25

અત્યારે વિશ્વ આખાની નજર રશિયા અને યુક્રેન વચ્ચે થઇ રહેલા યુદ્ધ પર ટકેલી છે. છેલ્લા સાત દિવસથી રશિયા દ્વારા યુક્રેન પર વવિધ રીતે હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. દિવસે દિવસે રશિયા વધારે આક્રમક થતું જાય છે. તો બીજી તરફ યુક્રેન પણ મરણિયું બનીને રશિયાને વળતો જવાબ આપી રહ્યું છે. દુનિયાના અનેક દેશો અને વૈશ્વિક નેતાઓ દ્વારા યુદ્ધ રોકવા માટેના વિવધ સ્તરના પ્રયાસો થયા પરંતુ તે વિફળ રહ્યા છે. અત્યારે યુક્રેનની સ્થિતિ દિવસે દિવસે દયનીય થતી જાય છે.
રશિયાના હુમલામાં બાળકો સહિત યુક્રેનના નાગરિકો મરી રહ્યા છે, યુક્રેનના શહેરો ખંડેરમાં ફેરવાઇ રહ્યા છે. વર્ષોની મહેનત અને પ્રગતિ બાદ સ્થાપિત તંત્ર અને સુખ-સુવિધાનો કચ્ચરઘાણ બોલી રહ્યો છે. શા માટે? બે કે ત્રણ લોકોની ઇચ્છા, મહત્વકાંક્ષા કે પછી અવળચંડાઇના કારણે. માત્ર યુક્રેનને જ નુકસાન થઇ રહ્યું છે તેવું નથી, પરંતુ રશિયાના અનેક સૈનિકો પણ મોતને ભેટ્યા છે. આ સિવાય રશિયાના સૈનિકોના જે વિડીયો સામે આવી રહ્યા છે, તેનાથી એક વાત સ્પષ્ટ થાય છે કે આ યુદ્ધ એ પુતિનનું ગાંડપણ ગણી શકાય. યુક્રેની સેના અને પ્રશાસન દ્વારા યુદ્ધ દરમિયાન પકડાયેલા રશિયન સૈનિકોના વિડીયો શૂટ કરવામાં આવ્યા છે. જેમાં તેમણે કરેલી વાતો સાંભળા જેવી છે.
યુક્રેનના પ્રશાસન દ્વારા પકડાયેલા રશિયન સૈનિકોને તેમના પરિવાર સાથે વાત કરાવવામાં આવે છે. જેમાં રશિયન સૈનિકો રડતા રડતા પરિવારજનો સાાથે વાતો કરે છે. તેઓ જણાવી રહ્યા છે કે તેમને યુદ્ધ અંગે અંધારામાં રાખવામાં આવ્યા હતા. તેમને કહવામાં આવ્યું હતું કે ટ્રેનિંગમાં જવાનું છે અને યુદ્ધ માટે મોકલી દેવામાં આવ્યા. આ સિવાય તેઓ કહી રહ્યા છે કે યુક્રેનના નાગરિકોને પણ નિશાન બનાવ્યા છે. આ પ્રકારના ઘણા ખુલાસા પકડાયેલા રશિયન સૈનિકો દ્વારા કરવામાં આવ્યા છે.
