવથી ભારતીય નાગરિકોને લઇ આવવા એર ઇન્ડિયાની ફ્લાઇટ મોકલવામાં આવતી હતી પરંતુ યુદ્ધની શરૂઆત થતા ભારતીય નાગરિકોને લીધા વગર પરત પહોંચી હતી. યુક્રેનમાં ફસાાયેલા ભારતીય નાગરિકોમાં મોટાભાગના વિદ્યાર્થીઓ છે તેમના ત્યાંથી નિકળવાની શરુઆત થઇ ગઇ છે. આ તમામ લોકોને હવે રોમાનિયાના રસ્તે થઇને ભારત પરત લાવવામાં આવી રહ્યા છે અત્યારે પશ્ચિમ યુક્રેનના ચેર્નિત્સિ અને લિવ્હિવ શેહરમાં વિદેશ મંત્રાલયના કેમ્પ સક્રિય થઇ ગયા છે.