વિદેશમંત્રી એસ.જયશંકરે UN માં કેનેડાના PM જસ્ટિન ટ્રુડોના વલણની કરી સખત નિંદા
ભારત અને કેનેડા વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી તણાવનો માહોલ ચાલી રહ્યો છે. આ વચ્ચે વિદેશ મંત્રી એસ જયશંકરે જસ્ટિન ટ્રુડો સરકારની આકરી ટીકા કરી છે. જોકે જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કેનેડા પર સીધું બોલવાનું ટાળ્યું હતું, પરંતુ ન્યૂયોર્કમાં એક કાર્યક્રમ...
Advertisement
ભારત અને કેનેડા વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી તણાવનો માહોલ ચાલી રહ્યો છે. આ વચ્ચે વિદેશ મંત્રી એસ જયશંકરે જસ્ટિન ટ્રુડો સરકારની આકરી ટીકા કરી છે. જોકે જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કેનેડા પર સીધું બોલવાનું ટાળ્યું હતું, પરંતુ ન્યૂયોર્કમાં એક કાર્યક્રમ દરમિયાન પ્રશ્નોના જવાબ આપતા જયશંકરે કેનેડાના PM જસ્ટિન ટ્રુડો પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કેનેડામાં અલગાવવાદી દળો, હિંસા અને ઉગ્રવાદના વધતા મૂળની સખત નિંદા કરી હતી. તેમણે આરોપ લગાવ્યો કે લોકશાહીના નામે રાજદ્વારીઓને ધમકાવવામાં આવી રહ્યા છે અને દૂતાવાસો પર હુમલા કરવામાં આવી રહ્યા છે. આવા કૃત્યો પ્રત્યે તેમનું 'ખૂબ જ ઉદાર' વલણ ચિંતાનું કારણ છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
Advertisement
Advertisement