.jpg)
અમને તોપના ચારા તરીકે ફેંકવામાં આવ્યા
ટેલિગ્રામ પર સામે આવેલા વીડિયોમાં રશિયાના સૈનિકો કહી રહ્યા છે કે તેમને જ્યારે ખબર પડી કે તેમને યુક્રેન સામે યુદ્ધ માટે મોકલવામાં આાવી રહ્યા છે, ત્યારે તેઓ નિરાશ થયા. ‘અમને કહેવામાં આવ્યું કે અત્યારે યુદ્ધનો સમય ચાલી રહ્યો છે. જો અમે યુદ્ધમાં જવાની ના પાડી તો અમને ગોળી પણ મારવામાં આવી શકે છે. અમને તોપના ચારા તરીકે ફેંકી દેવામાં આવ્યા છે. અમે નિર્દોષ લોકેને મારી રહ્યા છીએ’
.jpg)
અહીં કોઇ મૃતદેહ પણ ઉપાડતું નથી, અંતિમ સંસ્કાર પણ નથી
યુક્રેનની સિક્યુરિટી ફોર્સ દ્વારા તેના ફેસબૂક પેઇજ પર પોસ્ટ કરેલા વિડીયોમાં એક રશિયન સૈનિક તેના પરિવાર સાથે ફોન પર વાત કરી રહ્યો છે. જેમાં રડતા રડતા તે કહી રહ્યો છે કે, ‘તેમણે અમને મોતના મુખમાં ધકેલ્યા છે. બધા લોકો બધાને મારી નાંખશે.’ હાથમાં હથકડી પહેરલો આ સૈનિક રડતા રડતા પોતાના પરિવારને કહે છે કે ‘તમે બધા શાંતિ માટે પ્રયાસો કરો, તેમને સમજાાવો. નહીંતર બધા મરી જશે. અહીં કોઇ મૃતદેહો પણ ઉપાડતું નથી. અંતિમ સંસ્કાર પણ થતા નથી. જો કોઇ રશિયન સૈનિકે બીજા સૈનિકના મૃતદેહને હાથ પણ લગાવ્યો તેની રશિયન સુરક્ષા એજન્સી દ્વારા ધરપકડ કરવામાં આવે છે. હું તમને પ્રેમ કરુ છુ.’
.jpg)
રશિયાને યુદ્ધ કરીને શું જોઇએ છે, અમે કોઇ યુદ્ધ નથી ઇચ્છતા
અન્ય એક રશિયન સૈનિક યુક્રેનના ધ્વજ આગળ બેસીને કહી રહ્યો છે કે, ‘આપણા પર તો કોઇએ હુમલો નથી કર્યો. ત્યારે રશિયાને યુદ્ધ કરીને શું જોઇએ છે તે સમજાતું નથી. હું તમને ખૂબ પ્રેમ કરુ છુ, મમ્મી પપ્પા.’અન્ય વિડીયોમાં એક રશિયન સૈનિક બોલે છે કે ‘આ આપણું યુદ્ધ નથી. માતાઓ અને પત્નીઓ તમારા પતિને લઇ જાઓ. અહીં રહેવાની કોઇ જરુર નથી. અમે કોઇ યુદ્ધ નથી ઇચ્છતા. અમરી ટૂકડીમાંથી તો કોઇ નથી ઇચ્છતું કે યુદ્ધ થાય. અમે તો ઘરે જવા માંગીએ છીએ,અમે શાંતિ ઇચ્છિએ છીએ. ’
આ તમામ વીડિયો જોયા બાદ અને રશિયન સૈનિકોની વાતો સાંભળ્યા બાદ એ સવાલ ઉભો થાય છે કે આખરે યુદ્ધ કેમ અને શા માટે? જો યુક્રેનના લોકો અને સૈનિકો યુદ્ધના બદલે શાંતિ ઇચ્છતા હોય તો નિર્દોષ લોકોની હત્યા કેમ? સત્તાના ગાંડપણમાં ક્ષીર-નીરનો વિવેક ગુમાવી બેસેલા લોકો આ વાત કયારે સમજશે? ક્યારે સમજશે કે તેઓ અત્યારે જે બરબાદીનું તાંડવ મચાવી રહ્યા છે ફરી વખત ત્યાં જિંદગી વસાવવા માટે કેટલા દશકાઓ અને કેટલી મહેનત લાાગશે? હિંદીના પ્રખ્યાત કવિ બશીર બદ્રનો એક શેર છે કે, ‘લોગ તૂટ જાતે હૈ એક ઘર બનાને મેં, તુમ તરસ નહીં ખાતે બસ્તિયાઁ જલાને મેં’