
ટેક્નોલોજી બની મહિલાઓ માટે મુસીબત, મેટાવર્સની યુઝર મહિલાનો વર્ચ્યુઅલ સેક્સયુઅલ હેરેસમેન્ટનો આરોપ
જાણીતી ટેક્નો કંપની ‘મેટાવર્સ’માં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. લંડનની 43 વર્ષીય મહિલાનો આરોપ છે કે તેની સાથે વર્ચ્યુઅલી જાતીય શોષણ અને સામૂહિક દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. આ મહિલાનો દાવો છે કે, એક મીડિયમ બ્લોગ પોસ્ટમાં સમગ્ર દૃશ્યને ક્રોનિકલ કરવામાં આવ્યું હતું. નોંધાવેલી ફરિયાદ મુજબ તેનો આરોપ છે કે તેણે વર્ચ્યુઅલ વર્લ્ડમાં પ્રવેશતાની સાથે તેને અશોભનીય અનુભવ થયો. તેણે લગાવેલ આક્ષેપ મુજબ વર્ચ્યુઅલ દુનિયામાં પ્રવેશતા જ થોડી જ સેકેન્ડોમાં એક મહિલા તરીકે ખૂબ જ આઘાતજનક અનુભવ થતો હતો. તેણે જોયેલા અને અનુભવેલા દ્રશ્યોમાં તેની સાથે માનસિક રીતે દુષ્કર્મની ઘટના ઘટી. આ અનુભવ તેની માટે ખૂબ જ પીડાદાયક રહ્યો.
જાણીતી ટેક્નો કંપની છે ‘મેટાવર્સ’
મેટાવર્સ એક જાણીતી અપડેટેડ ટેક્નો કંપની છે. જેણે વર્ચ્યુઅલ વર્લ્ડ એક્પોઝર ડિવાઇસ લોન્ચ કર્યું હતું. કંપનીનો દાવો હતો કે આ ડિવાઇસની મદદથી લોકો વર્ચ્યુઅલ દુનિયાની થ્રીલ અને ફીલ મેળવી શકે. આ ડિવાઇસનાં દુનિયામાં લાખોની સંખ્યામાં યુઝર્સ છે.
“દ્રશ્ય જોઈને મારી જીંદગીમાં ઘણું બધું બદલાઈ ગયું…”
લંડનમાં રહતી 43 વર્ષીય આ પીડિતા મહિલાએ વધુમાં પોતાની પીડા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “જોડાવાની 60 સેકન્ડની અંદર, 3-4 પુરુષ અવતારોએ મૌખિક અને જાતીય શોષણ કર્યુ હતું, પુરૂષો અવાજો સાથે અને આવશ્યકપણે શારીરિક રીતે નથી પરંતુ વર્ચ્યુઅલ રીતે, મારા અવતાર પર સામૂહિક દુષ્કર્મ કર્યો હતો અને ફોટા પાડ્યા હતા.”