15

HIV એઇડ્સ, એક એવી જીવલેણ બિમારી કે જેની દવા અથવા સારવાર હજુ સુધી શોધાઇ નથી. અસાધ્ય ગણાતા આ રોગના કારણે દર વર્ષે લાખો લોકોના મોત થાય છે. તેવામાં અમેરિકાથી એક સારા અને રાહતના સમાચાર આવ્યા છે. એચઆઇવીની સારવારમાં વિજ્ઞાનીઓને મોટી સફળતા મળી છે. વિજ્ઞનીઓએ એક નવી પદ્ધતિ વડે એચઆઇવી પીડિત મહિલાને સાજી કરી છે. જેની સાથે જ તે મહિલા એચઆઇવીથી સાજી થનારી દુનિયાાની પ્રથમ મહિલા અને ત્રીજી વ્યક્તિ બની ગઇ છે. તેની પહેલા બે પુરુષો પણ આ બિમાારીમાંથી સાજા થઇ ચુક્યા છે. તેમને પણ વિજ્ઞાનીઓ દ્વારા આ મહિલાની માફક વિશેષ સારવાર આપવામાં આવી હતી. અમેરિકાના કોલોરાડો રાજ્યની રાજધાની ડેનવરમાં એક કોન્ફરન્સની અંદર વિજ્ઞાની દ્વારા આ માાહિતિ આપવામાં આવી છે.
સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાટ વડે સારવાર
એચઆઇવી પિડીત આ મહિલાની સારવાર સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ વડો કરવમાં આવી છે. પહેલા જે બે પુરુષો એચઆઇવીથી સાજા થયા હતા, તેમને પણ આવી જ સારવાર આપવામાં આવી હતી. જો કે આ વખતે સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટમાં પણ એક વિશેષ પ્રયોગ કરાયો છે અને તે સફળ રહ્યો છે. મહિલાની સારવાર માટે વિજ્ઞાનીઓએ અમ્બિલિકલ કોર્ડ એટલે કે ગર્ભનાળના લોહીનો ઉપયોગ કર્યો છે. આ પદ્ધતિમાં ગર્ભનાળના સ્ટેમ સેલને દાતા સાથે મેચ કરવાની તેટલી જરુર નથી, જેટલી બોર્ન મેરો પદ્ધતિમાં હોય છે. એક એવા વ્યક્તિના સ્ટેમ સેલનો ઉપયોગ કરવામાં આવ્યો કે જેની અંદર પહેલાથી એચઆઇવી વાયરસ સામે કુદરતી રીતે રોગ પ્રતિકારક શક્તિ હતી. જે બહુ ઓછા લોકોમાં હોય છે.
બ્લડ કેન્સરથી પણ પીડિત હતી મહિલા
જે મહિલા એઇડ્સમાંથી સાજી થઇ છે તે આધેડ વયની છે. 2013ના વર્ષમાં તેને જાણ થઇ હતી કે તે એચઆઇવીથી પિડીત છે. જેના ચાર વર્ષ બાદ તેને લ્યુકેમિયા (બ્લ્ડ કેન્સર) પણ થયું. બલ્ડ કેન્સરની સારવાર મટે ડોક્ટરોએ હપ્લો કોડ ટ્રાન્સપ્લાન્ટ નામની પદ્ધતિનો ઉપયોગ કર્યો. જેમાં તે મહિલાને એક ડોનર વડે કોર્ડ બ્લડ આપવામાં આવ્યું છે. 2017ના વર્ષમાં છેલ્લી વખત આ મહિલાનું સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. છેલ્લા ચાર વર્ષમાં તે લ્યુકોમિયાથી સંપૂર્ણ સાજી થઇ ગઇ છે. આ સિવાય ટ્રાન્સપ્લાન્ટના ત્રણ વર્ષ બાદથી એઇડ્સની સારવાર પણ બંધ કરી દીધી છે.