
દિલ્હીના ઉપહાર સિનેમામાં લાગેલી આગના પુરાવા સાથે ચેડા કરવાના કેસમાં જેલની સજા સસ્પેન્ડ કરવાની અંસલ બંધુઓની અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે. ગયા વર્ષે 8 નવેમ્બરે નીચલી અદાલતે બંને ભાઈઓ સુશીલ અને ગોપાલ અંસલને આ કેસમાં પુરાવા સાથે ચેડા કરવા બદલ સાત વર્ષની જેલની સજા ફટકારી હતી. અને 2.25 કરોડનો દંડ ફટકાર્યો હતો. દિલ્હી હાઈકોર્ટે 1997માં ઉપહાર સિનેમા આગ સાથે જોડાયેલા કેસમાં પુરાવા સાથે ચેડા કરવા બદલ રિયલ એસ્ટેટના અગ્રણી સુશીલ અંસલ અને ગોપાલ અંસલને આપવામાં આવેલી સાત વર્ષની જેલની સજાને સ્થગિત કરવાનો ઇનકાર કર્યો હતો. 13 જૂન 1997માં ઉપહાર સિનેમાંં લાગેલી આગમાં 59 લોકોએ જીવ ગુમાવ્યો હતો. તો ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
ગયા વર્ષે 8 નવેમ્બરે નીચલી અદાલતે સુશીલ અને ગોપાલ અંસલને આ કેસમાં પુરાવા સાથે ચેડા કરવા બદલ સાત વર્ષની જેલની સજા ફટકારી હતી. તેઓને તે વર્ષે 8 ઓક્ટોબરે ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 201 (પુરાવા સાથે ચેડાં), 120B (ગુનાહિત કાવતરાની સજા) અને 409 (જાહેર સેવક વિશ્વાસનો ફોજદારી ભંગ) હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા હતા.
આરોપીઓને દોષિત ઠેરવતા તેના ચુકાદામાં, કોર્ટે ગયા વર્ષે અવલોકન કર્યું હતું કે આ કેસમાં સુનાવણીનો સામનો કરતી વખતે આરોપીએ નિર્ણાયક દસ્તાવેજોનો નાશ કર્યો હતો “જે આ કેસમાં તેમની સંડોવણી સાબિત કરવામાં સક્ષમ હતા”.
અદાલતે જણાવ્યું હતું કે આરોપીઓએ “ટ્રાયલ પ્રક્રિયાને ખોરવીને સજાથી બચવા માટે આયોજન દ્વારા દસ્તાવેજોનો નાશ કર્યો હતો”