35

ભારત હાલમાં ગ્રીન એનર્જીના ઉપયોગ પર વારંવાર ભાર મૂકી રહ્યું છે. જે માટે દેશની અગ્રણી ઓટો મોબાઇલ કંપનીઓએ પણ પર્યાવરણની જાણવણી માટે પેટ્રોલ,ડીઝલ વાહનોના સ્થાને ઇલેક્ટ્રિક વ્હીકલનું ઉત્પાદન વધારી દીધું છે. લોકો પણ ઇ- વ્હીકલના વપરાશમાં સારો એવો રસ દાખવી રહ્યાં છે. આ વાહનો ચાર્જીંગથી ચાલે છે.જે માટે ઇલેક્ટ્રિક કારમાં લિથિયમ બેટરીનો ઉપયોગ કરવામાં આવે છે.આ બેટરીની મદદથી ઇલેક્ટ્રિક કાર વારંવાર ચાર્જ થાય છે.જેથી આ બેટરી વગર ઇલેક્ટ્રિક કારનું ચાલવું અશક્ય છે. પાછલાં એક વર્ષમાં વૈશ્વિક સ્તરે લિથિયમના ભાવમાં ચારગણો વધારો નોંધાયો છે. ભારતમાં આ ખનીજ ઉપલ્બધ ન હોવાથી તે સંપૂર્ણપણે તેની આયાત ચીન અને તાઇવાન પાસેથી કરે છે. તેથી ભારત ચીનના તણાવગ્રસ્ત સંબંધો ભારતના ‘ગ્રીન એનર્જી મિશન’માં અડચણરુપ બની શકે છે.
ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ ઊર્જામાં અન્ય ખનીજો કરતાં ‘લિથિયમ’ વધુ સ્થિર અને સલામત
‘લિથિયમ’ એ Li-Ionબેટરી પેકમાં ઉપયોગમાં લેવાતી સૌથી અગત્યનો પદાર્થ છે. કારણ કે જ્યારે ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ ઊર્જાની વાત આવે ત્યારે તે અન્ય ખનીજો કરતાં વધુ સ્થિર અને સલામત રહે છે.લાકડા કરતાં પણ વજનમાં હળવાં આ ઘાતુ વગર ઇલેક્ટ્રિક કારનું ચાલવું અધરું થઇ પડે. ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્ર ઉપરાંત, લિથિયમનો ઉપયોગ ખાણકામ, ઊર્જા સંગ્રહ અને અન્ય ઉદ્યોગોમાં પણ થાય છે. ઘણાં દેશો હવે પેટ્રોલ ડિઝલને છોડીને’ ગ્રીન એનર્જી’ તરફ આગળ વધી રહ્યાં છે,ત્યારે ભવિષ્યમાં લિથિયમ બેટરીનો ઉપયોગ પણ વધશે.કાર સિવાય લિથિયમ બેટરીનો ઉપયોગ ફોન અને લેપટોપમાં પણ કરવામાં આવે છે.
ભારત લિથિયમ આયન સેલ્સની આયાત ચીન પાસેથી કરે છે
ભારત ભલે લિથિયમ-આયન બેટરીના ઉત્પાદન ઉદ્યોગમાં હરણફાળ ભરી રહ્યું હોય. મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ હેઠળ લિથિયમ બેટરીના ઉત્પાદન ક્ષેત્રે ભારતની ઘણી આગ્રણી કંપનીઓ હાલમાં કામ કરી રહ્યી છે, પરંતુ સૌથી મોટો પડકાર એ છે કે ભારત પાસે લિથિયમ આયન સેલ્સના ભંડારો નથી.ભારત લિથિયમ આયન સેલ્સ ચીન અને તાઈવાનમાંથી આયાત કરે છે,ત્યારબાદ તેને સ્થાનિક સ્તરે બેટરીમાં એસેમ્બલ કરાય છે.
દુનિયામાં લિથિયમનો ભંડાર સિમિત
2021માં જાહેર થયેલા ઇનવેસ્ટમેન્ટ બેંક યુ.બી.એસ દ્વારા બહાર પાડેલાં એક રિપોર્ટ મુજબ વિશ્વમાં ઉપલબ્ધ લિથિયમનો અત્યારના ઉપવ્બધ ભંડાર 2025 સુધીમાં પૂરા થઇ જશે. લિથિયમની માંગ વધવાના કારણે અને ઇલેક્ટ્રિક કાર અને એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સ તેમજ ભારતમાં ‘ગ્રીન એનર્જી’ ક્ષેત્રના વિકાસમાં મુશ્કેલીઓ આવી શકે છે. માંગ વધતા પાછલાં એક વર્ષમાં લિથિયમના ભાવમાં ચારગણો વધારો નોંધાયો છે.