પાકિસ્તાનમાં મોંઘવારીથી જનતા ત્રસ્ત, જનતાના આવ્યા ખરાબ દિવસ
પાડોશી દેશ પાકિસ્તાન મોંઘવારી સામે ઝઝૂમી રહ્યું છે. હાલમાં લોટ, દાળ અને ચોખા સહિત સામાન્ય માણસની રોજીંદી જરૂરિયાતોને લગતી દરેક વસ્તુના ભાવ આસમાને પહોંચી ગયા છે. સ્થિતિ એ છે કે પાકિસ્તાન સરકાર સામાન્ય લોકોને વીજળીનું બિલ ચૂકવવા માટે EMIનો વિકલ્પ...
Advertisement
પાડોશી દેશ પાકિસ્તાન મોંઘવારી સામે ઝઝૂમી રહ્યું છે. હાલમાં લોટ, દાળ અને ચોખા સહિત સામાન્ય માણસની રોજીંદી જરૂરિયાતોને લગતી દરેક વસ્તુના ભાવ આસમાને પહોંચી ગયા છે. સ્થિતિ એ છે કે પાકિસ્તાન સરકાર સામાન્ય લોકોને વીજળીનું બિલ ચૂકવવા માટે EMIનો વિકલ્પ આપવા પર વિચાર કરી રહી છે. આ દરમિયાન તેલની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે, જે બાદ પાકિસ્તાનમાં પેટ્રોલની કિંમત 300 રૂપિયાને પાર પહોંચી ગઈ છે.

