37

કોરોના વાયરસની ત્રીજી લહેર હવે પુરી થવામાં છે. કોરોના કેસમાં અને કોરોનાના કારણે જે મોત થાય છે તેમાં સતતતતઇ રહેલા ઘટાડાાને લઇને લોકોએ રાહતનો શ્વાસ પણ લીધો છે. જો કે એવું બિલકુલ નથી કે ત્રીજી લહેર ઓસરી એટલે કે કોરોના વાયરસનું જોખમ ટળ્યું છે. હજુ તો ત્રીજી લહેર પુરી થિ છે ત્યાં વિજ્ઞાનીઓએ ચોથી લહેર માટેની ચેતવણી આપી દીધી છે. એક અભ્યાસ પ્રમાણે આ વર્ષએ જુન મહિનામાં કોરોના વાયરસની ત્રીજી લહેર આવી શકે છે.
IIT કાનપુરનું સંશોધન
IIT કાનપુરના સંશોધકોએ ચેતવણી આપી છે કે COVID-19ની ચોથી લહેર 22 જૂનની આસપાસ શરૂ થાય તેવી શક્તા છે. આ સિવાય આ ચોથી લહેર ઓગસ્ટના અંત સુધીમાં ટોચ પર પહોંચી શકે છે. IIT કાનપુરના વૈજ્ઞાનિકોએ એક સંશોધન બાદ આ ચેતવણી આપી છે. સંશોધનમાં આંકડાકીય મોડેલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તેના પરિણામો સૂચવે છે કે આગામી લહેર લગભગ ચાર મહિના સુધી ચાલશે. આ સંશોધન મુજબ, જે માહિતિ સામે આવી છે તે સૂચવે છે કે ભારતમાં કોરોનાની ચોથી લહેર પ્રારંભિક ડેટાની જે તારીખ છે તેના 936 દિવસ પછી આવશે. અને પ્રારંભિક ડેટાની તારીખ હતી 30 જાન્યુઆરી 2020 હતી.
રસીકરણની સ્થિતિ મહત્વપૂર્ણ
IIT કાનપુરના એક વરિષ્ઠ સંશોધકના પ્રકાશિત થયેલા અહેવાલ પ્રમાણે રસીકરણની અસર સંક્રમણ અને ચોથી લહેરની સંભાવના પર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. જો કે ભારતમાં આ ચોથી લહેરની ગંભીરત જ તે વેરિએન્ટની પ્રકૃતિ તથા કોરોના રસીકરણની સ્થિતિ ઉપર આધાર રાખશે. બીજી તરફ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) દ્વારા હાલમાં જ ચેતવણી આપવામાં આવી હતી કે ઓમિક્રોન છેલ્લો કોરોના વેરિએન્ટ નથી, શક્યતા છે કે તેની બાદ આવશે તે વેરિએન્ટ ઓમિક્રોન કરતા પણ વધાારે ખતરનાક હશે.